1973 માં ખોવાઈ ગઈ હતી મહિલાની વીંટી, જે હવે ફિનલૈંડના જંગલોમાં આ રીતે મળી

0
344

આપણી જો કોઈ પણ વસ્તુ ખોવાય જાય, ભલે તે નાની હોય કે મોટી હોય તેના ખોવાઈ ગયા પછી ઘણો અફસોસ થાય છે. અને આપણે તેને શોધવાના ઘણા પ્રયત્ન પણ કરીએ છીએ. અને તે વસ્તુ આપણને પાછી મળી જાય છે તો ખુશીનું કોઈ ઠેકાણું નથી રહેતું. એવી જ એક ઘટના અમેરિકાની રહેવાવાળી એક મહિલા સાથે થઈ છે.

તેમાં ખાસ વાત એ છે કે, આ મહિલાની ખોવાયેલી વીંટી લગભગ 47 વર્ષ પછી ફિનલૈંડના જંગલોમાં મળી, પણ જંગલમાંથી મળેલી આ વીંટીનો આ મહિલા સુધી પહોંચવાનો સિલસિલો કાંઇક જુદો છે. હકીકતમાં અમેરિકામાં બ્રંસવિકની રહેવાવાળી 63 વર્ષીય ડેબ્રા મૈક્કેનાની આ વીંટી 1973 માં ખોવાઈ ગઈ હતી.

ડેબ્રા મૈક્કેનાએ જણાવ્યું કે, આ વીંટી તેમના પતિ શાનની છે. કોલેજના દિવસોમાં જ્યારે અમે બંને જણાએ એકબીજાને ડેટ કરવાનું શરુ કર્યું હતું, તો શાને આ વીંટી પહેરી હતી, પણ કોલેજ છોડ્યા પછી તેણે આ વીંટી મને આપી દીધી હતી. હાલમાં જ ફિનલૈંડના દક્ષિણ-પશ્ચિમ ક્ષેત્રમાં આવેલા કરીના પાર્કમાં જમીન સમતલ કરવાનું કામ ચાલી રહ્યું છે.

આ પાર્કમાં મેટલ શીટ વર્કર માર્ક સારીનેન ડિક્ટેટરની મદદથી કામ કરી રહ્યા હતા. આ દરમિયાન તેમને આ વીંટી માટીમાં 20 સેન્ટિમીટર અંદરથી મળી હતી. માર્ક સારીનેન આ વીંટી મેળવીને ઘણા ખુશ હતા. આ વીંટી પર સ્કૂલ ઓફ મોર્સ 1973 છાપેલું હતું.

તેના આધાર પર જયારે સ્કૂલ એલ્યુમિની એસોસિએશન સાથે સંપર્ક કરવામાં આવ્યો, તો ખબર પડી કે આ વીંટી શાનની છે, એ પછી આ વીંટીને શાનના એડ્રેસ પર મોકલી દેવામાં આવી. શાનની પત્ની ડેબ્રા મૈક્કેના આ વીંટીને 47 વર્ષ પછી જોઈને ચકિત રહી ગઈ. ડેબ્રાએ કહ્યું કે, મને આ વાતની કોઈ આશા ન હતી કે આ વીંટી પાછી મળશે.

આ માહિતી ફીરકી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.