બાળકો સાથે મોજ કરવા હિમાચલ પહોંચી રવિના ટંડન, વાયરલ થયા ફોટા.

0
307

રવિના ટંડન પોતાના બાળકો સાથે હિમાચલમાં કરી રહી છે મોજ-મસ્તી, જુઓ તેમના વાયરલ ફોટા. 90 ના દાયકાની પ્રખ્યાત અભિનેત્રી રવિના ટંડન ભલે ફિલ્મ જગતમાંથી બહાર નીકળી ગઈ હોય, પરંતુ તે હજી પણ લોકોના દિલમાં રાજ કરે છે. આજે પણ તેમના લાખો ચાહકો છે, અને રવિના પણ સોશિયલ મીડિયા દ્વારા પોતાના ચાહકો સાથે સતત સંપર્કમાં રહે છે. અભિનેત્રી રવિના થોડા થોડા દિવસે સોશિયલ મીડિયા પર ફોટા પોસ્ટ કરે છે, જેને તેમના ચાહકો તરફથી ખૂબ પ્રેમ મળે છે.

તાજેતરમાં રવિનાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી કેટલીક ફોટા શેર કર્યા છે, જે આજકાલ આગની જેમ વાયરલ થઈ રહ્યા છે. હકીકતમાં, આ ફોટામાં રવિના હિમાચલમાં પોતાના બંને બાળકો રણવીર અને રાશા સાથે મસ્તી કરતી જોવા મળી રહી છે. આ દરમિયાન રવિનાએ પોતાના ચાહકો સાથે ઘના ફોટા શેર કર્યા છે.

અભિનેત્રીએ પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરેલા ફોટામાં જોઈ શકાય છે કે, રવિના પોતાના બાળકો સાથે હિમાચલના બરફથી ઢંકાયેલા પર્વતોની મજા લઇ રહી છે. આ ફોટા શેર કરતા રવિનાએ કેપ્શનમાં લખ્યું છે, ‘ઠંડીની ઋતુ. આ રસ્તા સાથે પ્રેમ થઇ ગયો છે.’ આ ફોટાઓમાં રવિના જાંબલી રંગની ટોપીમાં ઘણી સુંદર લાગી રહી છે.

ફિલ્મના શૂટિંગ માટે પહોંચેલી રવિનાએ અહીં જ દિવાળીની ઉજવણી કરી હતી. રવિનાએ દિવાળીની ઉજવણીના કેટલાક વીડિયો પણ પોતાના ઇન્સ્ટા એકાઉન્ટથી શેર કર્યા હતા. આ વીડિયોમાં રવિના પોતાના બંને બાળકો સાથે આરતી કરતી જોઈ શકાય છે. વીડિયો શેર કરતી વખતે અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું, ‘અમારી ઓનલાઇન દિવાળી’.

રવિનાએ વધુમાં લખ્યું કે, હું શૂટિંગ માટે હિમાચલ આવી હતી અને બાળકો પણ મારી સાથે આવી ગયા. મારા પતિ અને મારા માતા-પિતા સાથે ઓનલાઇન આરતી કરવી ખૂબ આનંદદાયક હતી. તમને જણાવી દઇએ કે અગાઉ રવિનાએ વીડિયો કોલ દ્વારા પોતાનું કડવા ચોથ વ્રત ખોલ્યું હતું.

રવિના આ ફિલ્મના શૂટિંગ માટે હિમાચલ પહોંચી છે : તમારી જાણકારી માટે જણાવી દઈએ કે રવિના ટંડન પોતાની આગામી ફિલ્મના શૂટિંગ માટે હિમાચલ પ્રદેશ પહોંચી છે. બાળકો પણ દિવાળીની રજાના કારણે પોતાની માતા સાથે હિમાચલ ગયા છે. તમને જણાવી દઈએ કે, તેમની આગામી ફિલ્મ કેજીએફ ચેપટર 2 છે, જે વર્ષ 2021 માં મોટા પડદે રજૂ થશે. આ ફિલમને લઈને રવિના ટંડન પહેલા પણ ધણી ચર્ચામાં રહી ચુકી છે.

જણાવી દઈએ કે સાઉથની ફિલ્મ્સનો સુપરસ્ટાર યશ તેની સાથે કેજીએફ ચેપટર 2 માં જોવા મળશે, સાથે સાથે આ ફિલ્મમાં સંજય દત્તની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. રવિના ટંડનની વાત કરીએ તો આ ફિલ્મ દ્વારા તે ઘણા વર્ષો બાદ ફિલ્મ જગતમાં પરત ફરી રહી છે. ગયા વર્ષે રવિના નચ બલિયેની 9 મી સિઝનમાં જજ તરીકે જોવા મળી હતી.

આ માહિતી ઇન્ડિયાફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.