શૂર્પળખાને જેની સાથે થયો હતો પ્રેમ, રાવણે તેને મારી નાખ્યો, જાણો એ સ્ટોરી વિષે વિસ્તારથી

0
960

રામાયણ એક એવો ગ્રંથ છે જેના વિષે આપણે સૌ સારી રીતે જાણીએ છીએ. પરંતુ રામાયણમાં પણ અનેક પ્રકારના કિસ્સા એવા છે કે, જેના વિષે આપણે એકદમ અજાણ છીએ. ઘણા બધા કિસ્સાઓ વિષે આપણને જરાપણ જાણકારી નથી હોતી. એવો જ એક કિસ્સો છે શૂર્પળખાના પ્રેમ અને એના શ્રાપનો, જેના વિષે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.

રામાયણ વિષે આપણે બધા જાણીએ છીએ, અને એમાં રાવણના પાત્રને આપણે સૌએ પસંદ નહિ કર્યું હોય. પરંતુ રાવણનું ચારિત્ર્ય નકારાત્મક હોવા છતાં પણ તે પરાક્રમી અને યોદ્ધા કહેવાતા હતા. રાવણે ઘણા બધા દેવી-દેવતાઓને પોતાના વશમાં કરી લીધા હતા. રાવણે પોતાના સંપૂર્ણ જીવનકાળમાં ઘણા યુદ્ધ એકલા જ જીત્યા હતા. હવે તમે વિચારી રહ્યા હશો કે, તો પછી તેના પરાક્રમી વ્યક્તિત્વનો સર્વનાશ કેમ થઇ શકે છે. તો અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે, કેવી રીતે રાવણની બહેન શુર્પણખા તેના સર્વનાશનું કારણ બની હતી.

રાવણનો નાશ થવામાં ભગવાન શ્રીરામની શક્તિ અને સાથે સાથે રાવણની બહેન દ્વારા એને આપવામાં આવેલો શ્રાપ પણ જવાબદાર હતો. જેને કારણે રાવણના આખા કુળનો નાશ થઇ ગયો. હવે તેવામાં પ્રશ્ન ઉભો થાય છે કે, રાવણ પોતાની બહેનને પ્રેમ કરતો હતો, તો પછી તેણે રાવણને શ્રાપ કેમ આયો? તો આવો જાણીએ રાવણને શ્રાપ આપવા પાછળનું કારણ શું છે?

રાજા કાલકેયના સેનાપતિ સાથે પ્રેમ કરતી હતી શુર્પણખા :

એવું કહેવામાં આવે છે કે વિદ્યુતજીવ્હ રાજા કાલકેયના સેનાપતિ હતા. લંકાપતિ રાવણ દરેક રાજ્ય જીતીને એને પોતાના રાજ્યમાં ભેળવવા માંગતા હતા. તેને કારણે રાવણે કાલકેયનો પણ વધ કરી દીધો હતો.

એવું કહેવામાં આવે છે કે, રાવણ એ વાત વિષે કાંઈ પણ જાણતા ન હતા કે તેની બહેન કાલકેયના સેનાપતિ સાથે પ્રેમ કરતી હતી. તે કારણે રાવણે વિદ્યુતજીવ્હને પણ મારી નાખ્યો. જયારે ઘણી પૌરાણીક વાર્તાઓમાં એવું કહેવામાં આવે છે કે, રાવણ એ વાત જાણતો હતો અને તે કારણે તેણે તે યોદ્ધાની હત્યા કરી નાખી.

અને પછી શુર્પણખાને જયારે એ વાતની જાણ થઇ તો તે ગુસ્સા અને દુઃખને કારણે રડવા લાગી. અને તેણે દુઃખી મનથી રાવણને શ્રાપ આપતા કહ્યું હતું કે, મારા જ કારણે તારો સર્વનાશ થશે. અને અંતમાં શુર્પણખાનો શ્રાપ રાવણના અને એના આખા કુળના અંતનું કારણ બની હતી.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેયરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.