જોબ ઈન્ટરવ્યુંમાં વારંવાર થઇ જાવ છો રીજેક્ટ તો પંડિતજીના જણાવેલા આ ઉપાય કરીને જુવો.

0
139

જો તમને વારંવાર જોબ ઈન્ટરવ્યુંમાં રીજેક્શન મળી રહ્યું છે, તો પંડિતજીના જણાવેલા આ ઉપાય તમારી મદદ કરી શકે છે.

એક સારી જોબ મેળવવાના સપના તો દરેકના હોય છે અને તેના માટે આપણે ઘણી મહેનત પણ કરીએ છીએ. પણ ઘણી વખત એવું બને છે કે સક્ષમ હોવા છતાં પણ આપણને એ જોબ નથી મળી શકતી અને તેનું કારણ હોય છે જોબ ઈન્ટરવ્યું ક્લીયર ન કરી શકવું. જોબ માટે એજ્યુકેશન ક્વોલીફીકેશન હોવા પછી પણ ઈન્ટરવ્યુંમાં રીજેક્શન મળે છે.

એટલું જ નહિ, ક્યારેક ક્યારેક તો આપણે આપણી ક્ષમતાથી નીચી પોસ્ટ ઉપર જોબ માટે અપ્લાઈ કરીએ છીએ અને આપણે એ આશા રાખીએ છીએ કે આ જોબમાં તો આપણે સિલેક્ટ થઇ જ જઈશું. તેમ છતાં પણ ઈન્ટરવ્યુંમાં રીજેક્શન જ હાથ લાગે છે. તે સમયે ખરેખર ઘણી નિરાશા થાય છે અને આપણે સમજી નથી શકતા કે ખરેખર ગડબડ ક્યાં થઇ રહી છે.

બની શકે છે કે તે દરમિયાન તમારું ભાગ્ય તમારો સાથ ન આપી રહ્યું હોય અને એટલા માટે સરળતાથી મળતી નોકરીમાં પણ તમારે રીજેક્શનનો સામનો કરવો પડે છે. તો તે વખતે તમારે કાંઈક વધારાના ઉપાય અપનાવવાની જરૂર છે. તો આવો આજે તમને આચાર્ય વિકાસ શાસ્ત્રીજીએ જણાવેલા એવા ઉપાયો જણાવીએ જેને અપનાવીને તમે જોબ ઈન્ટરવ્યુંમાં સફળતા પ્રાપ્ત કરી શકો છો.

ભગવાન શંકરને ચડાવો જળ : જો તમને એવું લાગે છે કે જોબ રીજેક્શન પાછળનું કારણ તમારી ક્ષમતા કે દક્ષતા નથી. તો તે વખતે તમે નિયમિત રીતે ભગવાન શંકરની પૂજા કરો અને તેમને જળ જરૂર ચડાવો. જયારે તમે નિયમિત રીતે ભગવાન શંકરને જળ ચડાવશો તો તેનાથી તે તમારા કાર્યો વચ્ચે આવતી અડચણને દુર કરવામાં મદદ કરશે.

ભગવાન ગણેશની કરો પૂજા : ભગવાન ગણેશને વિઘ્નહર્તા કહેવામાં આવે છે. તે તમારા તમામ વિઘ્ન દુર કરે છે અને એટલા માટે તેમની પૂજાનો વિશેષ લાભ તમને મળશે. આમ તો તમે ભગવાન ગણેશની નિત્ય પૂજા કરી શકો છો. પણ બુધવારને ભગવાન ગણેશનો દિવસ માનવામાં આવે છે. એટલા માટે ખાસ કરીને આ દિવસે તમે 108 દુર્વાની ઉપરની કળીને ૐ ગં ગણપતયે નમઃ અથવા ૐ શ્રી વિઘ્નેશ્વરાય નમઃ મંત્રનો જાપ કરીને ભગવાનને અર્પણ કરો.

તમે એક બુધવારથી લઈને ત્રણ બુધવાર સુધી સતત આ ઉપાય અપનાવો. તે ઉપરાંત ગણેશ ચતુર્થીના દિવસે પણ આ ઉપાય જરૂર અપનાવો, સાથે જ તમે ભગવાન ગણેશને મોદક જરૂર ચડાવો. મોદક ભગવાન ગણેશને અતિ પ્રિય હોય છે અને એટલા માટે મોદક ચડાવવાથી ભગવાન ગણેશ પ્રસન્ન થાય છે.

દહીં-સાકરનું કરો સેવન : એવું માનવામાં આવે છે કે જ્યારે તમે ઘર માંથી બહાર કોઈ સારા કામ માટે જાવ છો તો દહીં-સાકર ખાઈને જવું જોઈએ. તેનાથી તમામ વિઘ્ન દુર થાય છે અને કાર્યમાં સફળતા મળે છે. એટલા માટે જો તમે જોબ ઈન્ટરવ્યું માટે જઈ રહ્યા છો કે પછી ઓનલાઈન જોબ ઈન્ટરવ્યું આપવાના છો, સૌથી પહેલા માતા પિતા અને વડીલોના આશીર્વાદ લો. ઘરના મંદિરમાં પૂજા કરો અને દહીં-સાકરનું સેવન કરીને જ ઇન્ટરવ્યુ આપો.

સંકટમોચન હનુમાનજી કરશે બધા સંકટ દૂર : રામ ભક્ત હનુમાનને સંકટમોચન કહેવામાં આવે છે, તેનો અર્થ છે કે જો હનુમાનજીનું ધ્યાન અને પૂજા કરવામાં આવે તો તેનાથી પણ તમારૂ સંકટ દુર થાય છે, પછી ભલે તે સંકટ તમને નોકરી ન મળી શકવાનું જ કેમ ન હોય.

જો તમે રોજ હનુમાન ચાલીસાના સંકટમોચન સહીતના પાઠ કરો છો અને મંગળવારે હનુમાનજીને ગોળ સાથે સંબંધિત વસ્તુઓનો ભોગ ચડાવો છો, તો તેનાથી તમને મનપસંદ નોકરી મળવામાં સરળતા રહેશે. તે ઉપરાંત જો તમે બજરંગ બાણના પાઠ કરો છો કે પછી દુર્ગા સરસ્વતીના પાઠ કરતી વખતે અર્ગલા નામના પાઠ કરવાથી પણ તમને તમારા કાર્યોમાં સફળતા મળશે.

આ માહિતી હર જિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.