આ સરળ રીતે તમે પણ ઘરે જ બનાવો સાબુદાણા ફિંગર્સ, બધાને ખુબ પસંદ આવશે આ વાનગી.

0
375

જો તમે પણ નાસ્તામાં કાંઈક અલગ બનાવવા માંગો છો, તો સાબુદાણા ફિંગર્સ જરૂર ટ્રાઈ કરો, જાણો તેની રેસિપી.

સાબુદાણાને તમે એક નહિ પણ ઘણા પ્રકારની રેસિપીઓમાં શામેલ કરી હશે. પણ આજે જે રેસિપી વિષે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ, તેના વિષે કદાચ ઘણા ઓછા લોકો જાણતા હશે. અમે વાત કરી રહ્યા છીએ સાબુદાણા ફિંગર્સ વિષે. તે બનાવવા એકદમ સરળ છે. એક વખત ટ્રાઈ કર્યા પછી તમે પણ અઠવાડિયામાં બે થી ત્રણ દિવસ આ સ્નેકને જરૂર ટ્રાઈ કરવા માગશો, તો આવો આ રેસિપી વિષે જાણીએ.

સામગ્રી :

સાબુદાણા પાવડર – 1 કપ

મગફળી કાપેલી – 2 ચમચી

રાજગરાનો લોટ – ½ કપ

મરચા પાવડર – ½ ચમચી

ધાણા પાવડર – ½ ચમચી

સિંધવ મીઠું – સ્વાદમુજબ

બટેટા – 2 બાફેલા

બનાવવાની રીત :

સૌથી પહેલા તમે એક વાસણમાં બટેટા સાથે રાજગરાનો લોટ અને સાબુદાણા પાવડર નાખીને સારી રીતે મિક્ષ કરી લો અને થોડી વાર માટે અલગ મૂકી દો. ત્યાર પછી આ મિશ્રણમાં ધાણા પાવડર, મરચા પાવડર અને મીઠું પણ નાખો.

લગભગ બધી વસ્તુ નાખ્યા પછી જરૂર મુજબ પાણી નાખો અને સારી રીતે મિક્સ કરી લો. મિક્સ કર્યા પછી મિશ્રણમાંથી થોડો ભાગ લો અને તેને ફિંગર્સનો આકાર આપો.

મિશ્રણને ફિંગર્સના આકારમાં બનાવ્યા પછી તેને લગભગ 20 મિનીટ માટે ફ્રીઝમાં રાખી દો. થોડીવાર પછી તમે એક કડાઈમાં તેલ ગરમ થવા માટે મૂકી દો.

હવે ફિંગર્સને ફ્રીઝ માંથી કાઢીને તેલમાં ડીપ ફ્રાઈ કરી લો અને પસંદગીની ચટણી સાથે ખાવા માટે સર્વ કરો.

આ માહિતી હર જીંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.