કિસાન પેંશન યોજનાનું રજીસ્ટ્રેશન શરુ : દર મહિને મળશે 3000 રૂપિયા, જાણો આની સાથે જોડાયેલી બધી વિગત

0
7625

કેંદ્રની નરેન્દ્ર મોદી સરકારે ખેડૂતો સાથે જોડાયેલી પેંશન યોજના (Pradhan Mantri Kisan Pension Yojana) નું રજીસ્ટ્રેશન શરુ કરાવી દીધું છે. આ પેંશન સ્કીમ અંતર્ગત 5 કરોડ ખેડૂતોને 60 વર્ષની ઉંમર થયા પછી દર મહિને 3000 રૂપિયા પેંશનના રૂપમાં આપવામાં આવશે. અને જો આ યોજનાનો લાભ મેળવનાર ખેડૂતનું મૃત્યુ થઇ જાય છે, તો એની પત્નીને 50 % રકમ મળતી રહેશે. આ પ્રકારની જોગવાઈ એમાં કરવામાં આવી છે.

LIC ખેડૂતોના પેંશન ફંડને મેનેજ કરશે. અત્યાર સુધીમાં 418 ખેડૂત આ યોજના સાથે જોડાઈ ચુક્યા છે. તમને જણાવી દઈએ કે જેટલું પ્રીમિયમ ખેડૂત આપશે એટલી જ રકમ સરકાર પણ આપશે. જો કોઈ વચ્ચેથી યોજના છોડવા માંગે તો જમા રાશિ અને વ્યાજ એ ખેડૂતને પાછું મળી જશે. અને જો કોઈ ખેડૂતનું મૃત્યુ થઇ જાય છે, તો એની પત્નીને 1500 રૂપિયા પ્રતિ મહિને પેંશન મળશે.

કૃષિ મંત્રાલય પ્રધાનમંત્રી કિસાન યોજના અંતર્ગત 9 ઓગસ્ટથી ખેડૂતોનું રજીસ્ટ્રેશન શરુ થઇ ગયું છે. ખેડૂતની આવક બમણી કરવા માટે રાજ્ય સરકાર સાથે મળીને આ કામ કરવામાં આવી રહ્યું છે.

આ રીતે કરાવો રજીસ્ટ્રેશન :

પ્રધાનમંત્રી કિસાન યોજના માટે તમે કિસાન કોલ સેન્ટર નંબર 1800-180-1551 પર ફોન કરીને જાણકારી મેળવી શકો છો. એના સિવાય સામાન્ય સેવા કેંદ્ર (CSC) અને રાજ્યના નોડલ ઓફિસર (પીએમ – કિસાન) પણ રજીસ્ટ્રેશન કરશે.

ખેડૂતો સાથે સંબંધિત બધી કેન્દ્રીય યોજનાઓનો લાભ મળે એના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. જણાવી દઈએ કે, ખેડૂતો માટે પહેલા પણ ઘણી યોજનાઓ શરુ કરવામાં આવી છે. અને આ પીએમ કિસાન પેંશન યોજના અંતર્ગત 18 થી 40 વર્ષના ખેડૂત એનો લાભ મેળવી શકશે.

આ યોજના માટે આપવા પડશે આ ડોક્યુમેન્ટ્સ :

1. આધાર કાર્ડ : અરજી કરનાર ખેડૂત પાસે આધાર કાર્ડ હોવું જરૂરી છે.

2. ખસરા અને ખતૌની : એના માટે બીજા જરૂરી ડોક્યુમેન્ટમાં ખસરા એટલે કે તલાટીનું ખેતર અંગેનું પત્રક અને ખતૌની એટલે કે ખાતાવહીનો સમાવેશ થાય છે. તેમજ રાજસ્વ રેકોર્ડ કે જેનાથી ખબર પડે કે તમે ખેડૂત છો. ખસરા અને ખતૌની તલાટી બનાવે છે, એમાં ખેતીની જમીનની ડીટેલ હોય છે.

3. બચત ખાતું / જનધન ખાતું : એના સિવાય ખેડૂત પાસે બચત ખાતું / જનધન ખાતું હોવું જોઈએ.

4. મોબાઈલ નંબર : ખેડૂતનો મોબાઈલ નંબર બેંક એકાઉન્ટ અને આધાર કાર્ડ સાથે લિંક હોવો જોઈએ.

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી ન્યુઝ 18 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.