એક સર્વેમાં સાબિત થયું છે ઈલાયચી બ્લડપ્રેશર ઘટાડે છે જાણો ઈલાયચી ના ફાયદા

0
2804

આજકાલ ઘણા લોકોને બ્લશપ્રેશરની સમસ્યા રહે છે, અને આ સમસ્યા ગંભીર પણ છે. જેને બ્લશપ્રેશરની સમસ્યા રહેતી હોય એવા લોકોએ એને નિયંત્રણમાં રાખવા માટે દવાઓનું સેવન કરતા રહેવું પડે છે. પણ એના માટે દેશી ઉપચાર કરવા પણ તમને ઘણો ફાયદો પહોંચાડે છે. અને આજે અમે તમને આ લેખમાં બ્લશપ્રેશરની સમસ્યામાં ફાયદાકારક સાબિત થતી એક એવી જ વસ્તુ વિષે જણાવીશું.

જાણકારી માટે જણાવી દઈએ કે, ઘરના રસોડામાં વપરાતી વસ્તુઓ જેવી કે અજમો, મેથી, લસણ, હળદર, ઈલાયચી વગેરે ઔષધરત્ન છે. અને આ બધામાં ઇલાયચી ત્રણેય દોષોમાં પરિણામદાઇ છે. ઇલાયચી મોટાભાગના દરેક ઘરગથ્થું ઉપચારમાં મહત્વરૂપ ઔષધ છે. અને આજે અમે તમને તેનો બ્લશપ્રેશરની સમસ્યામાં કરવામાં આવતો એક મહત્વનો ઉપયોગ જણાવીશું.

ઈલાયચી કરશે પ્રેશરને કંટ્રોલ આ વાત સર્વે કરે છે સાબિત :

મિત્રો જેવું કે તમે બધા જાણો છો એમ આજના આ દોડધામવાળા જીવનમાં મોટા ભાગના લોકો હાઈ બ્લડ પ્રેશરથી પરેશાન છે. આ કારણે ઘણા લોકો તો સવારે પ્રેશરની ગોળી લેવાનું ભૂલતા નથી, જેથી આખો દિવસ એમને કોઈ મુશ્કેલી ન થાય. તો એવા લોકો માટે એક સારી વાત જણાવીએ કે, તમે તમારું બ્લડ પ્રેશર ઇલાઈચીની મદદથી કંટ્રોલમાં રાખી શકો છો.

અને આ વિષયમાં થયેલ એક સર્વે સાબિત કરે છે કે, ઈલાયચી બ્લડપ્રેશર ઘટાડે છે. જી હા, વર્ષ 2008 journal of Ethnopharmacology, ફેબ્રુઆરીમાં એક સ્ટડી કરવામાં આવી હતી જેના મુજબ કહી શકાય છે કે ઇલાયચી બ્લડ પ્રેશર ઘટાડે છે.

એ તો તમે જાણતા જ હશો કે, સામાન્ય રીતે 120/80 mmHg ને સામાન્ય બ્લડ પ્રેશર ગણવામાં આવે છે. અને 140/90 mmHg થી ઉપરનાને હાઈબ્લડ પ્રેશર ગણવામાં આવે છે. જેને હાઈ બ્લડપ્રેશર રહેતું હોય એવા લોકો માટે ઈલાયચી ઘણી ફાયદાકારક સાબિત થાય છે.

3 ગ્રામ ઈલાયચીનું સેવન આ સમસ્યા માટે બનશે અસરકારક :

જાણકારી માટે જણાવી દઈએ કે, ડિસેમ્બર 2009 માં ‘indian journal of bio chemistry and biobhysics’ માં જણાવ્યા અનુસાર 20 વ્યક્તિને રોજ ત્રણ ગ્રામ ઈલાયચી પાઉડર 12 અઠવાડીયા સુધી આપવામાં આવ્યો હતો. આ દરમિયાન તેમનું પ્રેશર રોજ માપવામાં આવતું. બાર અઠવાડિયાના અંતે તેમનું સિસ્ટોલિક અને ડાયસ્ટોલિક એમ બંને બ્લડ પ્રેશરમાં ઘટાડો થયો હતો. આમ 3 ગ્રામ ઈલાયચી 3 મહિના સુધી રોજ લેવામાં આવે, તો તે બ્લડ પ્રેશર ઘટાડવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ.

ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.