રોજ સવારે ખાલી પેટ આનું સેવન કરવાથી ઘોડા કરતા વધારે તાકાત મળશે, નબળાઈ થશે દૂર, આ રીતે કરો પ્રયોગ.

0
3350

મિત્રો આજકાલની વ્યસ્ત અને તણાવ ભરેલી જીવનશૈલીમાં લોકો પોતાના ખાનપાનનું ધ્યાન નથી રાખી શકતા. લોકો ઘરનો પૌષ્ટિક આહાર લેવાની જગ્યાએ બહારના જંક ફૂડ, ફાસ્ટ ફૂડ વગેરે પર વધારે આધાર રાખવા લાગ્યા છે. એ કારણે શરીરને જરૂરી પોષણ મળતું નથી. પરિણામે શરીરમાં નબળાઈ આવી જાય છે. તો ઘણા લોકો પોતાની શારીરિક નબળાઈ દુર કરવાં માટે અલગ અલગ પ્રકારની અંગ્રેજી દવાઓ, પાવડર અને એનર્જી ડ્રિંક વગેરેનું સેવન શરુ કરે છે.

પણ આવી બધી વસ્તુઓ શરીરને નુકશાન જ પહોંચાડે છે. તો એના કરતા સારું કે કોઈ આયુર્વેદિક દેશી ઉપચાર કરવામાં આવે. અને આજે અમે તમને આ લેખમાં સુકી દ્રાક્ષના એક એવા જ દેશી નુસખા વિષે જણાવવાં જઈ રહ્યા છીએ, જે તમારા શરીરની નબળાઈ દુર કરશે અને તમને ઘોડા જેવી શક્તિ આપશે.

મિત્રો જો તમે 30 દિવસ સુધી આ નુસખાનો નિયમિત રીતે ઉપયોગ કરશો, તો તમારી બધી શારીરિક સમસ્યાઓ દૂર થઈ જશે. અને શારીરિક નબળાઈ માટે આ રામબાણ નુસખો છે. અને આ નુસખાનો પ્રયોગ કરીને તમે તમારી બધી સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો.

તેમજ જણાવી દઈએ કે, જો તમને કોઈ જાતની સમસ્યા નથી, તો પણ તમે આનો ઉપયોગ કરી શકો છો. આના સેવનથી શરીરમાં ચુસ્તી-સ્ફૂર્તિ અને શક્તિ રહેશે.

જાણકારી માટે જણાવી દઈએ કે, સૂકી દ્રાક્ષમાં પોટેશિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, ફાઈબર અને આયર્ન ભરપૂર માત્રામાં હોય છે. અને એનું સેવન કરવું શરીર માટે ઘણું સારું કહેવાય છે. જે લોકોને લોહીની અછત હોય એમના માટે આ ઘણો સારો સ્ત્રોત છે. જો તમે સૂકી દ્રાક્ષ રોજ નિયમિત રીતે ખાઓ છો, તો તમારી અંદર લોહીની ઉણપ હોય તો એ દુર થાય છે.

નુસખો બનાવવાની વિધિ :

આ નુસખો તૈયાર કરવાં માટે સૌથી પહેલા તો એક કાચના વાસણમાં 300 ગ્રામ સૂકી દ્રાક્ષ લો. ત્યારબાદ એમાં મધ ઉમેરો. આ સમયે એક વાતનું ધ્યાન રહે કે, મધ તમારે એટલું જ નાખવું કે તેમાં દ્રાક્ષ સારી રીતે ડૂબી જાય. ત્યારબાદ એને ઢાંકીને મૂકી દો.

હવે 48 કલાક પછી તમે એમાંથી ચાર દાણા મધ સાથે કાઢીને ખાઓ. અને આ દ્રાક્ષનું સેવન તમારે સવારે ખાલી પેટ કરવાનું છે. અને આ નુસખો વાપરતા સમયે તમારે એ વાતનું પણ ધ્યાન રાખવું કે, આનું સેવન કર્યા પછી 40 મિનિટ સુધી કઈ પણ ખાવું કે પીવું નહીં. જો તમે આનું સેવન 30 દિવસ સુધી કરો છો, તો તમને જાતે જ એની અસર અનુભવ થશે. આ પ્રયોગ દરમ્યાન તમારે ખાંડ અને અન્ય મીઠી વસ્તુઓનું સેવન ઓછું કરવું પડશે.

નુસખાનો ઉપયોગ કરતી વેળાએ આની પરેજ કરવી :

આ નુસખાનો પ્રયોગ કરો ત્યારે વનસ્પતિ ઘી નો ઉપયોગ કરવો નહીં. તળેલી વસ્તુઓનું સેવન પણ કરવું જોઈએ નહીં. તેમજ લાલ મરચું પણ ન ખાવું. અને ચોખા તેમજ બટાકાનો ઉપયોગ પણ ઘણો ઓછો કરવો, અને થઈ શકે તો બિલકુલ ન કરવો. તેમજ નશીલા પદાર્થનું સેવન તો બિલકુલ બંધ કરી દેવું.

નોંધ : ડાયાબિટીસના રોગીઓ આ નુસખો ન વાપરે.