ધૂતરાષ્ટ્ર આંધણા હોવા પાછળનું આ કારણ જાણીને તમે પણ કહેશો દરેક પાપના ફળ ભોગવવા જ પડે છે.

0
345

કયા પાપ ના ફળે ધૂતરાષ્ટ્ર થયા હતા આંધળા? કરેલા કરમ ના બદલા ભોગવવા જ પડે છે.

શું તમે જાણો છો? મહારાજ ધૂતરાષ્ટ્ર જન્મથી આંધળા કેમ હતા? પુરાણોમાં તેમના પૂર્વ જન્મની કથાનો ઉલ્લેખ છે. આમ તો લગભગ બધે ધૂતરાષ્ટ્રના જન્મથી આંધળા હોવા બાબતે હંસવાળી સ્ટોરી પ્રચલિત છે. તેના વિષે અમે તમને આર્ટિકલમાં આગળ જણાવીશું. પણ હમણાં એક નાગીનવાળી સ્ટોરી વાયરલ થઈ રહી છે. એ સ્ટોરી મુજબ ધૂતરાષ્ટ્રના આંધળા થવા પાછળનું કારણ પણ જાણવા જેવું છે.

નાગણવાળી સ્ટોરી અનુસાર, ધૂતરાષ્ટ્રએ પોતાના પૂર્વ જન્મમાં એકવાર જોયા વગર જ ઝાડીઓમાં આગ લગાવી દીધી હતી. પરંતુ તે ઝાડીઓમાં એક નાગણ પોતાના 100 ઈંડાની દેખરેખ કરી રહી હતી, તેના બચ્ચા જન્મ લેવાના હતા કે ઝાડીઓમાં આગ લાગી ગઈ.

જ્યારે નાગણે પોતાની આંખોની સામે પોતાના સંતાનોની હત્યા જોઈ, તો તે ખુબ ગુસ્સે થઈ ગઈ. તેણે રાજાને શ્રાપ આપ્યો કે, જે રીતે મારી આંખોની સામે તે મારા 100 પુત્રોની હત્યા કરી છે, જેના મુખ પણ હું જોઈ શકી નહિ, તે રીતે તારા 100 પુત્ર તારી આંખોની સામે જ મરી જશે અને તું તેમના મુખ ક્યારેય નહિ જોઈ શકે.

સર્પ-શ્રાપને કારણે રાજા ધૂતરાષ્ટ્ર જન્મથી આંધળા પેદા થયા અને તેમના 100 પુત્ર તેમની આંખોની સામે કુરુક્ષેત્રના મહાયુદ્ધમાં મરી ગયા અને રાજા પોતાના પુત્રોના મુખ ક્યારેય જોઈ નહિ શક્યા. આ બનાવ પરથી એ વાત સારી રીતે સમજાય છે કે, કર્મ બંધનોથી મુક્તિ અશક્ય છે. આપણે આપણા કરેલા કર્મના ફળ ભોગવવા જ પડે છે.

હવે તમને હંસવાળી સ્ટોરી જણાવી દઈએ. તે સ્ટોરી અનુસાર, ધૂતરાષ્ટ્ર પોતાના પૂર્વ જન્મમાં એક ઘણા જ દુષ્ટ રાજા હતા. એક દિવસ તેમણે જોયું કે નદીમાં હંસ પોતાના બચ્ચાં સાથે આરામથી વિચરણ કરી રહ્યા છે. પછી ધૂતરાષ્ટ્રએ આદેશ આપ્યો કે તે હંસની આંખો ફોડી દેવામાં આવે, અને તેના બચ્ચાને મારી નાખવામાં આવે. તેનાથી દુઃખી થઈને હંસે તેને શ્રાપ આપ્યો હતો. તે શ્રાપને કારણે બીજા જન્મમાં ધૂતરાષ્ટ્ર આંધળા જન્મ્યા તેમના 100 પુત્રોના પણ એ રીતે વધ થયા, જે રીતે તેમણે હંસના બચ્ચાને મારવાનો આદેશ આપ્યો હતો. બંને સ્ટોરી પરથી એ વાત સ્પષ્ટ થાય છે કે, કરેલા કરમ ના બદલા ભોગવવા જ પડે છે.