ભાત બનાવતા નીચે દાઝી જતા હોય તો આ 2 વસ્તુ પાણીમાં મિક્સ કરો પછી જુઓ ચમત્કાર.

0
1154

શું કૂકરમાં ભાત બનાવતી વખતે નીચેથી બળી જાય છે? પાણીની સાથે જરૂર મિક્ષ કરો આ 2 વસ્તુ પછી જુઓ જાદુ

ભારતમાં એક વસ્તુ જે લોકો સૌથી વધારે ખાય છે તે ભાત છે. મોટાભાગના લોકો બપોરે અથવા રાત્રે ભાત ખાય છે. ભાત બનાવવાની પણ ઘણી રીત છે. જો તેને સારી રીતે બનાવવામાં ન આવે, તો તે ક્યાં તો બળી જાય છે કે પછી કાચા રહી જાય છે. ઘણા લોકો ભાતને મોટી તપેલીમાં બનાવે છે. તેમાં તેના સ્ટાર્ચને ફેંકી દેવામાં આવે છે. પણ તેના સિવાય ભાતને કુકરમાં પણ બનાવવામાં આવે છે. અને તેના માટે તમારે અમુક ટિપ્સ જરૂર અપનાવવી જોઈએ.

જો કુકરમાં ભાત બનાવતા સમયે અમુક વસ્તુઓનું ધ્યાન નહિ રાખવામાં આવે, તો બધા ભાત બગડી જશે. એટલા માટે આજે અમે તમને કુકરમાં પરફેક્ટ ભાત બનાવવાની રીત જણાવવા જઈ રહ્યા છીએ. અમુક સ્ટેપને ફોલો કરીને તમે પરફેક્ટ ભાત બનાવી શકો છો.

કુકરમાં ભાત બનાવવા માટે સૌથી પહેલા એક મોટા વાસણમાં એક ગ્લાસ ચોખા નાખો. પછી તેને ત્રણથી ચાર પાણીથી સારી રીતે ધોઈ લો.

હવે ચોખાને પાણીમાં 20 મિનિટ સુધી પલાળી રાખો. ત્યારબાદ ચોખામાંથી પાણી કાઢી લો.

એક કુકરમાં તે પલાળેલા ચોખા નાખો. હવે અહીં આવે છે સૌથી મોટું સ્ટેપ. ભાત બનાવતા સમયે સૌથી મોટો સવાલ એ હોય છે કે, કુકરમાં પાણી કેટલું નાખવું.

કુકરમાં જો 1 ગ્લાસ ચોખા નાખી રહ્યા છો, તો તેમાં 2 ગ્લાસ પાણી નાખો.

ત્યારબાદ ચોખામાં 1 ચમચી ઘી અને ચપટી મીઠું નાખો.

હવે કુકરનું ઢાંકણ બંધ કરો અને ગેસ ચાલુ કરી દો. પહેલા ફૂલ ગેસ પર એક સીટી વગાડો અને પછી ધીમા ગેસ પર બીજી સીટી વગાડો.

બે સીટી પછી ગેસ બંધ કરી દો. જયારે કુકરનું પ્રેશર ઓછું થઈ જાય ત્યારે કુકરનું ઢાંકણ ખોલી દો.

તો તૈયાર છે તમારા ખીલેલા-ખીલેલા ભાત. આને તમે દાળ અને શાક સાથે ખાઈને તેનો આનંદ લઈ શકો છો.

આ માહિતી એસિયન્ટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.