દહેરાદુન-મસુરી વચ્ચે બનશે રોપ-વે, 13 મિનીટમાં પૂરી થઇ જશે મુસાફરી

0
1212

પહેલાના સમયમાં લોકો કોઈ ડુંગર ઉપર કોઈ મંદિરમાં દર્શન કરવા કે ફરવા માટે જતા હતા તો પગપાળા જવું પડતું હતું, અને તેમાં ઘણા કલાકોનો સમય લાગી જતો હતો, અને થાક પણ. પરંતુ આજના આધુનિક સમયમાં ડુંગર ઉપર ફરવાના શોખીનોએ ડુંગર ઉપર જવા માટે આટલી મુશ્કેલી વેઠવાની જરૂર નથી પડતી, કારણ કે હવે તો ઘણી જગ્યાઓ પર રોપ-વેની સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે.

પહાડ પર ફરવાના શોખીનોને ઉત્તરાખંડ કેબિનેટે મોટી ભેંટ આપી છે. કેબિનેટ દ્વારા હેરાદુન અને મસુરી વચ્ચે રોપ-વે બનાવવા માટે મંજુરી આપી દેવામાં આવી છે. આ રોપ વે બની ગયા પછી સ્થાનિક લોકોની સાથે સાથે પ્રવાસીઓને પણ ઘણો ફાયદો થશે.

સાડા પાંચ કી.મી. લાંબો હશે રોપ-વે :

કેબીનેટ બેઠક પછી બહાર પાડવામાં આવેલા નિવેદન મુજબ, આ રોપ-વે દહેરાદુનના પૂરુકુલ ગામથી મસુરીના લાયબ્રેરી ચોક વચ્ચે બનાવવામાં આવશે. આ રોપ-વેની લંબાઈ સાડા પાંચ કી.મી. હશે. આ રોપ-વે શરુ કર્યા પછી મસુરી ફરવા આવવા વાળા પ્રવાસીઓને ઘણો ફાયદો થશે. તે બન્યા પછી દહેરાદુનથી મસુરીની મુસાફરી માત્ર ૧૩ મીનીટમાં પૂરી થઇ જશે. આ રોપ-વેને દુનિયાના પાંચ સૌથી મોટા રોપ-વે માંથી એક ગણવામાં આવી રહ્યો છે. તેનું શિલાન્યાસ મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે આ વર્ષે માર્ચમાં કરી દીધું હતું.

૩૦૦ કરોડ રૂપિયાનો થશે ખર્ચ :

મળેલી જાણકારી અનુસાર, આ રોપ-વે બનાવવા માટે ૩૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ થશે. તેના માટે ૨૧ ટાવર બનાવવામાં આવશે. આ રોપ-વે ઉપર લગભગ ૨૦ કેબીન ચલાવવામાં આવશે. સરકારનું અનુમાન છે કે આ રોપ-વે દ્વારા દર કલાકે લગભગ ૧૨૦૦ અને દરરોજ ૮ હજાર લોકો મુસાફરી કરશે.

૩૫ કી.મી.ની છે રોડની મુસાફરી :

દહેરાદુનથી મસુરી જવા માટે પ્રવાસીઓને રોડ દ્વારા ૩૫ કી.મી. નો પ્રવાસ કરવો પડે છે. આ પ્રવાસ દરમિયાન હંમેશા પ્રવાસીઓએ ટ્રાફિક જામનો સામનો કરવો પડે છે. વરસાદ અને બરફવર્ષાને કારણે ઘણી વખત ખુબ ટ્રાફિક જામ થઇ જાય છે, જેથી પ્રવાસીઓને અડધા રસ્તેથી જ પાછા ફરવું પડે છે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે. અને એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુ માં વધુ શેર કરશો. જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોંચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે, અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ કરી શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે. કેમ કે તમારા શેયર કરવાથી જો કોઈ એક વ્યક્તિના જીવનમાં તે ઉપયોગમાં આવી જાય, તો પણ ઘણું પુણ્યનું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મનથી શક્ય હોય એટલા લોકોને જરૂરથી શેયર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

આ માહિતી મનીભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.