શું તમે દવાઓ ખરીદતી વખતે ધ્યાન આપ્યું છે કે તેના પર છાપેલી લાલ પટ્ટીનો અર્થ શું થાય?

0
2680

દરેક લોકો થોડા બીમાર થવા પર મેડિલક માંથી દવા ખરીદતા હોય છે. આવી સ્થિતિમાં આપણને પૂરતી જાણકારીના હોવાના કારણે આપણે એવી દવાઓ લઈએ છીએ, જે દવાઓ ડોકટરે લખી આપેલી ચીઠ્ઠી વગર ન જ લેવી જોઈએ. છતાં પણ જાણકારીના અભાવે આપણે કોઈપણ પ્રકારે એવી દવાઓ લઇએ છીએ, અને તેને ખાવાના પરિણામ સ્વરૂપે આપણને ઘણી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ વધી શકે છે.

મિત્રો દરેક વ્યક્તિ દવા એટલા માટે લે છે જેથી તે બીમારીને દુર કરી શકે. અને જો તમે પણ સ્વાસ્થ્યને સારું રાખવા માંગતા હોય, તો તમારે પણ કેટલીક દવાઓ ખરીદતા સમયે થોડી વાતોનું ધ્યાન રાખવાની ખુબ જરૂર છે. તો એના માટે આજે અમે તમને દવા સાથે સંબંધિત કેટલીક એવી વાતો જાણવાના છીએ, જેથી તમે દવા લેતા સમયે એનું ધ્યાન રાખીશો તો તમે સ્વસ્થ રહેશો. તેમજ આ પ્રકારની જાણકારી દરેક વ્યક્તિને ખબર હોવી જ જોઈએ. જેથી કોઈ ને આવી દવાના કારણે બીમારી દૂર કરવાની જગ્યાએ વધી ન જાય.

દુનિયાની દરેક વ્યક્તિ દવા તો લે જ છે. પણ દવા લેતા સમયે તેના પર છાપેલા નિશાની કે અક્ષર વિષે નથી જાણતા, કે તે શા માટે લખવામાં આવ્યું છે. હકીકતમાં તે તમારી જાણકારી માટે લખવામાં આવે છે. એટલા માટે આજે અમે તમને આના વિષે સંપૂર્ણ જાણકારી આપવાના છીએ, તો ચાલો જાણી લઈએ.

1. દવાઓ પર જોવા મળતી લાલ પટ્ટીનો અર્થ શું થાય છે?

મિત્રો તમને કોઈ વ્યક્તિ કે દુકાનદાર આ પ્રકારની દવા ડોક્ટરની ચિઠ્ઠી વગર આપે, તો તમારે આનો ઉપયોગ કરવો જોઈએ નહી. કારણ કે આ પ્રકારની દવાને ડોક્ટરની ચિઠ્ઠી વગરના વેચી શકાય કે ના ખરીદી શકાય અને ન તો એનો  ઉપયોગ કરી શકાય. દવાઓ પર આ લાલ પટ્ટી એટલા માટે લગાવવામાં આવે છે કે એન્ટિબાયોટિક દવાઓનો ઉપયોગ કોઈ ખોટી રીતે કોઈ કરવા જોઈએ નહિ.

2. RX નો અર્થ શું થાય?

ઘણી બધી દવાઓ પર લાલ પટ્ટીની સાથે RX પણ લખેલું હોય છે. તેવી દવાને ડોક્ટરની સલાહ લીધા વગર લેવી જોઈએ નહિ. જો તમને કોઈ ડોકટર આ દવા લખી આપે અને કેટલા પ્રમાણમાં લેવાનું તે જણાવે પછી જ તમારે આ દવાનો ડોકટરના જણાવ્યા અનુસાર ઉપયોગ કરવાનો છે.

3. NRXનો અર્થ?

મિત્રો તમારી જાણકારી માટે જણાવી દઈએ કે NRX લખેલી દવાઓ એજ ડોક્ટર આપી શકે છે જેની પાસે નશીલી દવાઓનું લાઇસેન્સ હોય.

4. XRX નો અર્થ?

મિત્રો જે દવા પર XRX લખ્યું હોય તે દવા તમને મેડીકલ સ્ટોર પર મળશે નહિ. કારણ કે આ દવા ફક્ત ડોક્ટર જ આપી શકે છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.