આ ભારતીય ક્રિકેટરની કહેવાતી ગર્લફ્રેન્ડ છે એકદમ હોટ, ફોટા જોયા પછી તમે તેના દીવાના બની જશો.

0
135

વિરાટ કોહલી પછી આ ક્રિકેટર પડ્યો એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીની સુંદરીના પ્રેમમાં, જાણો કોણ છે તે સુંદરી?

એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રી અને ક્રિકેટનો સંબંધ સદીઓ જુનો છે. ભૂતકાળમાં એવા ઘણા ક્રિકેટરો થઈ ગયા છે જેમના ફિલ્મો અથવા ટીવી સીરીયલોમાં કામ કરતી એક્ટ્રેસ સાથે અફેયર રહ્યા છે કે પછી તેમની સાથે લગ્ન કર્યા છે. અને હાલમાં પણ ઘણા એવા ક્રિકેટર છે જેમના એક્ટ્રેસ સાથેના અફેયરની ચર્ચા થઈ રહી છે. તેમાંથી એક છે યુવા ક્રિકેટર પૃથ્વી શો. જી હા, વર્તમાન સમયમાં પૃથ્વી શો ના એક એક્ટ્રેસ સાથે પ્રેમ સંબંધ હોવાની ચર્ચા થઈ રહી છે. આવો તે એક્ટ્રેસ વિષે જાણીએ.

ટીમ ઈન્ડિયાના બેટ્સમેન પૃથ્વી શો (Prithvi Shaw) ફક્ત પોતાની શાનદાર બેટિંગને લઈને જ નહીં પણ પોતાના કથિત અફેરને લઈને પણ ચર્ચામાં છે. તેની કહેવાતી ગર્લફ્રેન્ડ પ્રાચી સિંહ પણ ઈશારા-ઈશારામાં આ યુવાન ક્રિકેટર પર પોતાનો પ્રેમ વરસાવે છે. ચાલો આજે તમને પ્રાચી સિંહ (Prachi Singh) ના એવા ફોટા દેખાડીએ જે તમને મોહિત કરી દેશે.

બંનેમાં પ્રેમની ચર્ચાઓ છે : સમાચાર મુજબ પ્રાચી સિંહ અને પૃથ્વી શો સતત એકબીજાને ડેટ કરી રહ્યા છે. જોકે બંનેએ આ અંગે ખુલ્લેઆમ કશું કહ્યું નથી, પણ પૃથ્વી અને પ્રાચીની સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ પરથી તેમની નિકટતાનો અંદાજ લગાવી શકાય છે.

મુંબઈમાં જન્મી છે પ્રાચી : પ્રાચી સિંહનો જન્મ 22 જુલાઈ 1995 ના રોજ મુંબઈમાં થયો હતો. પ્રાચી ખૂબ જ સુંદર છે અને તે સોશિયલ મીડિયા પર પણ ઘણી સક્રિય રહે છે.

મુંબઈ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો : પૃથ્વી શોની કહેવાતી ગર્લફ્રેન્ડ પ્રાચી સિંહે મુંબઈ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે.

મનોરંજન ઉદ્યોગમાં પગલાં ભરી ચુકી છે : પ્રાચી સિંહે વર્ષ 2019 માં મનોરંજન ઉદ્યોગમાં પ્રવેશ કર્યો છે. પ્રાચી સિંહે કલર્સ ટીવી પર આવતા શો ‘ઉડાન’ માં વંશિકા શર્માની મહત્વની ભૂમિકા ભજવી હતી.

ડાંસનું પણ ટેલેન્ટ છે : પ્રાચી સિંહ એક સારી એક્ટ્રેસ હોવાની સાથે સાથે એક ઉત્તમ ડાંસર પણ છે. પ્રાચી સિંહ ઘણીવાર સોશિયલ મીડિયા પર પોતાના ડાંસના વીડિયો પોસ્ટ કરતી રહે છે. જેને ફેન્સ ખુબ પસંદ કરે છે.

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.