જો ભીખ ના માંગવી હોય તો હંમેશા ધ્યાનમાં રાખો RBI ની આ વાતો, સેકન્ડમાં ખાલી થઈ રહ્યા છે લોકોના ખાતા.

0
160

તમારી કમાણી ઉપર છે સાયબર ઠગોની નજર, આરબીઆઈની આ સલાહ માનશો તો સલામત રહેશો નહિ તો કંગાળ થઈ જશો.

ઘણી વખત તમારા ફોન ઉપર કેટલાક એવા ફોન, મેસેજ કે ઈ-મેલ આવતા હશે, જેમાં એવો દાવો કરવામાં આવતો હશે કે તે કોલ, મેસેજ કે ઈ-મેલ તમને બેંક તરફથી આવ્યો છે. તે કોલ, ઈ-મેલ કે મેસેજમાં સામે વાળા તરફથી તમારી પાસેથી પીન, ઓટીપી, બેંક ડીટેલ કે પછી એટીએમ સાથે જોડાયેલી જાણકારીઓ વિષે પૂછવામાં આવતું હશે. પણ તમારે આ પ્રકારના કોલ, મેસેજ કે ઈ-મેલથી સાવચેત રહેવાની જરૂર છે. કેમ કે આ પ્રકારના કેસ ફ્રોડ હોઈ શકે છે અને જો તમે કોઈ અજાણ્યા સાથે તમારી આ જાણકારી શેર કરી, તો તમારે આર્થિક નુકશાન પણ વેઠવું પડી શકે છે.

સમયે સમયે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (Reserve Bank Of India – RBI) લોકોને બેંકિંગ સંબંધિત ફ્રોડથી બચવા માટે સાવચેત પણ કરતી રહે છે. જેથી લોકોની મહેનતની કમાણી સુરક્ષિત રહે.

પોતાના પબ્લિક અવેયરનેસ ઈનીશીએટીવ ‘RBI Says’ દ્વારા ટ્વીટ કરીને રિઝર્વ બેંકે લોકોને બેંકિંગ સંબંધિત ફ્રોડથી ચેતવ્યા છે. પોતાની હાલની ટ્વીટમાં ‘RBI Says’ એ લખ્યું છે કે, “સતર્ક રહો. જો KYC અપડેશન, કાર્ડની જાણકારી, પીન કે ઓટીપીની માંગણી કરતા મેસેજ, કોલ કે લીંક મળે તો સાવચેતી રાખો.”

તે ઉપરાંત પોતાની ટ્વીટમાં આરબીઆઈએ બેંકિંગ સંબંધિત ફ્રોડથી બચવા માટે કેટલીક બીજી જાણકારીઓ પણ શેર કરી છે.

આજકાલ ઠગ લોગો પેટીએમ, ફોન પે, ભીમ, ગૂગલ પે, ફ્લિપકાર્ટ, એમેઝોન જેવી એપમાં તમને ઈનામ લાગ્યું છે એવું કહીને અમુક રકમની યુપીઆઈ રિક્વેસ્ટ મોકલે છે, જેમાં તમે પિન નાખો એટલે તમારા ખાતામાંથી પૈસા કપાઈને તેમના ખાતામાં જતાં રહે છે. તો આવી બાબતોમાં સાવચેત રહેજો.

શું કહે છે આરબીઆઈ?

બેંકિંગ સંબંધિત ફ્રોડથી બચવા માટે આરબીઆઈ આપણને સલાહ આપે છે કે, તમારો ઓટીપી, પીન કે પછી કાર્ડની ડીટેલ કોઈ સાથે પણ શેર ન કરો. ફ્રોડ લોકો કેવાયસી અપડેશન કે પછી કોઈ બીજા બહાને તમારી ડીટેલ માંગી શકે છે. તે તમને લીંક મોકલીને કે પછી પોતાને આરબીઆઈ કે કોઈ બીજી બેંકના અધિકારી બતાવીને તમારી વ્યક્તિગત માહિતી પ્રાપ્ત કરી શકે છે, અને તમારા ખાતા માંથી પૈસા ઉપાડી શકે છે. તો સાવચેત રહો અને છેતરપીંડીથી બચો.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.