સુનીલ શેટ્ટી પછી હવે રિચા ચઢ્ઢાને મળ્યો ભારત રત્ન ડો. આંબેડકર એવોર્ડ, કહ્યું – જેના ગોડફાધર નથી…

0
218

રિચા ચઢ્ઢાને આ કામ માટે મળ્યો ભારત રત્ન ડો. આંબેડકર એવોર્ડ, કહી દીધી આ મોટી વાત. ભોલી પંજાબન તરીકે જાણીતી અભિનેત્રી રિચા ચઢ્ઢાને ભારતીય સિનેમામાં પોતાનું યોગદાન આપવાને કારણે વિશેષ સન્માનથી સન્માનિત કરવામાં આવી છે. રિચાને તાજેતરમાં આ માટે ભારત રત્ન ડો. આંબેડકર એવોર્ડ 2020 થી સન્માનિત કરવામાં આવી છે, અને તે તેનાથી ઘણી ખુશ છે. આ અંગે ખુશી વ્યક્ત કરતાં અભિનેત્રીએ પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી છે.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, અભિનેત્રીને આ એવોર્ડ 7 નવેમ્બરના રોજ મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી દ્વારા મળ્યો હતો. વૈશ્વિક રોગચાળાને લીધે આ સન્માન સમારોહમાં ફક્ત 25 અતિથિઓ જ હાજર થઈ શક્યાં હતાં. 7 નવેમ્બરના રોજ રાજ ભવન ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

richa chadda
richa chadda – source google

અભિનેત્રી રિચા ચઢ્ઢા આ સન્માન મેળવીને અભિભૂત થઈ ગઈ છે અને ઘણી ખુશ છે. આ બાબતમાં અભિનેત્રીનું કહેવું છે કે, “હું ઘણી ખુશ છું અને આ સન્માન મારા હૃદયની ખૂબ નજીક રહેશે.” એક એવા કલાકાર જેના કોઈ ગોડફાધર નથી, તેના માટે દરેક સિદ્ધિ મૂલ્યવાન અને સખત મહેનતથી કમાયેલી હોય છે. આ એવોર્ડ મારા સપના પર મારા વિશ્વાસને વારંવાર પુનરાવર્તિત કરે છે. ”

ભારત રત્ન ડો.આંબેડકર એવોર્ડ 2020 મળવા પર રિચાએ વધુ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, “એક કલાકારનું કામ મનોરંજન કરવા કરતા ઘણું વધારે હોય છે. આપણા બધાની જવાબદારી છે કે આપણે સમાજને ઉપર લાવીએ. હું આ જીત બદલ આભારી છું અને તે ભવિષ્યમાં વધુ સારા પ્રોજેક્ટ માટે મને પ્રોત્સાહિત કરશે.”

રિચા આ વર્ષે લગ્ન કરવાની હતી : તમને જણાવી દઈએ કે, અભિનેત્રી રિચા ચઢ્ઢા પોતાની ફિલ્મોની સાથે સાથે પોતાના બોયફ્રેન્ડ અલી ફઝલ સાથેના સંબંધોને લઈને પણ ચર્ચામાં રહે છે. બંને ઘણા લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. બંને કલાકારોએ આ વર્ષે એપ્રિલમાં તેમના સંબંધોને લગ્નમાં પરિવર્તિત કરવાનો નિર્ણય લીધો હતો. જોકે વૈશ્વિક રોગચાળાને કારણે તે શક્ય બન્યું ન હતું. એવી આશા રાખવામાં આવી રહી છે કે, રિચા અને અલી 2021 માં લગ્ન કરી શકે છે.

જણાવી દઈએ કે, વીતેલા દિવસોમાં બોલીવુડના દમદાર અભિનેતા સુનીલ શેટ્ટીને પણ આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સુનિલ શેટ્ટીને કોરોના રોગચાળાને કારણે થયેલા લોકડાઉન દરમિયાન લોકોની મદદ કરવાને કારણે આ સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા હતા. બોલીવુડમાં એવા ઘણા કલાકારો રહ્યા છે, જેમણે આ સંકટના સમયે ગરીબ, મજૂર અને લાચાર લોકોની મદદ કરી હતી. તેમાંથી એક નામ એક્ટર સુનીલ શેટ્ટી પણ હતું. આ સન્માનથી સન્માનિત થયા પછી અભિનેતાએ સોશિયલ મીડિયા પર આભાર વ્યક્ત કર્યો હતો.

આ માહિતી ઇન્ડિયાફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.