આ રાશિઓ માટે ઘણા સારા સમાચાર લઈને આવ્યું છે શુક્રનું રાશિ પરિવર્તન, ધન પ્રાપ્તિના છે યોગ.

0
95

શુક્રનું થયું રાશિ પરિવર્તન, આ સાત રાશિઓના ભૌતિક સુખ-સંસાધનોમાં થશે વૃદ્ધિ, જાણો તમારી રાશિ શું કહે છે.

તમામ પ્રકારના ભૌતિક સુખોના કારક શુક્ર દેવનું 4 મે ના રોજ રાશિ પરિવર્તન થયું છે. તે મેષ રાશિમાંથી પોતાની સ્વરાશિ વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. આ રાશિમાં શુક્ર દેવ 29 મે સુધી રહેશે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ શુક્રદેવને લકઝરી લાઈફ, મનોરંજન, ફેશન, પ્રેમ, રોમાન્સ વગેરેના કારક માનવામાં આવે છે. વૃષભ રાશિમાં શુક્રના આવવાથી આ છ રાશિઓના લોકોને ઘણા સુંદર પરિણામ મળશે. આવો જાણીએ તેમના વિષે.

મેષ રાશિ : આર્થિક પક્ષ મજબુત થશે.

તમારો આર્થિક પક્ષ મજબુત થશે. આકસ્મિક ધન પ્રાપ્તિના યોગ પણ ઉભા થશે અને ઘણા દિવસો પહેલા આપવામાં આવેલુ ધન પણ પાછું મળવાની આશા છે. જમીન સંપત્તિ સાથે જોડાયેલા કેસ ઉકેલાઈ જશે. પિતૃક સંપત્તિના લાભના પણ યોગ છે. ભાષા શૈલી મધુર અને વર્તન સારી કક્ષાનું રહેશે. કુટુંબની જવાબદારીઓ સારી રીતે નિભાવશો. આરોગ્ય ખાસ કરીને જમણી આંખની બીમારીથી બચો.

વૃષભ રાશિ : આ ભ્રમણ બની શકે છે તમારા માટે આશીર્વાદ રૂપ.

આ ભ્રમણ તમારા માટે આશીર્વાદ રૂપ સાબિત થઇ શકે છે. કોઈ પણ મોટામાં મોટું કાર્ય શરુ કરવાનું વિચારી રહ્યા છો અથવા નવા કરાર ઉપર હસ્તાક્ષર કરવા છે તો સમય અનુકુળ રહેશે. કેન્દ્ર અથવા રાજ્ય સરકારના વિભાગોમાં પડી રહેલા કાર્યો પુરા થશે. સરકારી ટેન્ડર પણ પ્રાપ્ત કરવા માંગો છો તો તક અનુકુળ રહેશે. વિદેશી કંપનીઓમાં સર્વિસ અથવા નાગરિકતા માટે કરવામાં આવેલા પ્રયત્નો સફળ રહેવાના યોગ છે.

કર્ક રાશિ : આવકના સાધનોમાં થશે વૃદ્ધી.

આવકના સાધનો વધશે. મોટા ભાઈઓના સહકારની આશા છે. વિદ્યાર્થીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષામાં બેસવા વાળા વિદ્યાર્થીઓ માટે સમય ઘણો અનુકળ રહેશે. કામ ધંધામાં પણ પ્રગતી થશે એટલા માટે નિર્ણય લેવામાં વિલંબ ન કરો. તમારી યોજનાઓને અંતિમ રૂપ આપી દો. લગ્ન સંબંધિત વાતો સફળ રહેશે. સંતાન સંબંધી ચિંતા દુર થશે. નવદંપત્તિ માટે સંતાન પ્રાપ્તિ અને પ્રાદુર્ભાવના પણ યોગ ઉભા થશે.

સિંહ રાશિ : કામ ધંધામાં થશે પ્રગતિ.

કામ ધંધામાં સારી પ્રગતિ થશે. કેંન્દ્ર અથવા રાજ્ય સરકારના વિભાગોમાં નોકરી માટે અરજી કરવાની હોય તો તક અનુકુળ રહેશે. પિતૃક સંપત્તિ પ્રાપ્તિના યોગ છે. જમીન સંપત્તિ સાથે જોડાયેલા બીજા કેસ પણ ઉકેલાશે. મકાન અથવા વાહન ખરીદવાનું વિચારી રહ્યા છો તો તક અનુકુળ રહેશે. ઉપરી અધિકારીઓનો સહકાર વધશે. વેપારીઓ માટે આ સમય વરદાન જેવો છે. શાસન સત્તાનો પણ પૂરો સહકાર મળશે.

કન્યા રાશિ : ભાગ્ય વૃદ્ધિના ઉભા થશે યોગ.

ભ્રમણ દરમિયાન તમારા ભાગ્યમાં વૃદ્ધી થશે. ધર્મ અને આદ્યાત્મ પ્રત્યે પણ રૂચી વધશે. ધાર્મિક ટ્રસ્ટો અને અનાથાશ્રમ વગેરેમાં દાન પુણ્ય પણ કરશો. તમારા દ્વારા લેવામાં આવેલા નિર્ણય અને કરવામાં આવેલા કાર્યોની પ્રશંસા થશે. કુટુંબમાં માંગલિક કાર્યોની શુભ તક આવશે. લગ્ન સાથે જોડાયેલી બાબતો પણ સફળ રહેશે. વિદેશી કંપનીઓમાં નોકરી અથવા વિદેશી નાગરિકતા માટે પણ અરજી કરવા માગો છો તો તક અનુકુળ રહેશે.

મકર રાશિ : સંતાન પ્રાપ્તિના ઉભા થશે યોગ.

વિદ્યાર્થીઓને શિક્ષણ અને સ્પર્ધાત્મક પરીક્ષામાં સારી સફળતા મળશે. સંતાન સંબંધિત ચિંતા માંથી પણ મુક્તિ મળશે. નવ દંપત્તિ માટે સંતાન પ્રાપ્તિ અને પ્રાદુર્ભાવના યોગ ઉભા થશે. પ્રેમ સંબંધી બાબતોમાં મજબુતી આવશે. પ્રેમ લગ્ન પણ કરવા માગો છો તો તક અનુકુળ રહેશે. ધર્મ અને આધ્યાત્મિકતા પ્રત્યે વધુ રૂચી રહેશે. કુટુંબના વડીલ સભ્યો અને ભાઈઓનો સહકાર મળશે. કેંદ્ર અથવા રાજ્ય સરકારના વિભાગોમાં અટકેલા કામો પુરા થશે.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.