શ્રાવણ વિશેષ : જો તમારે રુદ્રાક્ષ ધારણ કરવું છે કે પછી પહેલાથી જ ધારણ કરેલું છે તો જાણી લો તેના આ નિયમ, મળે છે સાક્ષાત મહાદેવની કૃપા.
રુદ્રાક્ષને ભગવાન શિવનો અંશ માનવામાં આવે છે, અને તેને ધારણ કરવાથી જીવનના દુઃખ દુર થઈ જાય છે. આપણા શાસ્ત્રોમાં રુદ્રાક્ષ વિષે વર્ણન કરવામાં આવ્યું છે કે, રુદ્રાક્ષના ઝાડની ઉત્પતી ભગવાન શંકરના આંસુઓથી થઈ હતી. જયારે ભગવાન શિવજીના આંસુ ધરતી ઉપર પડ્યા હતા તો તેમાંથી એક ઝાડ ઉત્પન્ન થયું હતું જેને રુદ્રાક્ષ કહેવામાં આવે છે. રુદ્રાક્ષ ઘણું જ પવિત્ર અને ચમત્કારી હોય છે, અને રુદ્રાક્ષ ધારણ કરવાથી ઘણા પ્રકારની તકલીફોમાંથી મુક્તી મળી જાય છે.
ક્યાં મળી આવે છે રુદ્રાક્ષનું વૃક્ષ?
રુદ્રાક્ષના ઝાડ હિમાલય ક્ષેત્ર, આસામ અને ઉત્તરાખંડ રાજ્યના જંગલોમાં ઘણા મળી આવે છે. ભારત ઉપરાંત આ વૃક્ષ નેપાળ, મલેશિયા અને ઇન્ડોનેશિયામાં પણ મળી આવે છે. અને આ દેશોમાંથી તેની આયાત કરવામાં આવે છે. તે રુદ્રાક્ષ કેટલા પ્રકારના હોય છે? રુદ્રાક્ષ પહેરવાના નીયમ શું છે? અને તેણે ધારણ કરવાથી શું લાભ મળે છે? તેની જાણકારી આ પ્રમાણે છે.
રુદ્રાક્ષના પ્રકાર :
રુદ્રાક્ષ ૧૪ પ્રકારના હોય છે. ખાસ કરીને રુદ્રાક્ષમાં મુખ નીકળેલ હોય છે, અને જે રુદ્રાક્ષમાં એક મુખ નીકળેલુ હોય છે તેને એક મુખી કહેવામાં આવે છે, અને જેમાં ૪ હોય તેણે ચાર મુખી, અને આ રીતે રુદ્રાક્ષ ૧૪ મુખી સુધી હોય છે. દરેક મુખી રુદ્રાક્ષની પોતાની એક ખાસિયત હોય છે.
એક મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી મુક્તિ મળે છે. આ રુદ્રાક્ષને કર્ક, સિંહ અને મેષ રાશિના વ્યક્તિએ જરૂર ધારણ કરવું જોઇએ.
બે મુખી રુદ્રાક્ષને શિવ અને પાર્વતીનું રૂપ માનવામાં આવે છે, અને તે ધારણ કરવાથી ઈચ્છિત ફળ મળી જાય છે. કર્ક રાશીના લોકો જો તેણે ધારણ કરે તો તેને સારો લાભ મળે છે.
ત્રણ મુખી રુદ્રાક્ષને ત્રિદેવરૂપ કહેવામાં આવે છે, અને આ રુદ્રાક્ષને વિદ્યા સાથે જોડીને જોવામાં આવે છે.
ચાર મુખીને બ્રહ્મરૂપ કહેવામાં આવે છે અને તે ચતુર્મુખી ફળ આપે છે.
પંચમુખી રુદ્રાક્ષને ઘણું શુભ માનવામાં આવે છે, અને તે ધારણ કરવાથી પાપ દુર થઇ જાય છે. મેષ, કર્ક, સિંહ, વૃશ્ચિક, ધનુ અને મીન રાશી વાળા માટે પંચમુખી રુદ્રાક્ષ ફાયદાકારક હોય છે.
છ મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી દુશ્મનોનો નાશ થાય છે. તે ઉપરાંત શુક્ર ગ્રહને શાંત રાખવા માટે પણ તેણે ધારણ કરવામાં આવે છે.
સાત મુખી રુદ્રાક્ષને કામદેવરૂપ કહેવામાં આવે છે, અને તે ધારણ કરવાથી ધન પ્રાપ્તિ થાય છે
આઠ મુખી રુદ્રાક્ષ દિશાઓ અને આઠ સિદ્ધીઓ દર્શાવે છે અને તે ધારણ કરવાથી પુણ્ય મળે છે.
નવ મુખીથી દરેક દુઃખ દુર થઇ જાય છે.
શાસ્ત્રોમાં દશમુખી રુદ્રાક્ષને વિષ્ણુનું રૂપ માનવામાં આવે છે, અને તે ધારણ કરવાથી કામના પૂરી થઇ જાય છે.
અગ્યાર મુખી અગ્યારસ રુદ્રરૂપ છે, અને તે પહેરવાથી વિજય પ્રાપ્તિ થાય છે.
બાર મુખી બારશ વગેરે રૂપ છે, અને તે જીવનમાં પ્રકાશ આપે છે.
તેર મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી નસીબ ચમકી જાય છે.
ચૌદ મુખી રુદ્રાક્ષ પહેરવાથી શાંતિ મળે છે.
રુદ્રાક્ષ પહેરવાના નિયમ :
રુદ્રાક્ષ પહેરવાના નિયમો પ્રમાણે રુદ્રાક્ષને શુદ્ધ કરીને જ ધારણ કરવા જોઈએ, અને તેણે શ્રાવણ માસમાં કોઈ પણ સોમવાર, શિવરાત્રી કે કોઈ પણ પૂનમના દિવસે ધારણ કરવાથી તે શુભ ફળ આપે છે.
તેને સવારના સમયે ધારણ કરવું ઉત્તમ રહે છે. એટલા માટે તમે તેને સવારના સમયે સ્નાન કરીને પછી જ ધારણ કરો.
રુદ્રાક્ષ પહેરવાના નિયમો મુજબ, રુદ્રાક્ષ ધારણ કરવાના સાત દિવસ પહેલા તેને સરસિયાના તેલમાં નાખી દો, આઠમાં દિવસે તેને સરસીયા તેલમાંથી કાઢીને સારી રીતે સાફ કરો. પછી તેને પંચામૃત (દૂધ, મધ, દહીં, તુલસી અને ગંગાજળ) માં નાખી દો.
પંચામૃતમાં થોડી વાર રાખ્યા પછી તમે તેણે કાઢીને ગંગાજળથી સાફ કરો અને તેની ઉપર ચંદનનું તિલક લગાવી દો. પછી તમે તે ધારણ કરી લો.
રુદ્રાક્ષ ધારણ કર્યા પછી તમે જયારે પણ મંદિરે જાવ તો તેનો શિવલિંગ ઉપર સ્પર્શ કરો અને સમયસર તેને પંચામૃત અને ગંગાજળથી સાફ કરો.
રુનો દ્રાક્ષ ધારણ કરતી વખતે તમે નીચે જણાવવામાં આવેલા મંત્રોમાંથી કોઈ પણ મંત્રનો જાપ ૧૦૮ વખત કરી લો. આ મંત્રો વાંચ્યા પછી રુદ્રાક્ષને ધારણ કરવામાં આવે, તો રુદ્રાક્ષ સાથે જોડાયેલા લાભ વહેલી તકે મળી જાય છે. નીચે જણાવવામાં આવેલા મંત્રો શિવપુરાણમાં લખવામાં આવેલા છે.
(1) ॐ हीं नमः
(2) ॐ ह्रीं नमः
(3) ॐ क्लिंनमः
(4) ॐ क्रौं क्षौ रौ नमः
(5) ॐ हीं हूं नमः
(6) ॐ हूं नमः
રુદ્રાક્ષ પહેર્યા પછી આટલી બાબતોનું ધ્યાન રાખો :
રુદ્રાક્ષ પહેરવાના નિયમો મુજબ તેને ધારણ કર્યા પછી તમે માંસનું સેવન ન કરો.
તે ધારણ કર્યા પછી તમે તેની પવિત્રતાનું ઘણું ધ્યાન રાખો અને તેને સ્વચ્છ રાખો.
ક્યારે પણ તેને ગંદા હાથોથી સ્પર્શ ન કરો.
તેને હંમેશા નાભીથી ઉપર જ ધારણ કરો.
બની શકે તો દર સોમવારે તેને સાફ કરી તેની પૂજા કરો.
જો તમે એક મુખી રુદ્રાક્ષ ધારણ કરો છો તો તમે તેને સફેદ દોરામાં નાખીને ધારણ કરો. એજ રીતે સાત મુખી રુદ્રાક્ષને કાળા દોરામાં અને તેર મુખી રુદ્રાક્ષને પીળા દોરામાં જ નાખીને ધારણ કરો. રુદ્રાક્ષને તમે લાલ દોરા, સોના અને રજત ધાતુમાં નાખીને ધારણ કરી શકો છો.
રુદ્રાક્ષ પહેરવાના લાભ :
નકારાત્મક ઉર્જા રહે છે દુર :
રુદ્રાક્ષ પહેરવા સાથે જે પહેલો લાભ જોડાયેલો છે, તે નકારાત્મક ઉર્જા દુર કરવાનો છે. એવું માનવામાં આવે છે કે, રુદ્રાક્ષ પહેરવાથી નકારાત્મક ઉર્જા તમારાથી દુર રહે છે, અને તમારું જીવન સકારાત્મક ઉર્જાથી ભરાઈ જાય છે.
બીમારીઓ રહે છે દુર :
શિવપુરાણ મુજબ રુદ્રાક્ષ ધારણ કરવાથી તમારું રક્ષણ ઘણા પ્રકારના રોગોથી થાય છે. એટલું જ નહિ કોઈ પ્રકારના રોગ થઈ જાય અને જો રુદ્રાક્ષ ધારણ કરવામાં આવે, તો તે રોગો પણ દુર થઇ જાય છે. એટલા માટે કોઈ પ્રકારના રોગ થવા ઉપર જો રુદ્રાક્ષ ધારણ કરવામાં આવે, તો તે રોગ પણ દુર થઇ જાય છે. એટલા માટે સ્વસ્થ શરીર મેળવવા માટે તમે રુદ્રાક્ષ ધારણ કરી લો.
શનિ દોષથી બચો :
શનિ દોષના પ્રકોપથી બચવા માટે લોકો દ્વારા ઘણા પ્રકારના ઉપાયો કરવામાં આવે છે. જેથી શનિદેવની ખરાબ દ્રષ્ટિ તેની ઉપર ન પડે. જો તમારી કુંડળીમાં શનિદેવની ખરાબ દશા ચાલી રહી છે, તો તમે રુદ્રાક્ષ ધારણ કરી લો. રુદ્રાક્ષ ધારણ કરવાથી શનિદેવની ખરાબ દ્રષ્ટિથી તમારું રક્ષા થશે અને શનિદેવ તમને કોઈ પણ પ્રકારનું નુકશાન નહિ પહોંચાડી શકે.
જીવનની દરેક મુશ્કેલીઓ થઇ જાય છે દુર :
રુદ્રાક્ષ ધારણ કરવાથી ભગવાન શિવના આશીર્વાદ પ્રાપ્ત થઇ જાય છે, અને તે ધારણ કરવાથી જીવનની દરેક સમસ્યા પૂરી થઇ જાય છે. એટલા માટે તમારા જીવનમાં જો કોઈ સમસ્યા ચાલી રહી છે તો તમે રુદ્રાક્ષ જરૂર ધારણ કરો.
મળે છે પ્રગતી :
જે લોકોને પ્રગતી નથી મળી રહી તે લોકો રુદ્રાક્ષ ધારણ કરે. રુદ્રાક્ષ ધારણ કરવાથી દરેક ક્ષેત્રમાં પ્રગતી મળવા લાગી જાય છે, અને દરેક કાર્ય સફળતા સાથે પુરા થઇ જાય છે.
મનોકામના થાય પૂરી :
જો તમારી કોઈ મનોકામના છે જે પૂરી નથી થઇ રહી, તો તમે એક મુખી રુદ્રાક્ષ ધારણ કરી લો. એક મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી દરેક મનોકામના પૂરી થઇ જાય છે અને તમે જે ઈચ્છો છો તે તમને મળી જાય છે.
ઊંચું લોહીનું દબાણ અને ડાયાબીટીસ :
રુદ્રાક્ષ પહેરવાથી ઊંચું લોહીનું દબાણ અને ડાયાબીટીસ જેવા રોગો દુર થઇ જાય છે. એવું માનવામાં આવે છે કે, જે લોકોને ઊંચું લોહીનું દબાણ અને ડાયાબીટીસની બીમારી છે, જો તે લોકો પાંચ મુખી રુદ્રાક્ષ ધારણ કરી લે તો ઊંચા લોહીનું દબાણ અને ડાયાબીટીસની બીમારી દુર થઇ જાય છે. એટલા માટે જો ઊંચા લોહીનું દબાણ અને ડાયાબીટીસ છે, તો તમે રુદ્રાક્ષ જરૂર ધારણ કરો.
જલ્દી થશે લગ્ન :
જે લોકોના લગ્ન થવામાં અડચણો આવી રહી છે, તે લોકો બે મુખી રુદ્રાક્ષ ધારણ કરી લે. આ રુદ્રાક્ષ ધારણ કરવાથી વિવાહ જલ્દી થઇ જાય છે અને સાચા જીવનસાથી મળી જાય છે.
રુદ્રાક્ષ શું હોય છે, રુદ્રાક્ષ પહેરવાના નિયમ અને તેના લાભ જાણ્યા પછી તમે તેને જરૂર ધારણ કરો. તે ઘણી જ શક્તિશાળી વસ્તુ છે.
આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.