જો તમને પણ છે રાક્ષસી સ્નાન કરવાની ટેવ, તો આજથી જ બદલી નાખો આ ટેવ

0
6755

આપણો હિંદુ ધર્મ ઘણો જુનો છે. અને એમાં એવી ઘણી બધી વાતો જણાવવામાં આવી છે, જેનું પાલન આપણે જરૂર કરવું જોઈએ. પણ આજકાલના મોર્ડન સમયમાં ઘણા ઓછા લોકો એવા હશે જે હિંદુ ધર્મ સાથે જોડાયેલી બધી વાતો ઉપર વિશ્વાસ કરતા હોય. આમ તો એવું કહેવામાં આવે છે કે જે વ્યક્તિ હિંદુ ધર્મમાં દર્શાવેલી વાતોને પોતાના જીવનમાં અપનાવે છે તે હંમેશા સુખી જ રહે છે. અને ગીતામાં પણ કહેવામાં આવ્યું છે ધર્મના માર્ગે ચાલવા વાળાને દુઃખ નથી આવતું.

જેવી રીતે હિંદુ ધર્મમાં દરેક વસ્તુનું અલગ મહત્વ હોય છે. એવી જ રીતે મનુષ્ય માટે સ્નાન કરવાનું પણ વિશેષ મહત્વ હોય છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે હિંદુ ધર્મમાં રહેલા શાસ્ત્રોમાં સ્નાનના મહત્વ વિષે ઘણી ગંભીરતાથી દર્શાવવામાં આવ્યું છે. આપણા ધાર્મિક શાસ્ત્રોમાં સ્નાનને પવિત્રતા સાથે પણ જોડીને જોવામાં આવે છે. અને કદાચ એ જ કારણ છે કે દરેક વ્યક્તિ સ્નાન કર્યા પછી એકદમ સ્વચ્છ થઈને જ પૂજા પાઠ વગેરે કામ કરે છે.

એ તો તમે જાણો જ છો કે સ્નાન કરવાથી માણસનું શરીર એકદમ સ્વચ્છ થઇ જાય છે. તેનાથી શરીરમાં સકારાત્મક ઉર્જા પણ ઉત્પન થાય છે. જે લોકો સામાન્ય રીતે દરરોજ સ્નાન કરે છે, તે હંમેશા સ્વસ્થ જ રહે છે. તમારા માંથી ઘણા લોકો એવા પણ હશે જે સ્નાન કરવાના યોગ્ય સમય વિષે નહી જાણતા હોય. એટલે આપણા માંથી ઘણા લોકો એવા હશે જે પોતાનું કામ પૂરું કર્યા પછી કોઈપણ સમયે સ્નાન કરવા લાગે છે. ત્યાં સુધી કે ઘણા લોકો તો બપોરના બાર વાગ્યે પણ સ્નાન કરે છે.

આ કારણે આજે અમે તમને આપણા શાસ્ત્રો અનુસાર સ્નાન સંબંધીત થોડી જરૂરી વાતો વિષે જણાવવા માંગીએ છીએ. અમને વિશ્વાસ છે કે આ વાતો જાણ્યા પછી તમે સ્નાન કરવાનો યોગ્ય સમય અને મહત્વ પણ જરૂર સમજી જશો.

સ્નાન કરવાનો યોગ્ય સમય :

હિંદુ ધર્મ શાસ્ત્રો અનુસાર એવું માનવામાં આવે છે, કે જે વ્યક્તિ સૂર્યોદય થવા પહેલા સ્નાન કરે છે તે હંમેશા ખુશ રહે છે. વ્યક્તિએ હંમેશા સવારે વહેલા એટલે કે સૂર્યોદય થવા પહેલા સ્નાન કરવું જોઈએ. તેનાથી તમારા જીવનમાં સુખ સમૃદ્ધી હંમેશા જળવાયેલી રહે છે.

મિત્રો સવારના સમયે સૂર્યોદય થવા પહેલા કરવામાં આવતા સ્નાનને “દેવ સ્નાન” પણ કહેવામાં આવે છે. એટલા માટે જો બની શકે તો સૂર્યોદય થવા પહેલા જ સ્નાન કરો. એવી પણ માન્યતા છે કે જે વ્યક્તિ સૂર્યોદય થવાના થોડા સમય પહેલા જ સ્નાન કરે છે, તેમને આર્થિક લાભ થાય છે.

આમ કરવાથી મનુષ્યની આર્થિક સ્થિતિ ઉપર સકારાત્મક અસર પડે છે. એટલે સૂર્યોદય પહેલા કરવામાં આવેલા સ્નાન તમારા માટે ખુશીઓ લઈને આવી શકે છે. અને જે લોકો સૂર્યોદય થયા પછી સ્નાન કરે છે તેને કોઈ લાભ થતો નથી. સૂર્યોદય થયા પછી વ્યક્તિના જીવનમાં કોઈ સારો કે ખરાબ ફેરફાર નથી આવતો. વાસ્તવમાં તે સ્નાનનું વ્યક્તિના જીવન ઉપર કોઈ અસર થતી નથી.

શું હોય છે રાક્ષસી સ્નાન :

હવે જે વ્યક્તિ સૂર્યોદય થયા પછી અને સૂર્યને આકાશની બરોબર વચ્ચે આવી ગયા પછી સ્નાન કરે છે, તેને “રાક્ષસી સ્નાન” કહેવામાં આવે છે. તેમજ સ્પષ્ટ વાત છે કે એવા વ્યક્તિના જીવન ઉપર સ્નાન કરવાની કોઈ સકારાત્મક અસર થતી નથી. પણ હકીકતમાં એવા વ્યક્તિના જીવનમાં નકારાત્મક અસર પડવાની શરુ થઇ જાય છે. ત્યાં સુધી કે એવા લોકોના ઘરમાં ક્યારે પણ બરકત આવતી નથી. એવા લોકોએ જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

અમે આશા રાખીએ છીએ કે આ વાંચ્યા પછી તમે સ્નાન કરવાના મહત્વ વિષે સારી રીતે સમજી ગયા હશો.