આ ઉપાયો કર્યા પછી ઉંદર તમારા ઘરનો રસ્તો ભૂલી જશે, તમારા ઘરને જોતા જ ગભરાઈ જશે.

0
5870

તમારા માંથી ઘણા લોકોના ઘરમાં ઉંદરોનો ત્રાસ હશે. અને ઉંદરોને ભગાડવા માટે તમે પણ ઘણા પ્રકારના ઉપાયો પણ કર્યા હશે. ઘણીવાર લોકો ઘર માંથી ઉંદર ભગાડવા માટે ઝેરીલી દવાઓ પણ વાપરે છે, જે ઘરમાં રહેતા લોકો માટે પણ ખતરનાક સાબિત થઈ શકે છે. તો એવામાં એવા પ્રયોગો ન કરી દેશી ઉપાય કરવાં ફાયદાકારક રહે છે.

આ વાતને ધ્યાનમાં રાખીને અમે તમારા માટે ઘર માંથી ઉંદર ભગાડવાના આયુર્વેદિક ઉપાય લઈને આવ્યા છીએ. ઉંદરને નકારાત્મક અને અજ્ઞાની શક્તિઓનું પ્રતીક માનવામાં આવે છે. જે ઘરમાં ઉંદર હોય છે તે ઘરના લોકોનો બૌદ્ધિક વિકાસ થઇ શકતો નથી. અને ઉંદરો ઘરમાં ગંદકી પણ વધારે કરે છે જેના કારણે ઘરમાં ઘણા પ્રકારની બીમારી ફેલાય છે. ઉંદર આપણું ખાવાનું પણ બગાડી નાખે છે, અને ઘરની વસ્તુ કે કોઈ કામના કાગળને પણ કોતરીને નષ્ટ કરી નાખે છે.

મિત્રો આજે અમે તમને ઉંદર ભગાડવાના જે આયુર્વેદીક ઉપાયો જણાવીશું, તે દરેક ખુબ જ સુરક્ષિત છે. અને આ ઉપાયો કરવાં માટે જરૂરી સામગ્રી તમને તમારા ઘરના રસોડા માંથી જ મળી જશે. આ રીતે જાણવા માટે આમારો આ લેખ આખો વાંચો, જેથી તમે સરળતાથી ઘરમાંથી ઉંદરને ભગાવી શકો અને એના ત્રાસની મુક્ત થઈ શકો.

ઉંદર ભગાડવાની સૌથી પહેલી રીત છે પેપરમિન્ટ તેલનો ઉપયોગ કરવાની. જણાવી દઈએ કે પેપરમિન્ટ તેલથી તમે ખુબ જ સરળતાથી ઘરમાં ત્રાહિમામ મચાવતા ઉંદર ભગાવી શકો છો. કારણ કે પેપરમિન્ટ તેલની ગંધ ખુબ તીખી હોય છે અને આની ગંધ ઉંદરને પસંદ આવતી નથી.

આ ઉપાય કરવાં માટે રૂ ના નાના-નાના ટુકડામાં પેપરમિન્ટ તેલ ભરી દો. આને તે જગ્યા પર મુકો જ્યાં તમે ઉંદર જુઓ છો. અથવા તો તમારા ઘરમાં જ્યાંથી ઉંદરનું આવ-જાવ થાય છે ત્યાં એને મુકી દો. જયારે ઉંદર આની નજીક જશે એટલે તે ઉજાસ તરફ જશે એટલે ઉંદર તમારા ઘરથી બહાર ચાલ્યા જશે.

ઉંદર ભાગવાનો બીજો ઉપાય જે અમે તમને જણાવવાં જઈ રહ્યા છીએ એ છે લાલા મરચાનો પાઉડર. ઉંદર ભગાવવા માટે આપણા ઘરનો લાલ મરચાનો પાઉડર ખુબ સારી અને સરળ રીત છે. થોડું લાલ મરચું લઇ લો, તેમાં થોડો લોટ મિક્ષ કરી દો. હવે આ મિશ્રણને ઉંદરના આવનારા જવાની જગ્યા પર મૂકી દો.

જણાવી દઈએ કે ઉંદરની નાક ઘણું સંવેદન શીલ હોય છે, અને જેવું જ તે આ લોટને ખાવાનો પ્રયત્ન કરશે અથવા તેની નજીકથી જશે, તો આ લાલ મરચાનો પાઉડર ઉંદરને પરેશાન કરી નાખશે. જેથી ઉંદર ભાગી જશે અને પાછા ઘરમાં આવશે નહિ. જે ઘરમાં બાળક હોય છે તો ધ્યાન રાખવું કે બાળકો આ મિશ્રણથી દૂર રહે.

ઉંદર ભગાડવાનો ત્રીજો દેશી ઉપાય છે તજ. તજના પાનનો આપણે રસોઈ બનાવવા માટે ઉપયોગ કરીએ છીએ. ઉંદર ભગાવવા માટે 4 થી 5 તજના પાન લઇ એને રાત્રે ઊંઘતા પહેલા સળગાવી લો, અને બધા બારી અને દરવાજાને થોડી વાર માટે બંધ કરી દો.

મિત્રો તજના પાનની આ તીખી ગંધથી ઉંદર બહાર આવી જશે, અને ખુલ્લામાં ભાગવાનો પ્રયાસ કરશે અને તમારા ઘર માંથી ભાગી જશે. આ ઉપાય કરવાથી ફક્ત ઉંદર જ નહિ માખી અને મચ્છર પણ દૂર ચાલ્યા જશે. અને તમારા ઘરનું વાતાવરણ પણ સાફ અને સ્વસ્થ થઇ જાય છે.

અને જો તમે ઘરમાં બિલાડી પાળવાનું શરુ કરશો, તો તમારા ઘરમાં તો શું આસપાસના ઘરમાં પણ ઉંદર આવી શકતા નથી. તો મિત્રો આ હતા ઉંદર ભગાડવાના સુરક્ષિત અને સરળ આયુર્વેદિક ઉપાય. તમે આમાંથી કોઈ પણ રીત જે તમને સરળ લાગે તે અપનાવી શકો છો.