પાણી ક્યારે, કેટલું અને કેવી રીતે પીવું જોઈએ? સદગુરુ એ કીધી પાણી પીવાની સાચી રીત, જાણો વિગતવાર

0
5272

માણસે ક્યારે, કેટલું અને કેવી રીતે પીવું જોઈએ પાણી? સદગુરુએ જણાવી છે પાણી પીવાની સાચી રીત, જાણો તેના વિષે

અમેરિકામાં લગભગ બધા લોકો ગ્લાસના ત્રણ ચતુર્થાસ ભાગ જેટલો બરફ લે છે, પછી તેમાં પાણી ઉમેરીને પીવે છે. શું પાણી પીવાની આ રીત સાચી છે? કદાચ આજે અમે બધાને જે કહેવા જઈ રહ્યા છીએ, તે અમુક લોકોને નહીં ગમે. પણ પાણી પીવાની આ સાચી રીત નથી.

યૌગિક સંસ્કૃતિમાં જો તમે યોગ યોગી હોવ, તમે આંતરિક રૂપાંતરણના માર્ગમાં હોવ એટલે કે તમે તમારી સિસ્ટમને રૂપાંતરિત કરવા માંગો છો, તો તમારે એવું જ પાણી પીવું જોઉએ જેનું તાપમાન તમારા શરીરના તાપમાન કરતા ૪ કે ૫ ડિગ્રી ઉપર કે નીચે હોય. ઉદાહરણ તરીકે જો આપણા શરીરનું સામાન્ય તાપમાન ૩૬ ડિગ્રી સેન્ટિગ્રેટ જેટલું હોય છે, તો તમારા માટે ક્યાં તો  ૪૦ ડિગ્રી કે પછી ૩૨ ડિગ્રી તાપમાનનું પાણી પીવુ શ્રેષ્ઠ ગણાય છે.

જો તમે વિદ્યાર્થી હોવ અને તમે જ્ઞાન મેળવવા માંગો છો, તો આવી સ્થિતિમાં તમે ૮ ડિગ્રીના અંતરનું પાણી પી શકો છો. એટલે કે ૪૪ ડિગ્રી અથવા ૨૮ ડિગ્રી તાપમાનનું પાણી પી શકો છો.

જો તમે ગૃહસ્થ હોવ અને તમને કોઈ જ્ઞાન મેળવવામાં કે રૂપાંતરણમાં રસ ના હોય, અને તમે ફક્ત તમારા બાળકો પતિ/પત્નીની સંભાળ લેવા જ ઇચ્છતા હોવ, તો તમે ૧૨ ડિગ્રી ઉપર કે નીચેના અંતરનું પાણી પી શકો છો. આનાથી આગળના અંતરના તાપમાનનું પાણી કોઈ વ્યક્તિ માટે ફાયદાકારક નથી. એટલે કે તમે જે પણ ગ્રહણ કરો તે શરીરના તાપમાનની આસપાસનું જ ગ્રહણ કરો. કારણકે તમે વધારે તાપમાનના ફરક વાળું પાણી કે કોઈ પણ વસ્તુ ગ્રહણ કરો છો, તો તેનાથી તમારા શરીરની અંદરના પાણીના વર્તનમાં ફરક પડી જાય છે.

કેટલું પાણી પીવું જોઈએ?

જો તમને તરસ ના લાગે અને તમે પાણી પીવો જ નહીં તો તમને કશુ જ થશે નહીં, તમે ઠીક જ રહેશો.

અમેરિકામાં બધા એવું માને છે કે, તમે પાણી નહિ પીવો તો મરી જશો, પણ એવું નથી.

અમેરિકામાં બધા ઠંડી આબોહવામાં પણ પાણીની બોટલ લઈને ફરે છે, અને સતત થોડું થોડું પાણી પીવે છે.
જો થોડું થોડું કરીને ખૂબ વધારે માત્રામાં પાણી પીવામાં આવે, તો શરીર તેને શોષી લે છે અને સોડિયમનું સ્તર જે ઘણું નાજુક રીતે સંતુલિત હોય છે તે ઘણું નીચે જતું રહે છે.

બાકીના શરીર પર પણ એની અસર થાય છે, પણ તે ધ્યાનમાં આવતું નથી. અને મગજમાં સોડિયમનું સ્તર નીચું જવાથી સોજો આવી જાય છે, તેનો અર્થ એ નથી કે તમારા મગજમાં વૃદ્ધિ થઈ રહી છે, પણ આ સોજો એ એક પ્રકારની બીમારી છે. તો પૂરતું સોડિયમ ના હોવાને કારણે મગજમાં પાણી વધારે પ્રવેશે છે, અને તેને સંતુલિત રાખવા માટે સોડિયમની ઉણપ પુરી કરવી પડે છે. એટલે કે વધુ માત્રામાં પાણી મગજમાં અસંતુલન પેદા કરે છે, જે માનસિક અસંતુલન પણ ઉભું કરે છે.

જો તમે ખૂબ પાણી એક જથ્થે પીવો તો શરીર નક્કી કરશે કે કેટલું શોષવું અને કેટલું બહાર ફેંકી દેવું. પણ જો તમે નાના ઘૂંટડા આખો દિવસ પીધા કરો તો તમારું શરીર છેતરાઈ જશે અને તે જરૂરિયાત કરતા વધારે પાણી શોષી લેશે. પણ જો તમે અત્યારે ૨ લીટર પાણી પી જાવ તો બધું તમારી સિસ્ટમમાં નહિ જાય જેટલુ જરૂરી હશે તેટલું જ જશે અને બાકીનું બહાર નીકળી જશે.

વારંવાર પાણી પીવાની જરૂર નથી, પણ તમને જયારે તરસ લાગે ત્યારે જ પાણી પીવો. માત્ર એક કાળજી રાખો કે પૂરતું પાણી પીવો. જરૂરિયાત કરતા ૧૦% પાણી વધારે પીવો પણ ઓછું ના પીવો.

જો તમને પાણીની જરૂર હોય અને તમે તરસ્યા હોવ અને પાણી ના પીવો, તો તે તમારી સિસ્ટમને નુકસાન પહોંચાડી શકે છે. ખાસ કરીને હૃદયને ખૂબ નુકશાન પહોંચે છે. અહીંયા પાણી એટલે માત્ર પીવાના પાણીની વાત નથી, પણ પાણીની માત્રા વધારે હોય તેવા ભોજનની પણ વાત છે. ફળમાં ૯૦% પાણી હોય છે. શાકભાજી વગેરેમાં લગભગ ૭૦% જેટલું પાણી હોય છે.

તમે જે આહાર ગ્રહણ કરો છો, તેમાં પાણીની માત્રા શરીરની માત્રા જેટલી હોવી જરૂરી છે. એટલે કે ભોજનમાં લગભગ ૭૦% જેટલું પાણી હોવું જરૂરી છે. આજ કારણે શાકભાજી અને ફળ તમારા ભોજનનો એક ભાગ હોવો જોઈએ, જેથી તમારા શરીરમાં પાણીની હાજરી રહે.

વિડિયો :