સગી બહેનોની જેમ પ્રેમથી રહી શકે છે દેરાણી-જેઠાણી, બસ કરવા પડશે આ 5 કામ.

0
2331

આ વાતોનું ધ્યાન રાખશો તો દેરાણી જેઠાણી માં ક્યારે પણ ઝગડા નથી થાય

દેરાણી અને જેઠાણી બે એવી મહિલાઓ હોય છે જે જુદા પરિવાર અને બેકગ્રાઉન્ડ માંથી આવે છે. પરંતુ લગ્ન પછી એક જ ઘરમાં રહે છે. જેવી રીતે સાસુ વહુના ઝગડા જાણીતા છે તેવી રીતે દેરાણી અને જેઠાણીના ઝગડા પણ ઘણી વખત સાંભળવા મળે છે. હંમેશા જોવામાં આવે છે કે આ બંને વચ્ચે કાંઈ સારું બનતું નથી. ઘણી વખત તો તેને કારણે કુટુંબના ભાગલા પણ પડી જાય છે. પરંતુ શું તમે જાણો છો કે થોડી સરળ ટીપ્સ અપનાવીને દેરાણી અને જેઠાણી પણ એકબીજા સાથે સગી બહેનોની જેમ રહી શકે છે.

તે વાતથી ફરક નહિ પડે કે તમે એક જ ઘરમાં સાથે રહો છો કે પછી અલગ અલગ પરંતુ એક વાત હંમેશા યાદ રાખશો કે તમે બંને એક જ કુટુંબના સભ્યો છો. એટલા માટે આ કુટુંબની એકતા અને માન સન્માન જાળવી રાખવા તમારી ફરજ પણ બની જાય છે. એટલા માટે આજે અમે તમને થોડા એવા ઉપાય જણાવીશું. જેનાથી દેરાણી અને જેઠાણી એકબીજા સાથે પ્રેમ પૂર્વક રહી શકે છે.

એક બીજાનું સાંભળો બીજા લોકોનું નહિ :-

દરેક કુટુંબમમાં કોઈને કોઈ એવા જરૂર હોય છે. જે બધાને એકબીજા સાથે ઝગડા કરાવવાનું કામ કરે છે. પછી જયારે વ્યક્તિ કોઈની ખરાબ વાતો કરે છે, તો મીઠું મરચું ભભરાવીને જ બતાવે છે. એટલા માટે જો કોઈ તમને કહે કે તમારી દેરાણી કે જેઠાણી તમારા વિષે ફલાણું ઢીકણું કહી રહી હતી. તો તમે તેની વાત ઉપર વિશ્વાસ ન કરો, પરંતુ સીધા તમારી દેરાણી કે જેઠાણી પાસે જઈને વાતની સ્પષ્ટતા કરી લો. તમે સામે વાળાની ભાવનાઓને પણ સમજો કે ખરેખર તેને શું તકલીફ છે અને કેમ છે.

બધું કરો એક સાથે :-

એકબીજાને સારી રીતે સમજવાની ઉત્તમ રીત છે. તમે સાથે સમય પસાર કરો. દર મહીને શોપિંગ કરવાનો ખુબ જ શોખ હોય છે. એટલે બંને સાથે જઈ શકો છો. તમારી વચ્ચે સંબંધ મજબુત થશે. ઘરના કામ પણ તમે હળીમળીને કરશો. તો લડાઈ ઝગડાની શક્યતા જ નહિ રહે. નવરાશના સમયમાં પોતાના જુદા જુદા રૂમમાં ન બેસો પરંતુ સાથે મળીને ગપ્પા મારો, ફિલ્મો જુવો અને મસ્તી કરી લો. આ બધા કામ તમારી વચ્ચેના પ્રેમને વધારશે.

માન સન્માન અને સમાનતા :-

મોટા ભાગના લોકોને એ ગેર સમજણ હોય છે કે ઘરમાં જેઠાણી બોસ હોય છે અને ત્યાર પછી જ દેરાણીનો નંબર આવે છે. જેઠાણી ભલે તમારા પહેલાથી આ ઘરમાં રહે છે, પરંતુ દેરાણીનો પણ તે ઘર ઉપર એટલો જ અધિકાર હોય છે. તે વાત દેરાણી અને જેઠાણી બંનેએ સમજવી જોઈએ અને એકબીજા સાથે હળીમળી અને સમાન અધિકાર સાથે રહેવું જોઈએ. જો તમારામાં હું તારા કરતા સારી છું, એવી ભાવના રહેશે તો ક્યારેય શાંતિથી નહિ રહી શકો.

મનથી કાળજી :-

ઘરમાં જયારે માતા કે બહેન બીમાર થઇ જાય છે. તો આપણે તેની સેવા કરીએ છીએ, કામમાં પણ મદદ કરીએ છીએ. બસ એ વિચાર સાથે તમે તમારી દેરાણી અને જેઠાણીનું પણ કાળજી રાખો. જો તમે તેણે તમારી બહેન મનથી માની લેશો અને તેની ખુબ કાળજી લેશો તો સામે વાળામાં પણ તમારા પ્રત્યે પ્રેમ ઉભો થશે.

અંગત બાબતમાં માથું ન મારવું :-

આમ તો તમે બંનેએ એક બીજા સાથે હંમેશા રહેવું જોઈએ અને ઘણી વાતો પણ કરવી જોઈએ. પરંતુ અમુક બાબતો એવી હોય છે. જેનાથી તમારે દુર જ રહેવું જોઈએ. ખાસ કરીને અંગત બાબતમાં તમારે માથું ન મારવું જોઈએ. તેની સાથે જ દેરાણી અને જેઠાણી સાથે એટલા પણ ન ચોટી જાવ કે તેને શ્વાસ લેવાનું પણ મુશ્કેલ બની જાય.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.