જુયો વિડીયો : જાપાનમાં આવી રીતે થાય છે ચોખાની ખેતી, તમે પણ જોઈને દંગ રહી જશો.

0
11158

મિત્રો તમે બધા જાણો જ છો કે ભારત ખેતી પ્રધાન દેશ છે. અને આપણા દેશમાં મુખ્ય વ્યવસાય ખેતી જ રહ્યો છે. પણ ઘણા રાજ્યોમાં એક તરફ ખેડૂતોની સ્થિતી દિવસેને દિવસે ખરાબ થતી જાય છે, જ્યાં બીજી તરફ ખેડૂતો આધુનિક ખેતી તરફ વળીને નવી પદ્ધતિથી અઢળક નાણાં કમાય રહ્યાં છે. આજનાં યુવાનોનો પણ ખેતી તરફ રસ વધતો જઈ રહ્યો છે. ઘણા યુવાઓ ઉચ્ચ અભ્યાસ કર્યા પછી ખેતી કરવાનું પસંદ કરવાં લાગ્યા છે.

પણ ભારતમાં ખેડૂતોની આર્થિક સ્થિતિ નબળી હોવાથી અને ખેતરોના કદ નાનાં અને છૂટાછવાયાં હોવાથી ખેડૂતને સુધારેલી ખેતી અને મોંઘા બિયારણો તથા ખાતરોનો ઉપયોગ કરવો પોષાય તેમ નથી. આ રીતની ખેતીમાં ખેડૂતને ખેતીની આવક પોતાના કુટુંબના ભરણપોણમાં વપરાઇ જતી હોય છે, તેથી તેને આત્મનિર્વાહ ખેતી કહે છે.

જોકે હવે આ ખેતીમાં સિંચાઇની સગવડ, રાસાયણીક ખાતરો, જંતુ નાશક દવાઓ વગેરેનો ઉપયોગ થતાં કૃષિ ઉત્પાદન વધારે થાય છે તેથી આ કૃષિનું વ્યાપારિક કૃષિ તરફ પ્રયાણ થઇ રહ્યું છે.

પણ મિત્રો જાપાન અને ઈઝરાયલ જેવા દેશો ખુબ નાના છે, છતાં પણ તેમણે એમની ટેકનોલોજીનો ડંકો આખી દુનિયામાં વગાડ્યો છે. આમ તો જાપાન ઇલેક્ટ્રિક માલ સામાનમાં આખી દુનિયામાં વિખ્યાત છે. પણ અહીની ખેતી પણ ખુબ આધુનિક અને એડવાન્સ છે. આજે અમે તમને આ વિડીયો દ્વારા જણાવીશું જાપાન અને ઇઝરાયલમાં ચોખાની ખેતી કેવી રીતે કરવામાં આવે છે.

જાપાન એક નાનકડો દેશ હોવાથી અને ટેકનોલોજીમાં આગળ હોવાથી આવું કરી શકે છે. આપણે ક્યારેય આવા વિડીયો જોઈને પોતાને ઓછા અને એમને સારા નાં માનવા જોઈએ. આ વિડીયો ફક્ત નવી ટેકનોલોજી જોવા માટે જ મુક્યો છે. આપડે ત્યાં ખેડૂત એનું કામ પ્રમાણિકતાથી અને પૂરી નિષ્ઠાથી કરે છે. આધુનિક દેશોમાં વૈજ્ઞાનિકોનો સૌથી વધુ ફાળો છે. સાથે સાથે ખેતીની આવક પણ ઘણી સારી હોય છે જે ભારતમાં ક્યારેય મળે એમ લાગતું નથી.

પણ આપણા દેશના યુવાઓ જો આ અંગે જાગૃત થાય અને નવું નવું જાણી એના પર અભ્યાસ કરીને નવી ટેકનોલોજી વિકસાવી શકે છે. અને આપણે પણ આગળ આવી શકીએ છીએ.

આખી વિડીયો જોશો તોજ તમને ચોખાની ખેતીનો વિડીયો સમજાશે. શરુ થી લઇને અંત સુધી જોજો.

વિડીયો : (વિડીયો લોડ થવામાં સમય લાગી શકે છે, રાહ જોવા વિનંતી.)

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.