રોયલ ફેમિલી માંથી આવે છે આ નેપાળી હિરોઇન, એક ફિલ્મ માટે લે છે આટલો ચાર્જ, જાણો કોણ છે આ હિરોઇન.

0
892

નેપાળી હિરોઈન સામાગ્રી રાજ્યલક્ષ્મી શાહ વિષે ઘણા ઓછા લોકો જાણતા હશે. વર્ષ ૨૦૧૬માં ફિલ્મ ‘ડ્રીમ્સ’ થી પ્રવેશ કરનારી શાહ આજે નેપાની સિનેમાની હાઇએસ્ટ પેડ હિરોઈન બની ગઈ છે. આશરે ત્રણ વર્ષમાં તેનું સ્ટારડમ ઘણું મોટું સ્વરૂપ લઇ લીધું છે. પરંતુ ફિલ્મોમાં પોતાની કારકિર્દી બનાવનારી આ હિરોઈન અસલ જીવનમાં રાજવી કુટુંબ સાથે સંબંધ ધરાવતી આ હિરોઈન સામાગ્રી આર.એલ.શાહનાં જીવન સાથે જોડાયેલી થોડી જાણવા જેવી વાતો.

હિરોઈન સામાગ્રી, નેહા રાજ્યલક્ષ્મી શાહ અને મહેશ વિક્રમ શાહની દીકરી છે. અહેવાલમાં જણાવ્યા મુજબ સામાગ્રીના પૂર્વજો રાજવી કુટુંબની વંશજ છે. સામાગ્રીના વંશજમાં રહેલા ત્રિભુવન વીર વિક્રમ શાહને નેપાલના રાણા રાજ્યને દુર કરવાનો શ્રેય આપવામાં આવે છે. તેના વંશજોમાં જ્ઞાનેન્દ્ર શાહ રાજા રહી ચુક્યા છે. જેને પાછળથી રાજગાદી ઉપરથી દુર કરવામાં આવ્યા હતા અને વીરેન્દ્ર શાહની હત્યા કરી દેવામાં આવી હતી.

તે પૃથ્વી નારાયણ શાહના વંશજો સાથે જોડાયેલી છે. રાજા પૃથ્વી સંયુક્ત નેપાળ અને ગોરખા રાજ્યના પહેલા રાજા હતા.

સામાગ્રી નેપાળી સિનેમાની ટોપ હિરોઈન માંથી એક છે. આજે તે ઇન્ડસ્ટ્રીની સૌથી વધુ ફી લેવા વાળી અભિનેત્રી છે. નેપાળી ટ્રેન્ડસના જણાવ્યા મુજબ શાહ એક ફિલ્મ માટે ૧૬ લાખ રૂપિયા (નેપાળી ચલણ) (ભારતીય ચલણ મુજબ અંદાજે ૧૦,૦૭,૧૧૭ રૂપિયા) ફી લે છે.

સામાગ્રી શાહે પોતાના અભ્યાસ દરમિયાન થોડો સમય ભારતમાં પસાર કર્યો છે. તેના એજ્યુકેશન બેકગ્રાઉન્ડની વાત કરીએ તો તે નેપાળ ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ એંડ સાયન્સ માંથી બેચલર્સ ઇન સોશીયોલોજી છે.

તેમણે પોતાની અભિનય કારકિર્દીની શરુઆત ફિલ્મ ‘ડ્રીમસ’ થી કરી હતી. ફિલ્મે બોક્સ ઓફીસ ઉપર સારું પ્રદર્શન કર્યું. આમ તો આ ફિલ્મમાં તેના અભિનયને વધુ પ્રસંશા ન મળી પરંતુ તે ડાયરેક્ટર્સની નજરમાં આવી ચુકી હતી. દર્શકોએ પણ આ સુંદર અને પ્રતિભાશાળી હિરોઈનને પસંદ કરી.

એક અહેવાલ મુજબ છ વર્ષની ઉંમરમાં શાહ ચીકન પોક્સ (ચેચક) થઇ ગયું હતુ. તેના ચકામાં તેના ગાલ ઉપર હજુ પણ રહેલા છે. શાહ સોશિયલ મીડિયા ઉપર ઘણી વધુ એક્ટીવ રહે છે. તે હંમેશા પોતાના ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર પોતાના બોલ્ડ ફોટા શેર કરતી રહે છે.

શાહના અભિનયની સફર જૂની નથી પરંતુ તેમણે આ ત્રણ વર્ષ દરમિયાન પોતાના ટેલેન્ટની તાકાત ઉપર પાંચ એવોર્ડ જીત્યા છે. પોતાની પહેલી ફિલ્મ ડ્રીમ્સ માટે તેને NEFTA ફિલ્મ એવોર્ડ, NFDC નેશનલ ફિલ્મ એવોર્ડ, કામના ફિલ્મ એવોર્ડ, DCine એવોર્ડમાં બેસ્ટ ડેબ્યુ હિરોઈન ફીમેલ અને FAAN એવોર્ડમાં સ્ટાર ઓફ દ ઈયરના એવોર્ડથી સન્માનિત કરવામાં આવી ચુકી છે.

વર્ષ ૨૦૧૬માં ડેબ્યુ પછી તેમણે ૨૦૧૭માં ‘એ મેરા હજૂર ૨’ માં પોતાના અભિનયથી લોકોના દિલ જીતી લીધા. ત્યાર પછી ‘તિમી સંગ’, ‘ફાયરા’, ‘ઈંટુ મીંટુ લંડનમાં’ માં પોતાના અભિનયનો જાદુ પાથર્યો છે. તેની આવનારી ફિલ્મોમાં ‘રાતો ટીકા નીધ્રમાં’ (માથા ઉપર લાલ ચાંદલો), મારુની અને શુભ વિવાહમાં જોવા મળવાની છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.