સાહસને સલામ : ટુરિસ્ટ ગાઈડ રઉફએ પોતાનો જીવ આપીને બચાવ્યા પાંચ પ્રવાસીઓને

0
629

પહલગામમાં પાંચ લોકોને બચાવવા માટે પોતાનો જીવ ગુમાવવા વાળા ૩૨ વર્ષના પ્રવાસી ગાઈડ રઉફ અહમદ ડાર દુનિયાનો સાચો કાશ્મીરીનો અર્થ સમજાવી ગયા. શુક્રવાર સાંજે અનંતનાગ જીલ્લાના પ્રસિદ્ધ પહલગામ રિસોર્ટમાં નૌકા ઉપર બેઠેલા પાંચ પ્રવાસીઓ લીદ્દર નદીમાં પડી ગયા. તેને બચાવવા માટે ડાર પોતાના જીવની પરવા કર્યા વગર નદીમાં કુદી ગયા. બચાવ કાર્યમાં તેમણે પ્રવાસી ઓને તો બચાવી લીધા પણ ઝડપી પાણીના પ્રવાહમાં પોતાનો જીવ ગુમાવી દીધો.

અધિકારી ઓના જણાવ્યા મુજબ દક્ષીણ કાશ્મીર જીલ્લામાં માવુરાની નજીક રાફટીંગ પોઈન્ટ ઉપર અચાનક તીવ્ર ગતિથી આવેલી હવાથી પ્રવાસી લીદ્દર નદીમાં પડી ગયા. હોડીમાં ત્રણ પ્રવાસીઓ સ્થાનિક અને પશ્ચિમ બંગાળી એક સાથે બેઠા હતા.

અધિકારી ઓએ નજરે જોનારા ના જણાવ્યા મુજબ, ડાર ગાઈડ તરીકે પશ્ચિમ બંગાળના કપલ સાથે હતા. હોડી ઉંધી વળતા જ ડારે મોડું કર્યા વગર તરત જ બચાવ કાર્ય શરુ કરી દીધું અને તેને બચાવી લીધા પરંતુ પોતે ઝડપી પ્રવાહમાં તણાઈ ગયા. જાણકારી મળવાથી બચાવ કાર્ય શરુ થયું અને શનિવારે સવારે ભવાની પુલ પાસે પ્રવાસી ગાઈડનું શબ મળ્યું, જે પરિવારને સોંપી દેવામાં આવ્યું હતું.

બન્યા સાચા કાશ્મીરીનું પ્રતિક :-

રાજ્યપાલ સત્યપાલ મલિકે અહમદ ડારને ‘રીયલ લાઈફ હીરો’ ગણાવ્યા અને તેના પરિવારને પાંચ લાખ રૂપિયા નાણાકીય સહાયતાની જાહેરાત કરી છે. રાજ્ય ઉપાયુક્ત ખાલીદ જહાંગીરે કહ્યું કે ડારે હકીકતમાં કાશ્મીરી જેવો દેખાવ કર્યો, જે પ્રેમ અને ભાઈચારાનો ઉપદેશ આપે છે.

તેમણે ડાર માટે બહાદુરી એવોર્ડની ભલામણ કરી છે. અને મુખ્ય સચિવ બીવીઆર સુબ્રમણ્યમના આદેશ ઉપર ચાર લાખ રૂપિયાનો બહાદુરી એવોર્ડની મંજુરી આપી દેવામાં છે. ત્યાં પૂર્વ મુખ્યમંત્રી અમર અબ્દુલ્લાએ પણ ડારની બહાદુરીની પ્રસંશા કરી તેને સલામ કરી. ભાજપા રાજ્ય મહાસચિવ અશોક કોલે પણ દુઃખ વ્યક્ત કર્યું. પ્રદેશ કોંગ્રેસ વડા જી.એ.મીરે પણ ડારને સાચા કાશ્મીરીનું પ્રતિક ગણાવ્યા.

અમને આપી ગયા નવું જીવન :-

પશ્ચિમ બંગાળના પ્રવાસી કપલ મનીષ કુમાર સરાફ અને શ્વેતા સરાફે ડારનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે તે અમને નવું જીવન આપી ગયા.

બધાએ ડારની બહાદુરીને કરી સલામ :-

રાજ્યના પ્રયત્ન ઇન્ચાર્જ અને રાજ્યપાલ સત્યપાલ મલિકના સલાહકાર ખુર્શીદ ગનઈએ ડારના મૃત્યુ ઉપર દુઃખ વ્યક્ત કર્યું. તેમણે કહ્યું કે પોતાના જીવની પરવા કર્યા વગર ડારે લીદ્દર નદીના પાણીના ઝડપી પ્રવાહમાં પાંચ લોકોને ડૂબતા બચાવ્યા. આ કોઈ પણ વ્યક્તિનું ઉત્તમ ગણવામાં આવતું બલીદાન છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ શોક વ્યક્તિ કરતા જણાવ્યું કે આ બહાદુર વ્યક્તિ ડારને મારી સલામ. તેમણે ઉંધી વળી ગયેલી હોડી માંથી પ્રવાસી ઓને બચાવ્યા પરંતુ પોતાની જીવ ગુમાવી દીધો.

અલાહ તેને જન્નતમાં આલા મુકામ આપે. રાજ્ય પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જી.એ.મીરે ડારને સાચા કાશ્મીરીનું પ્રતિક ગણાવ્યા. ભાજપના રાજ્ય મહાસચિવ (સંગઠન) અશોક કોલે ડારના મૃત્યુ ઉપર દુઃખ વ્યક્ત કર્યું અને કુટુંબ પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી.

કોલે રાજ્યપાલ ઇન્ચાર્જ પાસેથી ડારના પરિવારને શક્ય એટલી તમામ સહાય પૂરી પાડવાની અપીલ કરી. ભૂતપૂર્વ મંત્રી અને પીપુલ્સ કોંફ્રેંસના અધ્યક્ષ સજ્જાદ ગની લોને પણ ડારને શ્રદ્ધાંજલિ આપી. કાશ્મીરના ડીવીઝનલ કમિશ્નર બશીર ખાને પણ દુઃખ વ્યક્તિ કરતા પીડિત કુટુંબ માટે તાત્કાલિક રાહતના ભાગરૂપે બે લાખની જાહેરાત કરી.

રાજ્યપાલે રઉફની બહાદુરીને કરી સલામ :-

રાજ્યપાલ સત્યપાલ મલિકે ટુરિસ્ટ ગાઈડ રઉફ અહમદ ડારની બહાદુરીને સલામ કરી. તેમણે કહ્યું કે રઉફ વાસ્તવિક જીવનમાં નાયક સાબિત થયા. બીજાના જીવનને બચાવવા માટે પોતાના જીવનનું બલીદાન આપી દીધું. રાજ્યપાલે સ્વર્ગવાસી આત્માને શાંતિ અને દુઃખના સમયમાં શોકમાં ડૂબેલા પરિવારની શાંતિ માટે પ્રાર્થના કરી છે.

તેમણે રઉફના પરિવારને પાંચ લાખ રૂપિયાની નાણાકીય સહાય આપવાની જાહેરાત કરી. મુખ્ય સચિવ બીવીઆર સુબ્રહ્મણ્યમના આદેશ ઉપર ડારના કુટુંબીજનોને જાહેર કરવામાં આવેલી તમામ રકમ આપવામાં આવી છે.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.