રોંગ નંબર ઉપર પારસને દિલ આપી બેઠી સલમા, પતિએ મેળાપ કરાવ્યો પ્રેમી સાથે.

0
1299

સલમાએ પતિને પારસના પ્રેમ વિષે બધું જ જણાવી દીધું. તેની વાત સાંભળીને તેના પતિએ તેને પાછી કઠુઆ પારસ પાસે મૂકી આવવાનું આયોજન કર્યું.

રાકેશ શર્મા, કઠુઆ : જુન ૧૯૯૯માં આવેલી ફિલ્મ ‘હમ દિલ દે ચુકે સનમ’ તો તમને યાદ જ હશે. ફિલ્મમાં પતિ પોતાની પત્નીને તેના પ્રેમી સુધી પહોચાડવાનો પ્રયાસ કરે છે. કાંઈક એવું જ જમ્મુ કાશ્મીરના કઠુઆમાં આ વાર્તા પુનરાવર્તિતમ થઇ રહી છે. ગયા વર્ષે કઠુઆના એક યુવક અને કાશ્મીરની યુવતી વચ્ચે રોંગ નંબર લાગવાથી બંધાયો પ્રેમ સંબંધ અને લગ્ન સુધી પહોચી ગયો છે. આ એક વર્ષમાં યુવતીનું કુટુંબ તેને કાશ્મીર પણ લઇ ગયા અને ત્યાં તેના લગ્ન કરાવી દીધા, પરંતુ તે ફરીથી કઠુઆમાં પોતાના પ્રેમી પાસે આવામાં સફળ થઇ અને બંનેએ લગ્ન કરી લીધા.

યુવતીને પોતાના પ્રેમી સાથે ભેટો કરવામાં પતિએ તેને સાથ આપ્યો અને તેને તેના પ્રેમી સુધી પહોચાડી દીધી. હવે કેસ પોલીસ સુધી પહોચી ગયો છે. કેમ કે યુવતીના કુટુંબવાળા તેને લેવા માટે ફરી કાશ્મીરથી કઠુઆ પહોચી ગયા છે. જાણકારી મુજબ પારસ અને સલમા વચ્ચ પ્રેમની શરુઆત ગયા વર્ષે મોબાઈલ ઉપર રોંગ નંબર ઉપરથી થઇ. પછી આ રોંગ નંબર બંને વચ્ચે જીવનભરની ગાડી ચલાવવા માટે કાયમ માટે સાચો થઇ ગયો. તે વખતે સલમા નાની ઉંમરની હતી. એટલે તે પ્રેમીના ઘેર રહી શકતી ન હતી. તેને લીધે સલમાના કુટુંબવાળા તેને કઠુઆથી પાછી કાશ્મીર લઇ આવ્યા, પરંતુ ત્યાર પછી પણ તેનો પારસ સાથે ફોન ઉપર સંપર્ક જળવાઈ રહ્યો. પતિએ પણ આપ્યો સાથ : તેમાં સલમાના કુટુંબવાળાએ તેની ઈચ્છા વિરુદ્ધ, કાશ્મીરમાં પોતાના જ એક સંબંધીના છોકરા સાથે તેના લગ્ન કરાવી દીધા. સલમાને આ લગ્ન મનથી મંજુર ન હતા. તે વખતે તેના પોતાના પતિને પારસના પ્રેમ વિષે બધું જ જણાવી દીધું. તેની વાત સાંભળીને પતિએ તેને પાછી કઠુઆ પારસ પાસે મુકવાનું આયોજન કર્યું. ચાર દિવસ પહેલા સલમાને કઠુઆમાં પારસના ઘેર મૂકી પાછો આવી ગયો.

પ્રેમીએ અપનાવી : પારસ તો સલમાનો એક વર્ષથી રાહ જોઈ રહ્યો હતો, તેવામાં તેના આવતા જ તેણે સૌ પહેલા કઠુઆ નોટરીમાં આધાર કાર્ડ ઉપર સલમાના પુખ્ત ઉંમરની હોવાનો આધાર બતાવીને પોતાના લગ્નની નોંધણી કરાવી. ત્યાર પછી એક સ્થાનિક મંદિરમાં તેને પંડિત સમક્ષ લગ્ન કર્યા.

કેસ પહોચ્યો પોલીસ સ્ટેશન : કાશ્મીરમાં જયારે સલમાના કુટુંબવાળાને તેના વિષે જાણ થઇ તો તેમણે ત્યાં પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો. ત્યાર પછી તે પોલીસની મદદથી ફરી સલમાને પાછી કાશ્મીર લઇ જવા માટે કઠુઆ પહોચી ગયા. કઠુઆ પોલીસ સલમાને પારસના ઘરેથી પોલીસ સ્ટેશન લઇ આવ્યા.

ત્યાં સલમા પોતાના કુટુંબવાળા અને પોલીસ સમક્ષ પાછા કાશ્મીર ન જવા અને પારસ સાથે જ રહેવાની જિદ્દ ઉપર અડગ રહી. સલમાએ પોલીસને જણાવ્યું કે તેણે પોતાની મરજીથી પારસ સાથે લગ્ન કર્યા છે. એટલા માટે તે હવે પારસ સાથે જ રહેશે.

પારસના કુટુંબને વાંધો નથી : પારસના કુટુંબવાળા પણ હવે કોઈપણ કિંમત ઉપર સલમાને પાછી કાશ્મીરમાં તેના કુટુંબીજનો પાસે મોકલવા માંગતા નથી. તેમનું કહેવું છે કે જયારે સલમા તેના દીકરા સાથે રહેવા માંગે છે, તો કોઈ વાંધો નથી. એટલા માટે તે હવે તેને કાશ્મીર નહિ જવા દે.

પારસના કુટુંબવાળાને તેની સોસાયટીના લોકો પણ સાથ આપી રહ્યા છે. તે પણ સલમાને પાછી નહિ જવા માટે પોલીસ ઉપર દબાણ ઉભું કરી રહ્યા છે. આ કેસ પોલીસના ઉપરી અધિકારીઓના ધ્યાનમાં પણ છે અને શહેરમાં ચર્ચાનો વિષય બનેલો છે.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.