રોજ સવારે પાણીમાં આ વસ્તુ મિક્ષ કરીને પીવાથી, એસીડીટી, લોહીની ઉણપ, ડાયાબિટીસ અને સાંધાનો દુ:ખાવો થઇ જશે ગાયબ

0
6410

આજના ભાગદોડ વાળા જીવનમાં લગભગ દરેક ઘરમાં કોઈને કોઈ સભ્ય કોઈને કોઈ બીમારીથી પરેશાન રહેતા જોવા મળે છે. એમાં ડાયાબીટીસ, બ્લડપ્રેશર, એસીડીટી અને સાંધાના દુ:ખાવા મુખ્ય છે. હાલના આધુનિક જીવનધોરણ, ખોટું ખાન પાન અને અવ્યવસ્થિત રહેણી કરણીને કારણે આ બધી બીમારીઓ સામાન્ય બની ગઈ છે.

તેમજ જો તમે નાની નાની બીમારીઓમાં અંગ્રેજી દવાઓ લેવા લાગો છો, તો ઘણું ખોટું કરો છો. કારણ કે તેનાથી તમારી કીડની ઉપર ઘણી ખરાબ અસર થાય છે. આમ કરવાની જગ્યાએ તમે આ બીમારીઓથી બચવા માટે આયુર્વેદિક નુસખાની મદદ લો, તો તે તમારા માટે વધુ સારું રહેશે. આજે અમે તમને એવા જ એક આયુર્વેદિક નુસખા વિષે જણાવીશું જેનો ઉપયોગ કરીને તમે પોતાને સ્વસ્થ રાખી શકો છો.

જરૂરી સામગ્રી :

૧. હિંગ (ઘઉંના દાણા જેટલી)

૨. એક ગ્લાસ પાણી

બનાવવાની રીત અને સેવન કરવાની રીત :

આ ચમત્કારિક પીણું બનાવવા માટે સૌથી પહેલા તમે એક ગ્લાસ હળવું હુંફાળું પાણી લો. તેમ એક ઘઉંના દાણા જેટલી હિંગને ઓગાળી લો, પછી તેનું સેવન બેસીને કરો. જો તમે એસીડીટી, ડાયાબીટીસ, લોહીની ઉણપ અને સાંધાના દુ:ખાવાથી બચવા માંગો છો તો તમે રોજ સવારે હિંગના પાણીનું સેવન કરવાનું શરુ કરી દો.

કારણ કે એમાં એન્ટી ઈમ્ફ્લેમેટરી ગુણ હોય છે, જે આપણી પાચન શક્તિને સારી કરે છે. માત્ર એટલું જ નહિ હિંગનું પાણી તમારા હાડકા અને દાંતને પણ મજબુત બનાવે છે. અને તે અસ્થમાના રોગીઓ માટે પણ ઘણું ફાયદાકારક રહે છે.

આવો તમને આ નાનકડી હિંગના ૯ ફાયદા જણાવી દઈએ :

અપચો કે નબળા પાચનનો ઉપચાર : આપણે ત્યાં ઘણા જુના સમથી અપચો અને પેટની બીજી તકલીફો માટે હિંગનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેમાં રહેલા એન્ટી ઇન્ફલેમેટરી અને એન્ટી ઓક્સીડેંટ તત્વ ખરાબ પેટ, એસીડીટી, પેટની જીવાત, ઇરીટેબલ બોવેલ સિન્ડ્રોમ વગેરે તકલીફોમાં તમને રાહત પહોચાડે છે.

ત્વચાની તકલીફને પણ દુર કરે હિંગ : હિંગમાં ઉચ્ચ પ્રમાણમાં એન્ટી ઈનફ્લેમેટરી તત્વ હોય છે, જેના કારણે તેનો સ્કીન કેયર બનાવટોમાં ઉપયોગ કરવાંમાં આવે છે. તે ત્વચાની બળતરા અને કોર્ન્સ જેવી સમસ્યાઓને દુર કરવાની શક્તિ ધરાવે છે. તેને ત્વચા ઉપર લગાવવાથી તે પોતાની ઠંડી અસર દેખાડે છે, અને સાથે જ તે ત્વચાની તકલીફ માટે જવાબદાર બેક્ટેરિયાનો પણ નાશ કરે છે.

મહિલાઓની તકલીફોમાં ફાયદો : મહિલાઓને પણ હિંગ ઘણી ઉપયોગી છે. કારણ કે હિંગમાં રહેલ એન્ટી ઇન્ફલેમેટરી તત્વ પીરીયડ સાથે જોડાયેલી તમામ તકલીફો જેવી કે ક્રેમપ્સ, અનિયમિત પીરીયડસ કે એને લગતી વધુ તકલીફમાં રાહત પહોચાડે છે. તે ઉપરાંત હિંગ લ્યુકોરિયા અને ક્રેડીડા ઇન્ફેકશનને ઝડપથી ઠીક કરવામાં પણ મદદ કરે છે.

હાઈ બ્લડપ્રેશરને નિયંત્રિત કરવા માટે : આ સમસ્યામાં પણ હિંગ તમારી મદદ કરી શકે છે. હિંગમાં કોમરીન્સ નામનું એક તત્વ હોય છે જે લોહીને પાતળું કરીને લોહીના ફલોને વધારે છે. તેમજ બીજી ખાસ વાત એ કે તેને કારણે લોહીમાં ગઠ્ઠા પણ નથી જામતા. તેનાથી લોહી કોલેસ્ટ્રોલ લેવલ અને શરીરમાં ટ્રાઈગ્લીસરાઈટ ઘટે છે, જેને કારણે હાઈપરટેન્શન થી બચાવ થાય છે.

હિંગ શ્વાસને લગતી સમસ્યાઓ સામે લડે : જાણકારી માટે જણાવી દઈએ કે નાનકડી હિંગ કુદરતી રીતે શરીરનો કફ દુર કરીને છાતીના કંજેસ્શનને ઠીક કરે છે. તે એક શક્તિશાળી શ્વસન ઉત્તેજક છે. તેને મધ, આદુ સાથે ભેળવીને ખાવાથી ખાંસી અને બ્રોક્રાઈટીસની તકલીફમાં આરામ મળે છે.

પુરુષોની તકલીફોમાં ફાયદો : કદાચ તમને નહિ ખબર હોય કે હિંગનો ઉપયોગ પુરુષોની શારીરિક નબળાઈના ઉપચાર કરવામાં પણ કરવામાં આવે છે. આથી તમે પણ તમારા ખાવામાં થોડી એવી હિંગ જરૂર ભેળવો. એનાથી ઘણી બધી નબળાઈ સાથે જોડાયેલી તકલીફોમાંથી તમારો બચાવ કરી શકાય છે. તે ઉપરાંત એક ગ્લાસ ગરમ પાણીમાં હિંગ ભેળવીને પીવાથી લોહીનો પ્રવાહ ઝડપી બની જાય છે જેથી લીબીડો વધે છે.

હિંગ બ્લડ શુગર લેવલ પણ ઓછું કરે : જો તમારું બ્લડ શુગર લેવલ વધારે છે, તો પછી તો તમારે તમારા ભોજનમાં હિંગ જરૂર નાખવી જોઈએ. તે પોતાની એન્ટી ડાયબીટીક અસર દેખાડી તમને ફાયદો આપશે. કારણ કે હિંગ ઇન્સ્યુલીનને દબાવવા માટે અગ્નાશયની કોશિકાઓને ઉત્તેજિત કરે છે, જેથી બ્લડ શુગર લેવલ ઓછું થાય છે.

કેન્સરનું જોખમ ઓછું કરે હિંગ : તમને ખબર ન હોય તો જણાવી દઈએ કે હિંગમાં શક્તિશાળી એન્ટી ઓક્સીડેંટ રહેલા હોય છે. જયારે તમે તેને સતત ખાવ છો તો તે ફ્રી રેડીકલ્સથી શરીરની કોશિકાઓની રક્ષા કરે છે. હિંગની કેન્સર વિરોધી કામગીરી કેન્સર કોશિકાઓના વિકાસમાં અવરોધ ઉભો કરે છે.

દુ:ખાવામાં રાહત : હિંગના સેવનથી પીરીયડસ, દાંત, માઈગ્રેન વગેરેના દુ:ખાવાથી રાહત મેળવી શકાય છે. એની પાછળનું કારણ એ છે કે હિંગમાં એન્ટીઓક્સીડેંટસ અને દર્દ નિવારક તત્વ રહેલ હોય છે, જે તમને દુ:ખાવામાંથી રાહત અપાવવામાં મદદ કરે છે. દુ:ખાવો થવા પર એક ગ્લાસ ગરમ પાણીમાં એક ચપટી હિંગ ભેળવીને પી લો. તેમજ જો દાંતમાં દુ:ખાવો છે તો હિંગ અને લીમ્બુના રસની પેસ્ટ બનાવીને લગાવો.