પેટની ચરબીને ઓછી કરવા માટે રોજ કરો આ એક આસન, ક્લિક કરી જાણો કેવી રીતે કરવું આસન

0
1371

મિત્રો, શારીરિક વ્યાયામનો અભાવ અને ખોટા ખાન પાનને કારણે ઘણા બધા લોકોનું વજન વધી જાય છે. અને વધતા વજનથી જ પરેશાન રહેતા લોકો વજન ઘટાડવા કે પેટની ચરબીને ઓછી કરવા ઘણા પ્રયત્ન કરે છે અને અલગ અલગ પ્રયોગ અને ઉપાય પણ અપનાવે છે. છતાં પણ એનાથી કોઈ વધારે ફરક જોવા મળતો નથી. અમુક લોકો વધતા વજનને મેઇન્ટેઇન કરવા માટે ખાવાનું પણ ઓછું કરી દે છે, પરતું એવા લોકો એ નથી જાણતા કે ખાવાનું બંધ કરી દેવાથી શરીરમાં અશક્તિ આવી જાય છે, અને વજનમાં પણ કોઈ ફેરફાર થતો નથી.

વજન વધવાના ઘણા કારણો હોય છે. અને આજે આપણે એના વિષે ચર્ચા નથી કરવાના. આજે અમે તમને પેટની ચરબી ઓછી કરવાના ઉપાય જણાવવાના છીએ. તો મિત્રો, જો તમે દરેક પ્રકારના પ્રયત્ન કરવા છતાં પેટની ચરબી ઓછી નથી કરી શકતા, તો જણાવી દઈએ કે તમે એક આસન કરીને પણ ચરબી ઓછી કરી શકો છો.

જાણકારી માટે જણાવી દઈએ કે, આ આસન પેટની ચરબીને ઓછી કરવાની સાથે સાથે શરીરમાં રક્ત સંચાર વધારવામાં પણ ખુબ જ ફાયદાકારક છે. આજે અમે તમને એ આસન વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે આસન યોગ્ય રીતે કરવાથી કોઈ પણ વ્યક્તિ પોતાના પેટની વધારાની ચરબી દુર કરી શકે છે. તો ચાલો જાણી લઈએ આસન કરવાની યોગ્ય રીત.

આ આસન કરવા માટે સૌથી પહેલા ઘુટણના બળ પર પાછળ પગ કરીને બેસી જવું, અને કમર એકદમ સીધી ટટ્ટાર રાખવી(વજ્રાસની મુદ્રા).

ત્યારબાદ ઊંડો શ્વાસ લઈને તમારા શરીરના ઉપરના ભાગને ધીરેથી સામેની તરફ ઝુકાવો. આમ કરતા સમયે બંને હાથ પાછળની તરફ રાખવા અને પ્રયત્ન કરવો કે માથું નીચે જમીનને અડે.

ત્યારબાદ જેટલું બની શકે એટલા સમય સુધી એ જ અવસ્થામાં રહેવા પ્રયત્ન કરવો.

પછી શ્વાસ છોડતા છોડતા શરીરના ઉપરના ભાગને ઉઠાવીને ફરીથી વજ્રાસનની મુદ્રામાં આવી જવું.

ખાસ નોંધ : જે લોકોને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા હોય એમણે આ આસન કરવાથી બચવું જોઈએ.

આ રીતે રોજ આ આસન કરો. શરૂઆતમાં મુશ્કેલી આવશે પણ પાછળથી ફાયદો થશે. આ આસનથી થતા ફાયદાની વાત કરીએ, તો આ આસન કરવાથી શરીરનો થાક પણ દુર થઇ જાય છે, એ સિવાય કબજિયાત અને એસીડીટીની સમસ્યા પણ દુર થાય છે. એટલા માટે જે વ્યક્તિને એસીડીટી અને કબજિયાત જેવી બીમારી થતી હોય, એના માટે આ આસન ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે.

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.