આ રમુજી વાત વાંચો ને વિચારો શેર બજારમાં ક્યાંક તમે તો ગફુર નથી બનતા ને.

0
168

ગફુર ને ધંધો કરવો હતો…. મિત્ર ચંદુ ની સલાહ લીધી કે “૨ લાખ રૂપિયા છે કઈક ધંધો કરવો છે, શું કરું?”

ચંદુ કે મરઘા ઉછેરમાં બહુ સારું છે એ કર.

ગફુર ૨ લાખના ૧૦૦૦ મરઘા લઇ આવ્યો અને ગોડાઉનમાં રાખી દીધા. બીજા દિવસે જોયું તો ગોડઉનમાં ૩૦૦ મરઘા મ-રી-ગ-યા.

ગફુર દોડતો દોડતો ચંદુ પાસે ગયો “ચંદુ ભાઈ ૩૦૦ મરઘા મ-રી-ગ-યા”

ચંદુ ક્યે “એમ બંધ જગ્યા માં રખાય? એને હવા ઉજાશ તો જોયે ને, બારીઓ હોવી જોઈએ”

ગફુરે બાકીના મરઘા માટે બારીઓ કરી. પાછા બીજા દિવસે ૩૦૦ મરઘા ઉકલી ગયા. વળી ગફુર દોડતો ચંદુ પાસે ગયો “ચંદુ ભીયા પાછા ૩૦૦ મરઘા મ-રી-ગ-યા”

ક્યે “એક કામ કર ખુલ્લા વાડા માં રાખ મરઘા”

ગફુરે મરઘા ને ખુલ્લા વાડા માં રાખ્યા ને રાતે કુતરા ઘુસી ગયા અને બધા મરઘા પુ-રા-ક-રીનાખ્યા.

ગફુર પાછો દોડતો ચંદુ પાસે ગયો “ભાઈ બધા મરઘા કુતરાઓએ મા-રી-ના-ખ-યા. હવે શું કરું?”

મે કીધુ “મારી પાસે આઈડિયા તો બીજા ઘણા છે પણ હવે તારી પાસે મરઘા જ ક્યાં છે?”

‘ટીપ્સ વાળા’ ની સલાહ થી શેર બજાર કરવું… એટલે ‘ગફુર’ બનવું.