તમારા વાળની જું નો ઝડપથી કરો સફાયો, જાણો આ રીતથી તમને મળશે જુ અને લીખથી છુટકારો.

0
1983

ઘણા બધા લોકો એવા હશે જેમને જું પરેશાન કરતી હશે. અને જેના માથામાં જું પડી જાય એ વ્યક્તિ વારંવાર માથું ખંજખંજવાળિયા કરે છે. અને એનાથી હંમેશા પરેશાન રહે છે. તો જણાવી દઈએ કે, જું એક નાનું પરજીવી (parasite) છે, જે વાળના મૂળ અને વાળના નીચેના ભાગ ઉપર ચોટી રહે છે. તે માથાની ચામડીમાંથી લોહી ચૂસીને જીવતી રહે છે.

અને બાળકોમાં જું (lice in kids) થવાની સમસ્યા ઘણી સામાન્ય છે. અને જો તમે જું વાળા કોઈ વ્યક્તિ સાથે સંપર્કમાં આવો છો, તો તે તમને પણ થઇ શકે છે. સાથે જ જેના માથામાં જું હોય એવી વ્યક્તિની વસ્તુ જેવી કે, દાંતિયો (Comb) અને કપડા (Cloths) વગેરેનો ઉપયોગ કરવાથી પણ તમને જું થવાની શક્યતા રહે છે.

માથામાં જું થવાના લક્ષણની વાત કરીએ, તો એનું સૌથી સામાન્ય લક્ષણ છે માથામાં ખંજવાળ આવવી, અને માથાની ચામડી ઉપર લાલ ચકતા પડવા. તે ખુબ ઝડપથી વધે છે. આથી તેને વહેલાસર દુર કરવી ખુબ જરૂરી બની જાય છે. જણાવી દઈએ કે થોડા ઘરગથ્થું ઉપચાર દ્વારા જું થી છુટકારો મેળવી શકાય છે.

આમ તો ઘણા લોકો માથાની જું થી છુટકારો મેળવવા માટે બજારની દવાઓનો ઉપયોગ કરે છે. તે પ્રોડક્ટ કેમિકલથી ભરપુર હોય છે, અને તેની આપણા આરોગ્ય ઉપર કેટલી ખરાબ અસર થઇ શકે છે, એ વાત જાણતા હોવા છતાં પણ લોકો એનો ઉપયોગ કરે છે. બાળકોના આરોગ્ય ઉપર તો એવી વસ્તુઓની વધારે આડઅસર થાય છે. તો એવામાં કોઈપણ બીમાંરીના ઈલાજ માટે આયુર્વેદિકનો સહારો લઇ શકાય છે.

તો આવો જાણીએ કેવી રીતે કરવો માથાની જું નો આયુર્વેદિક ઈલાજ. તે પણ કોઈ આડ અસર વગર. ખાસ કરીને આ ઉપાય બાળકો માટે છે.

જરૂરી સામગ્રી :

સફેદ સિરકા (White Vinegar)

Mouthwash (માઉથવોશ)

જું દાંતિયો (કાંસકી)

સાવર ટોપી (Shower Cap)

રીત :

પહેલા બાળકોના માથાને માઉથવોશથી ધોઈને ભીનું કરી લો. પછી 60 મિનીટ માટે એને શાવર કેપ પહેરાવી દો.

હવે શાવર કેપને ઉતારીને વાળને વિનેગરથી ધોઈ લો અને પછી ફરી 60 મિનીટ માટે શાવર કેપ પહેરો.

આટલું કર્યા પછી વાળને શેમ્પુથી ધોઈને સાફ કરો અને જું માટેના ખાસ દાંતયાથી વાળને ઓળી લો.

આ પ્રયોગથી વાળ જું અને લિખ રહિત થઇ જશે.

આ સિવાય બીજા પ્રયોગ પણ છે જે નીચે મુજબ છે.

તમાકુ પાણીમાં મિક્સ કરીને તે પાણી માથે ચોપડી ઉપર પાટો બાંધીને કે શાવર કેપથી 5 થી 6 કલાક ઢાંકીને પછી અરીઠાથી માથું ધોવાથી જુ અને લિખ મરી જાય છે.

સીતાફળના બીજનું ચૂર્ણ માથાના વાળમાં ભરવાથી પણ જુ મરે છે.

તે ઉપરાંત ડુંગળીનો રસ માથામાં ભરવાથી જુ મરે છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ.