144Hz રિફ્રેશ રેટ ડિસ્પ્લેની સાથે Redmi K30S થયો લોન્ચ

0
110

લોન્ચ થયો Redmi K30S, ફાસ્ટ ચાર્જિંગ ની સાથે આપ્યું આ 5G પ્રોસેસર, જાણો ફીચર્સ. શાઓમીએ પોતાની કે સિરીઝનો નવો સ્માર્ટફોન રેડમી કે 30 એસ (Redmi K30S) સત્તાવાર રીતે લોન્ચ કરી દીધો છે. રેડમી કે 30 (Redmi K30), રેડમી કે 30 પ્રો (Redmi K30 Pro) અને રેડમી કે 30 અલ્ટ્રા (Redmi K30 Ultra) પછી આ શ્રેણીનો આ ચોથો ફોન છે, જે Mi 10T નું રિબ્રાંડેડ વર્ઝન છે. રેડમી કે 30 એસમાં 144 હર્ટ્ઝનમી ડિસ્પ્લે આપવામાં આવી છે. આ સિવાય તેમાં સ્નેપડ્રેગન 865 પ્રોસેસર છે. રેડમી કે 30 એસમાં ટ્રિપલ કેમેરા સેટઅપ છે.

રેડમી કે 30 એસની કિંમત : રેડમી કે 30 એસનાં 128 જીબી મોડેલની કિંમત સીએનવાય 2,599 એટલે કે લગભગ 28,600 રૂપિયા, અને 256 જીબી મોડેલની કિંમત સીએનવાય 2,799 એટલે લગભગ 31,000 રૂપિયા છે. આ ફોન 11 નવેમ્બરથી ઇન્ટરસેલર બ્લેક અને મૂનલાઇટ સિલ્વર કલર વેરિઅન્ટમાં ચીનમાં વેચવામાં આવશે. ભારતમાં હાલમાં આ ફોન લોન્ચ થવાના કોઈ સમાચાર નથી. જણાવી દઈએ કે Mi 10T ને તાજેતરમાં ભારતમાં 35,999 રૂપિયાની પ્રારંભિક કિંમતે લોન્ચ કરવામાં આવ્યો છે.

રેડમી કે 30 એસ સ્પેશિફિકેશન : ફોનમાં એન્ડ્રોઇડ 10 બેસ્ડ MIUI 12 છે. આ સિવાય તેમાં 6.67 ઇંચની ફુલ એચડી પ્લસ ડિસ્પ્લે છે, જેનું રેઝોલ્યુશન 1080 x 2400 પિક્સલ્સ છે અને રિફ્રેશ રેટ 144 Hz છે. ડિસ્પ્લે પર ગોરિલા ગ્લાસ 5 નું પ્રોટેક્શન પણ છે. ફોનમાં સ્નેપડ્રેગન 865 પ્રોસેસર, 8 જીબી રેમ અને 256 જીબી સુધીનું સ્ટોરેજ છે.

રેડમી કે 30 એસનો કેમેરો : રેડમી કે 30 એસમાં ત્રણ રીઅર કેમેરા છે જેમાં મુખ્ય લેન્સ 64 મેગાપિક્સલનો સોની આઇએમએક્સ 682 સેન્સર છે, જ્યારે બીજો લેન્સ 13 મેગાપિક્સલનો છે, ત્રીજો લેન્સ 2 મેગાપિક્સલનો મેક્રો શૂટર છે. સેલ્ફી માટે 20 મેગાપિક્સલનો લેન્સ મળશે.

રેડમી કે 30 એસની બેટરી : કનેક્ટિવિટી માટે તેમાં 5G, 4G LTE, Wi-Fi 6, બ્લૂટૂથ વી 5.1, જીપીએસ / એ-જીપીએસ, એનએફસી અને ટાઇપ-સી પોર્ટ છે. ફોનના પાવર બટનમાં ફિંગરપ્રિન્ટ સેન્સર છે. તેમાં 5000 એમએએચની બેટરી છે, જે 33 વૉટ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.