શું વઘારના સમયે ઘુમાડાથી ભરાઈ જાય છે ઘર? તો આ નાનકડી વસ્તુ દૂર કરશે તમારી સમસ્યા.

0
405

મોંઘા એક્ઝોસ્ટ ફેન પણ ના કરી શકે એવું કરી બતાવે છે આ નાનકડી વસ્તુ, થશે વઘારનો ધુમાડા છુમંતર. વ્યક્તિ જયારે ઘર બનાવે છે ત્યારે રસોડું એવી રીતે બનાવે છે, જેથી તેમાંથી હવા સરળતાથી પાસ થઈ જાય. એવું એટલા માટે કારણ કે જમવાનું બનાવતા સમયે નીકળતો ધુમાડો ઘરમાં ન ફેલાય. મોટાભાગના લોકો પોતાના રસોડામાં ગેસ સ્ટવને બારીની નજીક રાખે છે. ઘણા લોકો રસોડામાં એક્ઝોસ્ટ ફેન પણ લગાવે છે. તેમ છતાં પણ રસોડામાં વઘાર થાય છે ત્યારે ધુમાડો નીકળે છે, અને ઘરના અન્ય રૂમ પણ તેનાથી ભરાઈ જાય છે.

આ ધુમાડાના ઘણા નુકશાન પણ છે. તે માણસને બીમાર પણ કરી શકે છે. અસ્થમાના દર્દીઓ માટે તે કાળ બની શકે છે. ઘુમાડો ઘરની બહાર નીકળી જાય તો પણ તેની ગંધ ઘરમાં રહી જાય છે. એવામાં આજે અમે તમને આ સમસ્યાનું સમાધાન જણાવવા જઈ રહ્યા છીએ. તેનાથી તમને આ ધુમાડાથી છુટકારો મળી જશે.

રસોડામાં જમવાનું બનાવવા સમયે ઘરમાં ધુમાડો ભરાઈ જવાની સમસ્યા લગભગ દરેક ઘરમાં જોવા મળે છે. જો ભૂલથી ખાવાનું બળી જાય તો આખા ઘરમાં લોકો તે ધુમાડાને લીધે ખાંસી ખાઈ ખાઈને પરેશાન થઈ જાય છે. રસોડામાં ધુમાડાથી બચવા માટે લોકો ઘરમાં એક્ઝોસ્ટ ફેન પણ લગાવે છે. તેમ છતાં ઘરમાં વઘાર કરતા જ ધુમાડો ચારેય તરફ ફેલાઈ જાય છે. રસોડામાં બારી હોય તો પણ આરામ નથી મળતો.

હકીકતમાં, રૂમમાં ચાલતા પંખાને કારણે ધુમાડો રસોડામાંથી ઘરના બીજા ભાગોમાં ફેલાઈ જાય છે. તે ધુમાડાને કારણે ઘરની દીવાલોની સાથે જ જમીન પર પણ એક પડ જામી જાય છે. તે તમને બીમાર કરી શકે છે. આ ધુમાડાથી અમુક લોકોને ઉલ્ટી, માથામાં દુઃખાવો અથવા શરીરમાં બેચેની થઈ જાય છે. ઘણીવાર આ ધુમાડો શરીરને વધારે નુકશાન પહોંચાડે છે. જો તમે પણ ધુમાડાથી પરેશાન છો, તો અમુક ઘરેલુ ઉપાયથી તમને રાહત મળશે. આવો તમને તે ઉપાય વિષે જણાવીએ.

લેવેંડર ઓઇલની મદદથી ઘરમાં ધુમાડાની ગંધ સરળતાથી દૂર કરી શકાય છે. આ તેલ સુગંધી હોય છે. તેના માટે 1-2 ચમચી લેવેંડર ઓઇલને પાણીમાં મિક્સ કરો. તેને સ્પ્રે બોટલમાં નાખો અને રસોડામાં અને ઘરના દરેક ભાગોમાં તેનો છંટકાવ કરો. આ ઉપાયથી થોડા સમયમાં જ ધુમાડો અને બળવાની ગંધ ઓછી થઈ જશે. ત્યારબાદ ઘરમાં ફ્રેશનેસ આવી જશે. સાથે જ ધુમાડાથી સરળતાથી છુટકારો મળી જશે.

તેલ સિવાય રસોડામાં રહેલી ડુંગળીથી પણ ધુમાડાની ગંધ દૂર કરવામાં આવી શકે છે. ડુંગળીને કોઈ પણ પ્રકારની ગંધ શોધવાવાળી માનવામાં આવે છે. એવામાં તેનો ઉપયોગ કરવો પરફેક્ટ રહેશે. ડુંગળીને બે ત્રણ ભાગમાં કાપીને રસોડાના અલગ-અલગ ભાગમાં મૂકી દો. તેને રાત્રે રસોડામાં મૂકી દો. તેનાથી ગંધ ગાયબ થઈ જશે.

ઇન્ડોર છોડ લગાવવાથી પણ આ સમસ્યાથી છુટકારો મળી જાય છે. તમે પોતાના રસોડામાં એયર પ્લાન્ટ લગાવી શકો છો. આ પ્લાન્ટ ધુમાડા અને ગંધને શોષી લે છે. સાથે જ આ પ્લાન્ટથી ઘરમાં ફ્રેશનેસ બની રહેશે. રસોડામાં જમવાનું બનાવતા સમયે પ્રયત્ન કરો કે ઘરની બારી ખુલ્લી રહે. તેનાથી ધુમાડો હટાવવામાં મદદ મળે છે.

આ માહિતી એશિયનનેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.