બધાને એકસરખા પગારનો નિયમ લાગુ, સરકારે મોકલી નોટિફિકેશન, જાણો વધુ વિગત

0
940

આજના સમયમાં દેશમાં મોટો સમૂહ મજુરી ઉપર પોતાનું ભરણ પોષણ કરે છે, જેમાં મજુરીનું પૂરતા પ્રમાણમાં વળતર મળી રહે તેના માટે સરકારે કાયદો બહાર પાડ્યો છે. જણાવી દઈએ કે, સરકારે પગાર સુધારણા ૨૦૧૯ જાહેર કર્યો છે, જેનાથી ૫૦ કરોડ લોકોને થશે લાભ.

દેશના તમામ લોકોને એક સમાન પગાર આપવાનો રસ્તો સ્પષ્ટ થઇ ગયો છે. કેન્દ્ર સરકારે પગાર સુધારણા ૨૦૧૯ જાહેર કરી દીધું છે.  તે રાષ્ટ્રીય સ્તર ઉપર લાગુ થયા પછી દેશના લગભગ ૫૦ કરોડ લોકોને લાભ થશે એવું જણાવવામાં આવી રહ્યું છે.

૮ ઓગસ્ટના રોજ રાષ્ટ્રપતિએ આપી દીધી મંજુરી :

શ્રમ કાયદામાં સુધારાના ઉદ્દેશ્ય સાથે લાવવામાં આવેલા પગાર સુધારણા ૨૦૧૯ને લોકસભાએ ૩૦ જુલાઈ અને રાજ્યસભાએ ૨ ઓગસ્ટના રોજ જાહેર કરી દીધું હતું. ત્યાર પછી તેને રાષ્ટ્રપતિની મંજુરી માટે મોકલવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિએ તેને ૮ ઓગસ્ટ ૨૦૧૯ના રોજ પોતાની મંજુરી આપી દીધી હતી. ત્યાર પછી જ તેને લાગુ કરવા માટે સરકારી નોટીફીકેશનની રાહ જોવામાં આવી રહી હતી.

હવે સરકારે તેનું નોટીફીકેશન બહાર પાડી દીધું છે. આ પગાર સુધારણાને સામાજિક સુરક્ષા, ઓદ્યોગિક સુરક્ષા અને કલ્યાણ અને ઓદ્યોગિક સંબંધ ઉપર આધારિત ચાર સંહિતાથી તૈયાર કરવામાં આવ્યો છે. આ ચારે સંહિતાઓ ૪૪ જુના શ્રમ કાયદાઓનું સ્થાન લેશે. આ વિધેયક મજુરી ચુકવણી અધિનિયમ ૧૯૩૬, લઘુત્તમ મજુરી કાયદો ૧૯૪૮, બોનસ ચુકવણી કાયદો ૧૯૬૫ અને સમાન પારીશ્રમિક અધિનિયમ ૧૯૭૬નું સ્થાન લેશે.

૫૦ કરોડ લોકોને થશે લાભ :

આ પગાર સુધારો લાગુ થયા પછી મજૂરો, શ્રમિક સંગઠનો અને રાજ્ય સરકારોની ત્રિપક્ષીય સમિતિની રચના કરવામાં આવશે, જે શ્રમિકો માટે પગારના નવા દરો નક્કી કરશે. ત્રિપક્ષીય વ્યવસ્થામાં જે પણ પગાર નક્કી થશે, તેને જાહેર કરી દેવામાં આવશે. પગાર સુધારો લાગુ થવાથી દેશના લગભગ ૫૦ કરોડ શ્રમિકોને લાભ મળશે. આ સુધારો તમામ કર્મચારીઓ અને કામદારો માટે પગારની સમયસર ચુકવણી સાથે જ લઘુત્તમ પગાર સુનિશ્ચિત કરે છે.

ખેત મજુર, પેઈન્ટર, રેસ્ટોરન્ટ અને હોટલ ઉપર કામ કરવા વાળા લોકો, ચોકીદાર વગેરે અસંગઠિત ક્ષેત્રના કામદાર જે હજુ સુધી લઘુત્તમ પગારની મર્યાદાથી બહાર હતા, તેને લઘુત્તમ પગાર કાયદો બન્યા પછી કાયદાની રક્ષણ પ્રાપ્ત થશે. કાયદામાં સુનિશ્ચિત કરવામાં આવ્યું છે કે, માસિક પગાર મેળવતા કર્મચારીઓને આવતા મહિનાની ૭ તારીખ સુધી પગાર મળશે, અને જે લોકો અઠવાડિયાની ગણતરીએ કામ કરી રહ્યા છે, તેને અઠવાડિયાના છેલ્લા દિવસે અને રોજીંદા કામદારોને તે દિવસે પગાર મળવો સુનિશ્ચિત થશે.

એમ્પ્લોયર ઉપર લાગશે દંડ :

આ કાયદામાં લઘુતમ મજુરીથી ઓછી મજુરી આપવા ઉપર એમ્પ્લોયર ઉપર દંડની પણ જોગવાઈ છે. જો કોઈ એમ્પ્લોયર નક્કી કરેલી મજુરીથી ઓછી ચુકવણી કરે છે, તો તેની ઉપર ૫૦ હજાર રૂપિયાનો દંડ લાગશે. જો તે પાંચ વર્ષ દરમિયાન ફરી વખત આમ કરે છે, તો તેને ૩ મહિના સુધીની જેલ અને ૧ લાખ રૂપિયા સુધી દંડ કે બંને સજા આપવામાં આવી શકે છે.

આ માહિતી મનીભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.