આપણા પૂર્વજ શા માટે કાન છેદાવતાં હતા? કાન છેદાવવાંના ચમત્કારિક લાભ વિષે અહી જાણો

0
1586

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. આપણા માંથી લગભગ દરેકના ઘરવાળાએ બાળપણમાં આપણા કાન છેદાવ્યા(વીંધાવ્યા) હશે. પણ શું તમને એમ કરવાં પાછળનું કારણ ખબર છે. આજના સમયમાં ભલે ફેશન માટે લોકો કાન છેદાવતા હોય, પણ પહેલાંના સમયમાં આ એક પ્રમુખ સંસ્કાર માનવામાં આવતું હતું. લોકો આનું અનુસરણ પરંપરાની રીતે કરતા હતા. અને જેમ કે સનાતન ધર્મની બધી પરંપરા પાછળ કોઈ ને કોઈ વિજ્ઞાનિક કારણ હોય છે, એમ આ પરંપરા પાછળ પણ એવુ જ કંઈક કારણ છે.

જાણકારી માટે જણાવી દઈએ કે કાનના નીચેના ભાગનામાં વચ્ચે એક્યુપ્રેશરનું એક વિશેષ કેન્દ્ર બિંદુ હોય છે. અને જયારે આના પર દબાવ પડે છે તો આપણા શરીરની નસ એક્ટિવ થઇ જાય છે. આવામાં કાન વીંધાવવાથી આપણને ઘણા બધા સ્વાસ્થ્ય લાભ મળે છે. અને એ જ કારણ છે કે પ્રાચીન સમયમાં મહિલા અને પુરુષ બંને કાન વીંધાવતા હતા.

એનાથી થાય છે માનસિક વિકાસ :

આપણા શાસ્ત્રોના જણાવ્યા અનુસાર કાનનો નીચેનો ભાગ, જેને અંગ્રેજીમાં ઈયર લોબસ કહેવાય છે. એનું કેન્દ્ર બિંદુ મસ્તિષ્ક (મગજ) ની જમણી અને ડાબી ગોલાદ્ર્ઢ સાથે કનેક્ટ હોય છે. એવામાં જયારે કેન્દ્ર બિંદુ પર હોલ પાડવામાં આવે છે તો, આનાથી મગજ એક્ટિવ રહે છે અને માનસિક વિકાસ સારું થાય છે. આ કારણે છે કે પહેલાના સમયમાં બાળકોનું કાન એ સમયે વીંધાવી દેવામાં આવતું હતું જયારે બાળકના મગજનો વિકાસ થઇ રહ્યો હોય છે.

આપની બૌદ્ધિક ક્ષમતા વધે છે :

કાન વીંધાવવાથી મગજમાં લોહીનું સંચાર સુચારુ રૂપથી થાય છે. જેનાથી બૌદ્ધિક ક્ષમતા વધે છે. આજ કારણ છે કે પ્રાચીન કાળમાં ગુરુકુળમાં ભણવા જતા પહેલા દરેક બાળકોની મેધા શક્તિને વધારવા માટે તેમના કાન વીંધાવવામાં આવતા હતા.

આંખ માટે છે ફાયદાકારક :

જણાવી દઈએ કે કાનના એક્યુપંકચર કેન્દ્ર બિંદુ પર દબાણ પડવાથી આંખ પર પણ સકારાત્મક પ્રભાવ પડે છે. આનાથી આંખોની રોશની વધે છે.

પ્રજનન ક્ષમતામાં વૃદ્ધિ થાય છે :

આપણા ઈયર લોબસના પ્રેશર પોઇન્ટ સાથે આપણા પ્રજનન અંગોનો પણ સીધો સબંધ હોય છે. એવામાં કાન વીંધાવવા પ્રજનન અંગોને સ્વસ્થ બનાવવામાં મદદરૂપ સાબિત થાય છે. આ ક્રિયા મહિલાઓની સાથે પુરુષોને પણ મદદરૂપ સાબિત થાય છે. આનાથી પુરુષોના અંડકોષને પણ લાભ મળે છે.

આપણા કાન રહે છે સ્વસ્થ :

બીજો એક લાભ એ છે કે કાન વીંધાવવાથી આપણી સાંભળવાની ક્ષમતા પણ વધે છે.

પાચન તંત્ર રહે છે સારું :

કાનના એક્યુપ્રેશર પોઈન્ટનો પાચનતંત્ર સાથે ખાસ સબંધ છે. એટલા માટે પાચનતંત્રને સારું રાખવા માટે કાનને વીંધાવવામાં આવે છે.

લકવાથી પણ બચાવે છે :

આ બધા સ્વાસ્થ્ય લાભની સાથે આ પ્રકિયા લકવાથી બચવા માટે પણ મદદ કરે છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિથી માનવામાં આવે છે કે કાન વીંધાવવાથી લકવાથી રક્ષણ મળે છે. તો આ હતા કાન વીંધાવવાના એવા થોડા લાભ જે લોકોને ખબર નથી હોતા.