ખાલી આ પરેજી પાળશો તો પણ 30 ટકા જેટલા ઓછા થઇ જશે સફેદ દાગ

0
1906

આજકાલ ઘણા બધા લોકો ત્વચા સંબંધિત બીમારીઓથી પરેશાન છે. અને આવી બીમારીઓ લાંબા સમયના ઉપચાર પછી જ દુર થાય છે. અંગ્રેજી દવાઓના લાંબા સમયના ઉપયોગથી પણ તમને એમાં વધારે રાહત નથી મળતી. પણ આયુર્વેદમાં એનો ઈલાજ છે. જે આજે અમે તમને જણાવીશું.

ત્વચા સંબંધિત બીમારીઓમાંથી એક છે સફેદ દાગ પડવા. એને મેડીકલ સાઈન્સની ભાષામાં વીટીલીગો કહેવાય છે. આ બીમારીને સારી કરવા માટે જરૂરી ઘરગથ્થું ઉપચારની મદદ લઇ શકો છો. તે શરીરના જુદા જુદા ભાગ જેવા કે હાથ, પગ, ચહેરો, હોઠ, આંખોની આજુ બાજુ અને મોઢા ઉપર ક્યાય પણ થઇ શકે છે.

તેમજ આ સફેદ દાગ થવા પાછળનું સાચું કારણ અત્યાર સુધી જાણી શકાયું નથી. પણ મોટા મોટા જાણકારોનું માનવું છે કે આ એક ઓટો-ઈમ્યુન ડીસઓર્ડર છે. જેમાં આપણા શરીરની ઈમ્યુન સીસ્ટમ જાતે જ મેલાનોસાઈટ્સ કે મેલેનીન ઉત્પન કરનારી કોશિકાઓ ઉપર હુમલો કરી દે છે. આ રોગના અન્ય કારણોમાં સૂર્યના પ્રકાશમાં વધુ સમય સુધી રહેવું, ખુબ વધુ તણાવ લેવો અને વિટામીન B12 ની ઉણપ પણ હોઈ શકે છે. આવો આજે તમને એનાથી છુટકારો મેળવવાના થોડા ઘરગથ્થું ઉપચારો વિષે જણાવીએ. જેનાથી તમે ઘણે અંશે કોઈ પણ આડ અસર વગર એને ઠીક કરી શકો છો.

(1) કુવારપાઠું : જાણકારી માટે જણાવી દઈએ કે કુવારપાઠુંમાં રહેલા એન્ઝાઇમ એટલે કે ઉત્તેચકો આપણી ત્વચાની કોશિકાઓને ફરી વખત બનાવવામાં મદદ કરે છે. જેનાથી સફેદ દાગની સમસ્યાને દુર કરવામાં મદદ મળે છે. કુવારપાઠુંમાં વિટામીન E, A, C, B12 અને ફૌલીક એસીડ હોય છે, જો કે એન્ટી-ઓક્સીડેંટ જેવું કામ કરે છે. કુવારપાઠુંના ટુકડાને સફેદ દાગ ઉપર ઘસવાથી તે 2-3 મહિનામાં ઘણે અંશે સારા થઇ જાય છે.

(2) મૂળાના બીજ : મૂળાના બીજ એક આયુર્વેદીક ઔષધી છે જે સફેદ દાગને દુર કરવામાં મદદ કરે છે. તેની પેસ્ટ બનાવીને તમે તમારા દાગ ઉપર લગાવી શકો છો. એના માટે 25 ગ્રામ મૂળાના બીજને વાટી લો અને તેને 2 ચમચી વિનેગરમાં ભેળવો. તેને અડધો કલાક લગાવીને રાખ્યા પછી ધોઈ લો. તેનાથી દાગ ઓછા થાય છે.

(3) એપ્પલ સાઈડર વિનેગર : તેમાં એન્ટી માઈક્રોબીયલ ગુણ હોય છે, જે ફંગસને દુર કરી શકે છે. તેનાથી શરીરના સફેદ દાગ દુર કરવામાં ઘણી મદદ મળે છે. તેનો ઉપયોગ કરવા માટે એપ્પલ સાઈડર વિનેગરને પાણી સાથે ભેળવીને ત્વચા ઉપર લગાવો. તમે તે રોજ લગાવી શકો છો.

(4) નારીયેળ તેલ : નારીયેળ તેલમાં એન્ટી-ઈમ્ફ્લેમેંટરી, એન્ટી ફંગલ અને એન્ટી બેક્ટેરીયલ ગુણ હોય છે. તેથી તે પિગમન્ટેશનનું કામ કરે છે. થોડા અઠવાડિયા સુધી નારીયેલનું તેલ ત્વચા ઉપર લગાવવાથી સફેદ દાગ ઓછા થઇ જાય છે.

(5) લાલ માટી : લાલ માટીમાં તાંબુ વધુ પ્રમાણમાં હોય છે, જે ત્વચાને પિગમન્ટેશનનું કામ કરે છે અને સફેદ દાગને ઓછા કરવામાં મદદ કરે છે. શરીર પરના સફેદ દાગને દુર કરવાં લાલ માટીમાં આદુનો રસ ભેળવી લો. અને તેને અસર વાળી જગ્યા ઉપર લગાવો. એક કલાક પછી એને ધોઈ લો. થોડા મહિના સુધી આ રીતે એનો ઉપયોગ કરો. તમને ફાયદો જોવા મળશે.

આ તો થયા એના ઘરેલું ઉપાય. પણ એની સાથે તમે નીચે જણાવેલી થોડી પરેજીઓ પાળો તો તમને એમાં 30 % ફાયદો તો પરેજીથી જ મળી જશે.

ઈંડુ, માંસ, માછલી, ચા, તેલ (રીફાઇન્ડ), ચીકળું ભોજન, ગોળ, સફેદ મીઠું, ખારાશ, વધુ મસાલેદાર, અરબી, ભીંડા, ભાત, અડદની દાણ, દારૂ અને નશીલી વસ્તુ સેવન ન કરો.

કયારેય પણ મીઠાઈ, દૂધ, દહીં, રબડી વગેરેનું સેવન એક સાથે કરવું જોઈએ નહિ.

તેમજ શરીરના ઝેરીલા તત્વ બહાર નીકાળવાથી રોકવા નહિ, જેમ કે મળ, મૂત્ર, પરસેવો (પરસેવો આવવા પર ડીઓ, પાઉડર લગાવો નહિ).

સફેદ મીઠુંનો ઉપયોગ બિલકુલ પણ કરતા નહિ. સેંધા (સિંધવ) કે કાળા મીઠાનો ઉપયોગ પણ ઓછી માત્રામાં કરો.

ખાવા યોગ્ય પદાર્થ : હળદર, તુરીયા, બીટ, કાકડી, ગાજર, પૈપયું, અંજીર, ખજૂર, કાળા તલ, થુલું સાથે લોટની રોટલી, શુદ્ધ દેશી ઘી, ખીચડી, મગ, બદામ, કિસમિસ, કાળા ચણા વગેરે.