ખુબ જ સાદું જીવન જીવવાનું પસંદ કરે છે કરોડપતિ ખાનદાનની છોકરી આશી, ઓછા સમયમાં થઈ પ્રખ્યાત

0
2713

બોલીવુડ અને ટેલીવિઝન જગતમાં ઘણા બધા હિરો અને હિરોઈન રહેલા છે જે કરોડો રૂપિયા કમાય છે. પણ ઘણા એવા અભિનેતા અને અભિનેત્રીઓ પણ છે જે લકઝરી જીવનધોરણ છોડીને સાદગીભર્યું જીવન જીવવાનું પસંદ કરે છે. આજે અમે તમને એક એવી જ અભિનેત્રી વિષે જણાવવા જઈ રહ્યા છીએ જે ટેલીવિઝન જગતમાં ઘણા ઓછા સમયમાં પ્રસિદ્ધ થઈ ગઈ પણ તેને સાદગીભર્યું જીવન પસંદ છે.

સોની ટીવી ઉપર પ્રસારિત થતી ધારાવાહિક ‘યે ઉન દિનો કી બાત હે’ થી પ્રસિદ્ધ થયેલી અભિનેત્રી આશી સિંહે ઘણા ઓછા સમયમાં લોકપ્રિયતા પ્રાપ્ત કરી લીધી છે. આ સિરિયલમાં સિમ્પલ જેવી દેખાતી આશી પોતાના અંગત જીવનમાં પણ ઘણી સિમ્પલ છે. અભિનય કારકિર્દીની શરુઆત કરતા પહેલા જ આશી કરોડપતિ કુટુંબ સાથે સંબંધ ધરાવતી હતી.

આશીના પપ્પા ઘણા મોટા બિઝનેસમેન છે. તેમની એક વર્ષની કમાણી કરોડોમાં થાય છે. એટલા પ્રસિદ્ધ અને મોટા પિતાની દીકરી હોવા છતાં પણ આશીને સાદગીભર્યું જીવનધોરણ પસંદ છે. કદાચ એટલા માટે બધા લોકો આશીને ઘણી પસંદ કરે છે.

આશીએ અભિનય કારકિર્દીની શરુઆત ‘સાવધાન ઇંડિયા’ માં સ્પોર્ટીંગ પાત્ર નિભાવીને કરી હતી. પરંતુ તેને ટીવી સીરીયલ ‘યે ઉન દિનો કી બાત હે’ પછી વધારે પ્રસિદ્ધિ મળી. આ સિરિયલમાં આશીએ નૈનાનું પાત્ર ભજવ્યું હતું. આશી આ પાત્ર ભજવીને ઘર ઘરમાં પ્રસિદ્ધ થઈ ગઈ. આ સીરીયલમાં આશીના અભિનયને બધા લોકોએ ઘણો પસંદ કર્યો હતો.

આ લીસ્ટમાં માત્ર આશી જ નહિ પરંતુ બીજી પણ અભિનેત્રીઓ જોડાયેલી છે. જો સારા અલી ખાનની વાત કરવામાં આવે, તો સારા નવાબી કુટુંબ સાથે સંબંધ ધરાવે છે, પણ તેને પણ સાદગીભર્યું જીવન જ પસંદ છે. બોલીવુડ અભિનેત્રી સારા અલી ખાન સોશિયલ મીડિયા ઉપર ઘણી એક્ટીવ રહે છે.

આજકાલ સારા અલી ખાનનો એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર ઘણો વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયોમાં સારા અલી ખાન જીમમાં પરસેવો વહાવતી જોવા મળી રહી છે. પોતાની ફીટનેસ જાળવી રાખવા માટે સારા અલી ખાન કેટલી આકરી મહેનત કરે છે, તે આ વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે.

સારા અલી ખાને પોતાનો વિડીયો પોતાના પ્રશંસકો સાથે શેયર કર્યો અને કેપ્શનમાં લખ્યું, દરરોજ સમર્પણ, પછી ગીલ્ટ ફ્રી વેકેશન. સારા અલી ખાનના આ વિડીયો ઉપર તેના પ્રશંસક ઘણી કમેન્ટ કરી રહ્યા છે, અને સાથે જ તેની પ્રશંસા પણ કરી રહ્યા છે. જો વર્કફ્રંટની વાત કરવામાં આવે, તો સારા અલી ખાન ટૂંક સમયમાં ‘લવ આજ કલ ૨’ અને ‘કુલી નંબર વન’ દ્વારા બોક્સ ઓફીસ ઉપર ધમાલ મચાવનારી છે.

‘કુલી નંબર વન’ માં સારા અલી ખાન સાથે વરુણ ધવન મુખ્ય ભૂમિકામાં છે. અને ‘લવ આજ કલ ૨’ માં સારા અલી ખાન સાથે કલાકાર કાર્તિક આયર્ન જોવા મળશે. તે પહેલા સારા અલી ખાને પોતાની ડેબ્યુ ફિલ્મ ‘કેદારનાથ’ અને ‘સીમ્બા’ થી બોક્સ ઓફીસ ઉપર ઘણી ધમાલ મચાવી હતી. સારા અલી ખાનને ફિલ્મ ‘કેદારનાથ’ માટે બેસ્ટ ડેબ્યુ કલાકાર આઈફા એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.