રતન ટાટાએ ઇંસ્ટાગ્રામ પર શેયર કર્યો પોતાનો જૂનો ફોટો, બધા જોતાજ ફિદા થઈ ગયા, આપ્યા આવા રિએક્શન

0
721

સોશિયલ મીડિયાના આ જમાનામાં હાલમાં જ ટાટા ગ્રુપના પૂર્વ ચેયરમેન રતન ટાટાએ ઇંસ્ટાગ્રામ પર એંટ્રી લીધી. એ પછી તે સતત પોતાના ફેન્સ માટે કાંઈને કાંઈ પોસ્ટ કરતા રહે છે. હાલમાં તેમણે પોતાના ફેન્સ માટે એક ફોટો પોસ્ટ કર્યો છે, જેને જોયા પછી દરેક વ્યક્તિ ચક્તિ છે. ચકિત એટલા માટે છે કારણે કે, આ ફોટામાં રતન ટાટા, રતન ટાટા નહિ પણ કોઈ ફિલ્મી સ્ટાર લાગી રહ્યા છે.

રતન ટાટાજીનો આ ફોટો જરા સાચવીને જોજો :

ઇંસ્ટાગ્રામના નવા મેમ્બર બનવા વાળા રતન ટાટા આ ફોટાને બુધવારે શેયર કરવાના હતા. પણ તેમને ખબર પડી કે થ્રોબેક ફોટા ગુરુવારે શેયર કરવામાં આવે છે, એટલા માટે તેમણે હેશટેગ # ThrowbackThursday સાથે પોતાના ફેન્સ માટે આ ફોટો ગુરુવારે શેયર કર્યો.

જવાનીના દિવસોનો રતન ટાટાનો આ ફોટો લૉસ એન્જેલિસનો છે, અને તે સમયે તેઓ ખુશી ખુશી ભારત આવવાની તૈયારી કરી રહ્યા હતા. જણાવી દઈએ કે, 1962 માં ભારત આવવા પહેલા તેમણે થોડા સમય માટે લૉસ એન્જેલિસમાં કામ કર્યું હતું.

રતન ટાટાનો આ થ્રોબેક ફોટો બધાને ખુબ પસંદ આવી રહ્યો છે. ગયા ગુરુવારથી અત્યાર સુધીમાં આ ફોટા પર હજારોની સંખ્યામાં લાઈક અને કમેન્ટ આવી ચુકી છે. આની સાથે અમે તો એ જ કહેશું, રતન ટાટાજી તમે ફિલ્મોમાં ટ્રાઈ કેમ ન કર્યું?

આ માહિતી સ્કોપવોપ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.