ખેતી જગતમાં ખડભડાટ હવે થશે કૂવા પણ રીચાર્જ, સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યા છે આ સમાચાર.

0
1415

ગુજરાતનાં જામનગર જિલ્લાના કાલાવાડ તાલુકામાં મોટા ભાડુકિયા ગામના ખેડૂત કથીરિયા પંકજભાને પ્રથમ વર્ષેમાં જ કૂવા રીચાર્જની પદ્ધતિનો પ્રયોગ કર્યા બાદ જબરી સફળતા મળી છે. આ રિચાર્જ એ કોઈ ફોનનું કે ટીવીનું રિચાર્જ નથી. આ રિચાર્જ એ કૂવાનું વરસાદના પાણીથી રીચાર્જ કરવાની પધ્ધતિ છે. પહેલા વરસાદમાં જ 125 ફૂટ ઊંડા કૂવામાં 85 ફૂટ સુધી પાણીનો સંગ્રહ થઈ ગયો છે. હવે આ વર્ષે ચોમાસુ સારું ના જાય તો પણ ખેતરમાં સિંચાઇ માટે પાણી મેળવી લીધું છે. ખમતીધર પંકજભાઈ અન્ય ખેડૂતો માટે પ્રેરણાદાયક બની ગયા છે.

જામનગર જિલ્લામાં કાલાવાડ તાલુકામાં મોટા ભાડુકિયા ગામના ખેડૂતે આ વર્ષે નવા પ્રકારનો પ્રયોગ કરીને પોતાની વાડીમાં જ કૂવામાં વરસાદના પાણીનો સંગ્રહ કર્યો છે. એમણે એના માટે પાઇપ મુકીને કૂવો રીચાર્જ કરવાની નવી પદ્ધતિનો ઉપયોગ કર્યો છે. તાજેતરમાં ભારે વરસાદને કારણે આ ખેડૂતની વાડીમાં કૂવામાં અને ખેતરમાં પાણી ભરાવાના કારણે ભૂર્ગભજળ ઉંચા આવ્યા છે. એમનો એન નવી જાતનો આ પ્રયોગ સફળ થઈ ગયો છે.

કેવી રીતે કરે છે પંકજભાઇ કૂવાને રિચાર્જ?

કથીરીયા પંકજભાઇને પાણીની સમસ્યાનો ઉકેલ શોધી કાઢીને આ વર્ષે કૂવાને રીચાર્જ કરવાનો વિચાર આવ્યા બાદ, જાત મહેનતે કરીને કૂવાની આજુબાજુમાં ફેન્સીંગ કરી. એન કૂવાની બાજુમાં 8 ફૂટની ઉંડાઇએ ખાડો કર્યો, તેમાં પથ્થરો ભરીને બંધ કરી દીધો. ત્યાર બાદ તેની બાજુમાં જ 30 બાય 30 ફૂટનો ખાડો કરીને તેમાં પ્લાસ્ટિકના પાઇપ મુકી તેનું જોડાણ સીધુ કૂવામાં ગોઠવી દીધું

આયોજન પૂર્વક આ રીતે કૂવો રીચાર્જ કરવા માટે આ પદ્ધતીનો ઉપયોગ કર્યા બાદ પ્રથમ વરસાદે ખેતરમાં પાણી ભરાયા હતા, તેમાંથી છ-સાત જુદા જુદા પાઇપ વડે કૂવામાં પાણીનો ધોધ છૂટયો અને જળસંગ્રહ કરવામાં ધારી એના કરતાં વધુ સારી સફળતા મળી છે. પંકજભાઈના કૂવા રીચાર્જનો વીડિયો સોશિયલ મીડીયા પર વાયરલ થતાં જામનગર જિલ્લાના ખેડૂતોને પ્રેરણા મળતા કૂવા રીચાર્જની આ પદ્ધતિનો ઉપયોગ કરવા લાગ્યા છે. અને દરેક ખેડૂતને આ પધ્ધતિનો ઉપયોગ કરવા માટે સલાહ આપી રહ્યા છે. જેથી પાણીની સમસ્યાથી કાયમ માટે છુટકારો મળી રહે.

કાલાવાડ તાલુકાના મોટા ભાડુકિયા ગામના ખેડૂત પંકજભાઇ પરસોતમભાઇ કથીરીયાએ આ વર્ષે ખેતરમાં કૂવો રીચાર્જ કરવા માટે આઠ પાઇપ મારફત આયોજન પૂર્વક વરસાદનું પાણી કૂવામાં સંગ્રહ થાય તેવી ગોઠવણી કરી હતી. ભારે વરસાદ પડતા પંકજભાઇની 50 વિઘા ખેતીની જમીનમાં પાણી ભરાયા બાદ ચારેય બાજુ આઠ પાઇપની ગોઠવણ કરીને 125 ફૂટના કૂવામાં જોડાણ આપવામાં આવ્યું હતું.

પ્રથમ વરસાદ દ્વારા 125 ફૂટ ઉંડા કૂવામાં વરસાદી પાણીનો 85 ફૂટ સુધી સંગ્રહ થયો છે. ત્યારે આ વખતે પંકજભાઇએ કપાસના પાકનું વાવેતર કર્યુ છે. અને હવે ચોમાસા દરમિયાન એકપણ વરસાદ ન પડે તો પણ પંકજભાઇને ચિંતા જ નથી. કેમ કે, કૂવો રીચાર્જ થઈ જવાને કારણે હવે કપાસના પાક માટે સિંચાઇનું પાણી પ્રર્યાપ્ત માત્રામાં મળી ગયું છે. મોટા ભાડુકિયા ગામના ખેડૂત આગેવાન પંકજભાઇના કૂવા રીચાર્જના નવતર પ્રયોગના પગલે સમગ્ર કાલાવાડ તાલુકામાં ખેડૂતોને નવી પ્રેરણા મળી છે. અને સોશિયલ મીડિયામાં તેમનો વીડિયો વાયરલ થતાં હવે ખેડૂતો પણ પોતાની વાડીમાં કૂવો રીચાર્જ કરવા માટે પદ્ધતિનો ઉપયોગ કરવા તરફ આગળ વધી રહ્યા છે.

પાણીનો સંગ્રહ કરવાની બીજી રીતો નીચે મુજબ છે. એના વડે પણ તમે વરસાદના પાણીનો સંગ્રહ કરીને એનો ઉપયોગ કરી શકો છો.

રિચાર્જ પીટ (Recharge Pit) : આ ટેકનીકની મદદથી તમે ભૂગર્ભ જળના સ્તરને વધારી શકો છો. આ મુખ્યત્વે 1 મીટર પહોળો અને લગભગ 6 મીટર ઊંડો ખાડો હોય છે. એમાં વચ્ચે વચ્ચે ઘણા કાણા હોય છે, જેનાથી અલગ અલગ લેવલ પર ભૂગર્ભ જળ રિચાર્જ થાય છે.

રેઇન બેરલ (Rain Barrel) : મિત્રો વરસાદના પાણીનો સંગ્રહ કરવાની આ સૌથી સરળ રીત છે. એના માટે તમારે ધાબા પરથી આવતા પાઇપને એક બેરલ(ડ્રમ) સાથે જોડી દેવાનો છે. એમાં નીચે રાખેલા ડ્રમમાં ધાબા પરનું બધું પાણી ભેગુ થઇ જશે. એને તમે પાછળથી ઉપયોગમાં લઇ શકો છો.

રેઈનવોટર સીરીંજ સિસ્ટમ (Rainwater Syringe System) : જણાવી દઈએ કે, આ ટેક્નિકની શોધ કેરલના કે.જે. અંતોજી(KJ Antoji) એ કરી હતી. આની મદદથી તમે જમીનમાં બોરવેલ જેવો ઊંડો ખાડો બનાવીને એમાં વરસાદના પાણીનો સંગ્રહ કરી શકો છો. પછી જરૂર પડ્યે મોટરની મદદથી એને બહાર ખેંચી ઉપયોગમાં લઇ શકો છો.

અપસાયકલેડ બોટલ રેઇન ચેઇન (Upcycled Bottle Rain Chain) : બોટલ રેઇન ચેઇનમાં તમારે પીવીસીના પાઇપનો ઉપયોગ નથી કરવાનો હોતો. વરસાદના પાણીને બચાવવા માટે તમારે બસ અમુક કાચની બોટલ, એક ચેઇન અને એક ડ્રમની જરીર પડશે. આ દેખાવમાં પણ ઘણું સુંદર લાગે છે. એમાં બોટલોને વચ્ચેથી તોડી એની ધારને ઘસીને કોઈને વાગે નહિ એવી કરી દેવાની છે. પછી એમાંથી એક ચેઇન પસાર કરીને બોટલના મોં નીચેની તરફ રહે એ રીતે લટકાવી દેવાનું છે. પાણી એમાંથી પસાર થઈને સીધું ડ્રમમાં આવી જશે.

રેઇન સોસર (Rain Saucer) : ઉંધી છત્રી જેવા દેખાતા આ ડિવાઈઝને તમે પોતાના ઘરે જ બનાવી શકો છો. એના માટે તમારે એક ડ્રમ અને બે પહોળા પ્લાસ્ટિક કન્ટેઈનર્સની જરૂર પડે છે. એની મદદથી તમે આકાશમાંથી આવતા વરસાદના પાણીને સીધું જ સ્ટોર કરી શકો છો.

રેઇન વોટર રિસર્વોઇર (Rain Water Reservoir) : આ રીતમાં ધાબા પરથી આવતા વરસાદના પાણીને એક ટેંકમાં ભેગું કરવામાં આવે છે. ત્યારબાદ એને ગાળીને ભૂગર્ભ ટેંકમાં સંગ્રહ કરવા માટે મોકલી દેવામાં આવે છે.