સફેદ વાળને કાળા કરતો આ સરળ ઉપાય, તમને અપાવશે ડાઈથી છુટકારો, આજે જ કરો ટ્રાય

0
5391

મિત્રો આજકાલની મોર્ડન લાઈફસ્ટાઈલ એવી છે કે તે મનુષ્યના સ્વાસ્થ્ય જ નહીં પણ શરીરમાં પણ ઘણા પ્રકારની સમસ્યાઓ લાવે છે. એમાં મોટાપો અને વાળને લગતી સમસ્યાઓ મુખ્ય છે. અને ઓછી ઉંમરે લોકોના વાળ સફેદ થવાનું કારણ પણ એ જ છે. અને આજકાલ તમે જોયું જ હશે કે શાળા કોલેજમાં ભણતા બાળકોના અને યુવાનોના વાળ પણ સફેદ થવા લાગ્યા છે. એનું કારણ ભલે તમારું ખાન-પાન હોય કે લાઈફસ્ટાઈલ પણ એ ઘણી મોટી સમસ્યા છે.

જો તમે પણ એ વાળના ઉંમર પહેલા સફેદ થવાથી પરેશાન છો, તો આજે અમે એક એવો ઉપાય લાગ્યા છીએ, જેનાથી તમે ઘરે બેઠા-બેઠા ડાઈ કર્યા વગર ફક્ત અમુક ઘરેલુ વસ્તુઓની મદદથી પોતાના વાળ કાળા કરી શકો છો. તો એના માટે થોડા આંબળાના ટુકડા કરી લો, અને એને નારિયેળ તેલમાં ત્યાં સુધી ઉકાળવા દો જ્યાં સુધી એનો રંગ કાળો પડી જાય. પછી આ તેલ તમારા વાળમાં લગાવો. આનાથી તમારા વાળ કાળા બની રહેશે.

સફેદ વાળને કાળા કરવાના આ 6 ઘરેલુ ઉપાય :

૧. નારિયેળ તેલ અને લીંબુ નો ઉપાય:

તમારે સફેદ વાળ કરવાં છે, તો નારિયેળ તેલમાં થોડા ટીપાં લીંબુનો રસ ભેળવી લો અને આ તેલથી માલિશ કરો. તમારા વાળ કાળા પણ થશે અને એમાં ચમક પણ આવશે.

2. નારિયેળ તેલ અને આંબળાનો ઉપાય :

આ ઉપાય માટે આંબળાના નાના-નાના ટુકડા કરી લો અને એને છાંયડામાં સુકવો. હવે એને નારિયેળના તેલમાં ત્યાં સુધી ઉકાળો, જ્યાં સુધી તે કાળા અને કઠોર થઈ જાય. આ તેલ વાળની સફેદી રોકવા માટે ઘણું ઉપયોગી છે. આ ઉપાય સૌથી કારગર અને સરળ પણ છે.

3. મધ અને આદુનો ઉપાય :

આ ઉપાય માટે આદુ અને કોળું ક્રશ કરી એમાં એક ચમચી મધ મિક્સ કરો. આ મિક્સરને રોજ વાળમાં લગાવવાથી વાળ કાળા થવા લાગશે.

4. જામફળના પાંદડાનો ઉપાય :

મિત્રો તમારા વાળ પણ સફેદ થઈ ગયા છે, તો જામફળના થોડા પાંદડાને સારી રીતે પીસી એની પેસ્ટ બનાવો. આ પેસ્ટથી તમે રોજ માથામાં માલિશ કરો. એનાથી પણ તમને ફાયદો થશે.

5. દેશી ઘીનો ઉપાય :

મિત્રો અઠવાડિયામાં 2 વાર શુદ્ધ દેશી ઘી થી માથાની માલિશ કરવી જોઈએ. એનાથી તમારા વાળ કાળા અને ઘના થઈ જશે.

6. કાંદાનો રસનો ઉપાય :

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે કાંદાનો રસ પણ વાળને કાળા કરવા માટે રામબાણ ઈલાજ સાબિત થાય છે. જો તમે સફેદ વાળથી પરેશાન છો, તો આજથી જ કાંદાનો રસ તમારા માથા પર લગાવવાનો શરૂ કરી દો. વાળ પાછા કાળા થઈ જશે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.