સફેદ થઈ ગયેલા વાળને કાળા કરવા માટે અક્સીર આયુર્વેદીક નુસખો, એકવાર અજમાવી જુઓ

0
4041

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. આજે અમે તમને સફેદ થઈ ગયેલા વાળને કાળા કેવી રીતે કરી શકાય એના વિષે જણાવવાના છીએ. એના માટે તમારે જોઇશે ભીલામા. જણાવી દઈએ કે ભીલામા પ્રકૃતિથી ખુબ ગરમ હોય છે. પણ તે સફેદ વાળ કાળા કરવાં માટે અક્ષીર ઈલાજ છે. એનો ઉપયોગ કરવાં માટે ભીલામાનો જેમ બને એક બારીક ભુક્કો કરી નાખવાનો છે. બીજું કામ તમારે એક કરવાનું છે કે, તમારે થોડી મેથી વાવવાની છે.

આ પ્રયોગની ખાતરી કરવા માટે તમારે આ મેથી ઉગી જાય, તો એ મેથીને સફેદ બકરો કે બકરી હોય તેને ખવડાવાની છે. જો તેના વાળ કાળા થઇ જાય તો આપણા પણ થઇ જશે.

મેથી વાવવા માટે સૌથી પહેલા જમીન પર એક સરખો બરાબર સપાટ ક્યારો તૈયાર કરો. ત્યારબાદ તેને 10 દિવસ સુધી પાણી આપો. (અત્યારે મેથી નથી વાવવાની ફક્ત માટી તૈયાર કરવાની છે.)પછી ભીલામાને તેમાં સારી રીતે મિક્ષ કરી દો. હવે 10 દિવસ સુધી તેની અંદર પાણી આપવાનું છે. 10 દિવસ સુધી જો પાણી આપશો, તો જે ભીલામા છે તે અંદર સડી જશે, એટલે તેનું ખાતર બની જશે. અને આપણે તેનું ખાતર જ બનવાનું છે. ભીલામા ખુબ ગરમ હોય છે એટલે એમાં મેથી ઉગાડવાથી બધો તેનો બધો કસ મેથીમાં આવી જશે.

આ રીતે 10 દિવસ સુધી એને પાણી આપવું, અને જયારે 10 દિવસમાં તે ખાતર બની જાય, પછી તેમાં મેથી વાવવાની છે. જે રીતે મેથી વાવો છો એ રીતે જ તમારે આ સ્પેશીયલ માટીમાં મેથી વાવવાની છે. જયારે આ મેથી ઉગીને તૈયાર થઇ જાય તો તમારે એ મેથી ખાવાની છે. અને જો તમને એ ખાવાની ગમે છે, તો તમે બાજુમાં બીજો ક્યારો બનાવી એમાં બીજી પણ વાવી શકો છો.

અને જો તમને આ મેથી કાચી ખાવાની ફાવે છે તો કાચી ખાવી. નહીંતર એનું શાક બનાવીને ખાવાની છે. અથવા તો થેપલા બનાવીને ખાવો. પણ ગમે તે રીતે મેથી પેટની અંદર જવી જોઈએ. જો અમે આ મેથી કાચી ખાવો છો, તો વધારે સારું રહશે. પણ તમને કાચી મેથી ન ગમે તો તમે બીજી રીતે પણ ખાઈ શકો છો. અને જો તમને વિશ્વાસ ન હોય તો તમારે સફેદ બકરાને આ મેથી ખવડાવવાની છે. જો તેના વાળ કાળા થાય તો વાત સાચી છે.

જાણકારી માટે જણાવી દઈએ કે ભીલામા જેની પ્રકૃતિ ગરમ હોય છે, તેનો કસ આ મેથીમાં આવે છે. એટલે એના સેવન દરમ્યાન થોડો બફારો થશે. જો તમને બફારો વધારે થાય તો તમારે તેની માટે ઘી વાળો ખોરાક વધારે લેવાનો છે. જેથી તમને વધારે બફારો થશે નહિ, આનાથી બીજું કઈ થઇ જવાનું નથી. તો પણ તમને લાગે છે કે એની ગરમી વધારે છે, તો તમારે લીલું કોપરું ખાઈ લેવાનું છે. જેથી તમને એની ગરમીથી રાહત મળે. પણ આ જરૂરત પડે તો જ ખાવાનું છે. નહીંતર એવી કોઈ જરૂરત નથી.

ભીલામાના બીજ ખરીદવા હોય તો તે કોઈ પણ આયુર્વેદિક દવા વાળાની દુકાનમાં મળી જશે. આ મેથી જ્યાં સુધી અસર થાય નહિ, ત્યાં સુધી ખાવાની છે. એટલે માટે અમે તમને બે ક્યારા વાવવાના કીધા છે. 10-15 દિવસ ખાધા પછી પાછું બનાવવામાં વધારે સમય જાય એટલે વધારે વાવવી રાખવા. અને આ પ્રયોગ 4-6 મહિના સુધી કરવાનો છે.