2 કરોડ રૂપિયા જતા કરીને આ હીરોઈને કહ્યું હું ઇન્ડિયન છું એટલે આ એડ….

0
2429

તેલુગુ ફિલ્મોની પ્રસિદ્ધ અભિનેત્રી સાઈ પલ્લવી હાલમાં જ બે કરોડનો સોદો નકારીને ચર્ચામાં આવી છે. બે કરોડનો સોદો નકાર્યા પછી હવે સાઈ પલ્લવીએ તે અંગે પોતાનું મૌન તોડ્યું છે. જણાવી દઈએ કે, સાઈ પલ્લવીને ૨ કરોડની ફેયરનેસ ક્રીમની જાહેરાતની ઓફર મળી હતી, જેનો તેણે અસ્વીકાર કરી દીધો હતો. અને ત્યાર પછીથી જ તે ચર્ચામાં છે.

આ સંપૂર્ણ બાબતમાં દરેક જાણવા માંગે છે કે, ખરેખર સાઈ પલ્લવીએ બે કરોડની જાહેરાતને એક ઝટકામાં જ કેમ નકારી દીધી. જો કે અભિનેત્રીઓ તો આવા પ્રકારની ઓફરની હંમેશા રાહ જોતી હોય છે. તો આવો જાણીએ કે અમારા આ લેખમાં તમારા માટે શું વિશેષ છે.

તેલુગુ ફિલ્મોમાં પોતાનું નામ પ્રસિદ્ધ બનાવનારી સાઈ પલ્લવીએ, હાલમાં જ બે કરોડ રૂપિયાની ઓફરનો અસ્વીકાર કરી દીધો. ત્યાર બાદ દરેક વ્યક્તિ તે પ્રશ્નનો જવાબ જાણવા ઈચ્છે છે કે, ખરેખર તેમણે એવું કેમ કર્યું? હાલમાં જ સાઈ પલ્લવીએ એક ઈન્ટરવ્યુંમાં આ રહસ્ય ઉપરથી પડદો દુર કરી દીધો, અને તેની પાછળનું કારણ જાહેર કરી દીધું. સાઈ પલ્લવીએ ઘણી બધી ફિલ્મોમાં કામ કર્યું છે, જેને કારણે જ તેણે તેલુગુ ફિલ્મોમાં પોતાના અભિનયનો જાદુ પાથર્યો છે.

તો એટલા માટે સાઈ પલ્લવીએ અસ્વીકાર કરી બે કરોડની ઓફર :

સાઈ પલ્લવીએ એક ઈન્ટરવ્યુંમાં જણાવ્યું કે, તે ફેયરનેસ ક્રીમની જાહેરાત કરી શકતી ન હતી. કેમ કે તે ભારતીય છે અને તેનો રંગ યોગ્ય છે. સાઈ પલ્લવીનું માનવું છે કે આવા પ્રકારની જાહેરાત મહિલાઓને ખોટી માહિતી આપે છે. એટલા માટે મેં આ જાહેરાતનો અસ્વીકાર કર્યો. સાઈ પલ્લવીએ સ્પષ્ટ કહ્યું છે કે, તે આવા પ્રકારની કોઈપણ જાહેરાતનો ભાગ ક્યારે પણ બહિ બને, જે મહિલાઓને એક ખોટી માહિતી આપે છે. કારણ કે તેમનું માનવું છે કે રંગ જેવો છે, તેવો જ ઘણો સારો છે.

મેકઅપમાં વિશ્વાસ નથી ધરાવતી સાઈ પલ્લવી :

સાઈ પલ્લવીને પોતાના ચહેરા ઉપર મેકઅપ કરવાનું પસંદ નથી. એટલું જ નહિ, તે હંમેશા પોતાની ચહેરો જેવો છે તેવો જ દેખાડવા માંગે છે. પરંતુ ફિલ્મોને કારણે થોડો ઘણો મેકઅપ કરવો પડે છે. સાઈ પલ્લવી કહે છે કે, તેને મેકઅપમાં વિશ્વાસ નથી. કારણ કે તેનું માનવું છે કે તેનો ચહેરો જેવો છે તેવો જ ઘણો સુંદર છે. સાઈ પલ્લવીનું ફેન ફોલોઈંગ પણ એટલા માટે જ જોરદાર છે, કેમ કે તે વધુ મેકઅપ નથી કરતી, પરંતુ નેચરલ જ રહે છે.

પહેલી જ ફિલ્મથી હીટ છે સાઈ પલ્લવી :

સાઈ પલ્લવીએ પોતાની પહેલી જ ફિલ્મ ‘ફિદા’ થી જ દર્શકોના મન જીતી લીધા હતા. ત્યાર બાદ તેમણે ઘણી બધી ફિલ્મો કરી છે. એટલું જ નહિ, નાની એવી ફિલ્મી કારકિર્દીમાં સાઈ પલ્લવીને ઘણા બધા એવોર્ડ્સ પણ મળી ચુક્યા છે. સાઈ પલ્લવીને ફિલ્મ ‘પ્રેમમ’ માં ‘મલાર’ નું પાત્ર ભજવવા માટે એવોર્ડ પણ મળી ચુક્યો છે. સાઈ પલ્લવીનો અભિનય અને સુંદરતા બન્ને જ તેમના ફેંસ ઘણા પસંદ કરે છે.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.