બોલીવુની આ અભિનેત્રીઓ બાપ અને દીકરા બંને સાથે લડાવી ચુકી છે ઇશ્ક, સામાજિક દ્રષ્ટીએ વિચારીએ તો કેવું કહેવાય નઈ?

0
2815

બોલીવુડમાં સૌથી વધારે ફિલ્મો બને છે. અને એમાં કામ કરતા કલાકારો પણ દેશ વિદેશમાં પ્રખ્યાત છે. અને આજે બોલીવુડમાં હીરો અને હિરોઈનની ઉંમરમાં કોઈ ફરક રહ્યો નથી. આજે હીરો 50 ની ઉંમરમાં પણ પોતાની અડધી ઉંમરની અભિનેત્રીઓ જોડે રોમાન્સ કરે છે. એવામાં ઘણી વાર એવું પણ થાય છે કે બાપ અને દીકરો બંને હીરોના રૂપમાં એક જ સમયે ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યા હોય છે, અને છોકરો પોતાની માંની ઉંમરની અભિનેત્રી જોડે ફિલ્મમાં પ્રેમ કરી રહ્યો છે.

આજે આ લેખના માધ્યમથી અમે તમને જણાવીશું એવી જ અભિનેત્રીઓ વિષે જેમણે ફિલ્મમાં હીરો તરીકે પિતા જોડે પણ પ્રેમ કર્યો અને ત્યાર બાદ તે તેમના છોકરા જોડે પણ ફિલ્મમાં પ્રેમ કરે છે.

બાપ-છોકરા બંનેની સાથે કરી ચુકી છે પ્રેમ :

બોલીવુડની ધક ધક ગર્લ માધુરી દીક્ષિતે પોતાના કરિયરની શરૂઆતમાં જ ફિલ્મ ‘દયાવાન’ માં વિનોદ ખન્ના સાથે રોમાન્સ કર્યો હતો, અને તે ચર્ચામાં આવી હતી. ત્યારબાદ ફિલ્મ ‘મોહબ્બત’ માં તેમણે વિનોદ ખન્નાના દીકરા અક્ષય ખન્ના સાથે રોમાન્સ કર્યો હતો.

એ પછી બીજી એક હિરોઈન છે ડિમ્પલ કપાડિયા. એમણે તો એક નહિ પણ બે-બે બાપ-દીકરાની જોડી સાથે ફિલ્મોમાં રોમાન્સ કર્યો છે. એમણે ધર્મેન્દ્ર અને સની સાથે, તેમજ વિનોદ ખન્ના અને અક્ષય ખન્ના સાથે પણ હિરોઈન તરીકે રોમાન્સ કર્યો છે.

હેમામાલિની એ પોતાની પહેલી ફિલ્મ ‘સાપનો કે સોદાગર’ માં રાજ કપૂરના અપોજિટ કામ કર્યુ હતું. ત્યાર બાદ હેમાએ રાજ કપૂરના છોકરાઓ રણધીર કપૂર અને ઋષિ કપૂર બંનેની સાથે કામ કર્યુ હતું.

બાપ દીકરાની જોડી ધર્મેન્દ્ર અને સની દેઓલ સાથે એક હિરોઈને કામ કર્યુ છે. તેમણે એક સાથે એક જ દૌરમાં ખુબ ફિલ્મો કરી છે, અને સાથે જ એક જ હિરોઈન જોડે બંને એ પોત પોતાની ફિલ્મોમાં રોમાન્સ પણ કર્યો છે.

સ્વ. શ્રીદેવી એ પણ ધર્મેન્દ્ર અને સની દેઓલની સાથે કામ કર્યુ હતું. શ્રીદેવી ધર્મેન્દ્રની હિરોઈનના રૂપમાં જ્યાં ‘નાકાબંદી’ માં દેખાઈ હતી ત્યાં સની દેઓલ સાથે તેમને ચાલબાજ, નિગાહેં, રામ અવતાર જેવી ઘણી ફિલ્મોમાં રોમાન્સ કર્યો છે.

જયા પ્રદા પણ ધર્મેન્દ્ર અને સની દેઓલની હિરોઈનના રૂપમાં કામ કરી ચુકી છે. ધર્મેન્દ્રની સાથે જયાએ ફરીશ્તે, શાહજાદે, ન્યાયદાતા, ગંગા તેરે દેશ મેં, કયામત જેવી ઘણી ફિલ્મો કરી. તો ત્યાં સની દેઓલની સાથે વીરતા અને જબરજસ્તીમાં હિરોઈન એમની હિરોઈન તરીકે દેખાઈ હતી.

રાની મુખર્જીએ પણ અભિષેક અને અમિતાભ બંને સાથે અલગ અલગ ફિલ્મોમાં રોમાન્સ કર્યો છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.