સ્ટાર કિડ્સને ટક્કર આપવા નીકળી રવીના ટંડનની દીકરી, મમ્મી પપ્પા સાથે આવી આપ્યા પોઝ.

0
1332

હાલના સમયમાં કોઈપણ દિવસે બોલીવુડના સ્ટાર કીડ ફિલ્મોમાં આવતા રહે છે. તેમાંથી ઘણા સફળ થાય છે અને ઘણા ફેઈલ થઇ જાય છે. અને આજના સમયમાં લોકો કલાકારને નહિ પણ તેમનામાં રહેલી અભિનયની કળાને ધ્યાનમાં લે છે, અને જેનામાં અભિનય ક્ષમતા વધુ સારી છે તે કલાકાર જ આજના સમયમાં સફળ થઇ શકે છે. તેવી જ એક સ્ટાર કીડ વિષે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ, જે ભવિષ્યમાં બોલીવુડમાં પ્રવેશ કરી શકે છે. તો આવો જાણીએ તેના વિષે વિસ્તારથી.

૪૪ વર્ષની થઇ ગયેલી બોલીવુડ અભિનેત્રી રવિના ટંડન આજે પણ લોકોને પોતાની અદાઓથી હચમચાવી દેવાની શક્તિ ધરાવે છે. હંમેશા ફિલ્મ જગતના મોટા ઈવેંટસ અને પાર્ટીઓમાં જોવા મળતી અભિનેત્રી રવિના ટંડન આ વખતે માયાનગરીમાં પોતાના પતિ અને પોતાની દીકરી સાથે ઘરેથી બહાર સમય પસાર કરતી જોવા મળી.

ફલોરલ પ્રિન્ટ વાળો વન પીસ ડ્રેસ પહેરેલી રવિના ટંડન આ ફોટામાં ઘણી જ સુંદર લાગી રહી છે. સાથે જ તેની આ ગોલ્ડન બેગ અને હિલ્સ તેને એક રોયલ લુક આપી રહ્યા છે. તેની સાથે અહિયાં તેમના પતિ અનીલ ઠડાની અને દીકરી રાષા પણ છે. આ ફોટો ત્રણેના એક સાથેના ગણતરીના ફોટા માંથી એક છે.

રવીનાની દીકરી રોષાની વાત કરીએ, તો તે હવે ઘણી મોટી થઇ ગઈ છે. ૨૦૦૫ માં જન્મેલી રાષા હવે ૧૪ વર્ષની છે. હવે તે પણ છે તો સ્ટાર કીડ જ. એટલે થોડા જ સમયની વાત છે જયારે તે પણ રવિના ટંડનના ફિલ્મી વારસાને આગળ વધારતી જોવા મળી શકે છે.

રવીના ટંડનના વર્કફ્રંટની વાત કરીએ, તો તે છેલ્લી વખત ઈરોસ નાઉની ફિલ્મ ‘માતૃ’ માં જોવા મળી હતી. હવે તે કન્નડ ફિલ્મ કેજીએફની બીજી કડીમાં મુખ્ય પાત્ર નિભાવતી જોવા મળશે.

જણાવી દઈએ કે ૯૦ ના દશકની પ્રસિદ્ધ હિરોઈન રવિના ટંડનની સુંદરતાની દુનિયા દીવાની છે. ઘણી સુપરહિટ ફિલ્મ આપી ચુકેલી રવિનાએ પોતાની કારકિર્દીની શરુઆત ૧૯૯૧ માં આવેલી ફિલ્મ ‘પથ્થર કે ફૂલ’ થી કરી હતી.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.