રીક્ષાવાળાનો આ જુગાડ જોઈને આનંદ મહિન્દ્રા ફિદા થઈ ગયા, ઈશારો કરી તેને આ ગિફ્ટ આપવાનું કહ્યું

0
593

બિઝનેસ ટાઈકૂન આનંદ મહિન્દ્રા સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ રહે છે, અને સાથે જ પોતાની દરિયાદિલી માટે ઓળખાય છે. એક તરફ જ્યાં એમના ફની ટ્વીટ લોકોને હસાવવાનું કામ કરે છે, તો બીજી તરફ તે લોકોની મદદ કરવાથી પાછળ નથી હટતા. એમના ટ્વીટ લોકો દ્વારા સોશિયલ મીડિયા પર ખુબ પસંદ કરવામાં આવે છે, પણ આ વખતે તે એક રીક્ષાવાળાના જુગાડ પર ફિદા થઈ ગયા છે.

ટ્વીટર યુઝર નીરજ પ્રતાપ સિંહે આનંદ મહિન્દ્રાને ટેગ કરીને રીક્ષાનો એક ફોટો શેયર કર્યો, જેમાં રીક્ષા પર મહિન્દ્રાનો લોગો લાગેલો હતો. નીરજે આનંદ મહિન્દ્રા પાસે આ ફોટા પર પોતાની પ્રતિક્રિયા માંગી, જેના પર આનંદ મહિન્દ્રાએ શાનદાર રિએક્શન આપ્યું.

આ વાતને લઈને આનંદ મહિન્દ્રાએ પોતાના ટ્વીટર હેન્ડલ પર લખ્યું કે, મને લાગે છે કે, તમને આ મજેદાર લાગ્યું અને હા, આ ખરેખર મજેદાર છે. ખાસ કરીને લોગો ઊંધો લગાવવામાં આવ્યો છે, પણ હું રોમાંચિત છું. એક રીક્ષા ચાલક પણ અમને પ્રેરણાના રૂપમાં જુએ છે, તો અમે એમને આવવા જવા માટે નવા અને સારા સાધન ઉપલબ્ધ કરાવીશું. જેથી તે જીવનમાં આગળ વધી શકે.

આનંદ મહિન્દ્રાએ લખ્યું, ‘નીરજ કદાચ તમને આ રમુજી લાગ્યું હશે અને હા તે છે પણ, ખાસ કરીને ત્યારે જયારે લોગો નીચેની તરફ લગાવવામાં આવ્યો છે, પણ હું એનાથી ઘણો રોમાંચિત છું, અને અમે એને ચલાવવા માટે નવું અપગ્રેડેડ વાહન આપીશું, જેથી તે જીવનમાં ‘Rises’ કરી શકે.’

જો કે આનંદ મહિન્દ્રાએ પોતાની ટ્વીટમાં એ ખુલાસો નથી કર્યો કે, એ રિક્ષાવાળાને તેઓ કઈ ગાડી આપશે. પણ પોતાની ટ્વીટમાં એમને એની હિંટ પણ આપી છે. એમને ટ્વીટમાં ‘Rises’ શબ્દનો ઉલ્લેખ કર્યો છે, કારણ કે મહિન્દ્રા રાઈઝ નામથી એમની એક કંપની પણ છે, જે પહેલા Peugeot Motorcycles ના નામથી ઓળખાતી હતી.

જાણકારી માટે જણાવી દઈએ કે, આ ફ્રેંચ કંપનીને હાલમાં જ મહિન્દ્રાએ ખરીદી છે. આ કંપની ઈલેક્ટ્રીક વાહન બનાવવા માટે ઓળખાય છે. આશા જણાવવામાં આવી રહી છે કે, આનંદ મહિન્દ્રા એ રીક્ષાવાળાને કોઈ ઈલેક્ટ્રીક વાહન ગિફ્ટ કરશે. જો આનંદ મહિન્દ્રા તરફથી રીક્ષાવાળાને કોઈ પણ વાહન ગિફ્ટમાં મળે છે, તો તેના નસીબ પલટાય જશે. અને તે રિક્ષાવાળો વગર કોઈ મહેનતે માત્ર બીજા વ્યક્તિએ કરેલી ટ્વીટ દ્વારા એક મોટા બિઝનેસમેન તરફથી ગિફ્ટમાં ગાડી મેળવશે.

આ માહિતી ફીરકી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.