પોતાની રાશિ મુજબ કરો આ ઉપાય, ધનથી સદા ભરાયેલી રહેશે તમારી તિજોરી

0
3688

પોતપોતાની રાશિ અનુસાર કરો આ ઉપાય, તમારી તિજોરી હંમેશા ધનથી ભરાયેલી રહેશે

ધન દોલત અને સુખ સમૃદ્ધી મેળવવાની ઈચ્છા દરેકને હોય છે અને શ્રીમંત બનવા માટે લોકો ઘણી મહેનત પણ કરે છે. આમ તો મહેનતની સાથે જ જો થોડા ઉપાય કરવામાં આવે તો તમે જલ્દી શ્રીમંત બની શકો છો. જે લોકો શ્રીમંત બનવાના સપના જુએ છે, જો તે પુનમના દિવસે નીચે જણાવવામાં આવેલા ઉપાયો કરી દે. તો જલ્દી જ તેમની ઉપર લક્ષ્મીમાંની કૃપા થાય છે. આથી તમારી રાશિના હિસાબે જ પુનમના દિવસે આ ઉપાયો જરૂરથી કરો. આ ઉપાય કરવાથી જીવનમાં ધન દોલતની ક્યારે પણ ખોટ નહિ રહે.

પુનમના દિવસે રાશી મુજબ કરો આ ઉપાય

મેષ રાશી

ધન દોલત મેળવવા માટે આ રાશિના લોકો રોજ તુલસી માં ની પૂજા કરે અને તુલસીના છોડ સામે ઘી નો દીવડો પ્રગટાવે. તુલસીની પૂજા કરવાથી જીવનમાં ક્યારે પણ પૈસાની તંગી નહિ આવે. તે ઉપરાંત આ રાશીના વ્યક્તિ તુલસીના પાન રોજ વિષ્ણુ ભગવાનને અર્પણ કરે.

વૃષભ રાશી

આ રાશીના લોકો પુનમના દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરે અને આ પીપળાનું એક પાંદડું તમારી તિજોરીમાં રાખી લો. આ ઉપાય કરવાથી ધન લાભ થશે. તે ઉપરાંત પુનમના દિવસે જો આ રાશી ધરાવવા વાળા લોકો સ્નાન પહેલા પોતાના શરીર ઉપર સરસીયાનું તેલ લગાવે છે તો ઘણી બીમારીઓ માંથી તેમને છુટકારો મળે છે અને મોટામાં મોટા રોગ દુર થઇ જાય છે.

મિથુન રાશી

મિથુન રાશીના લોકો પુનમના દિવસે ગાયને રોટલી અને ઘાંસ ખવડાવો. આમ કરવાથી તમને ધન લાભ થશે. તે ઉપરાંત નોકરીમાં પ્રગતી મેળવવા માટે આ રાશીના લોકો જેટલું બની શકે એટલું દાન કરો. અને વેપારમાં લાભ મેળવવા માટે આ રાશિના વ્યક્તિ તિજોરીમાં બે ઈલાયચી રાખી દો.

કર્ક રાશી

કર્ક રાશીના વ્યક્તિ જો પુનમના દિવસે અહી જણાવેલ ઉપાય કરશે, તો તેમના જીવનમાં લક્ષ્મીમાંની કૃપા જળવાઈ રહેશે. આ દિવસ કર્ક રાશી વાળા જાતક પીપળાના ઝાડ ઉપર જળ અને દૂધ એક સાથે ચડાવી દે અને ત્યાર પછી આ ઝાડની પરિક્રમા કરે. આમ કરવું વિશેષ ફલદાયક રહેશે.

સિંહ રાશી

પોતાના વેપારમાં પ્રગતી મેળવવા માટે હળદર સાથે જોડાયેલા તોટકા કરો. આ ઉપાય હેઠળ પુનમના દિવસે હળદરની એક ગાંઠને લાલ રંગના કપડાની અંદર બાંધી દો. પછી તેને મંદિરમાં રાખી દો અને થોડી વાર પછી મંદિર માંથી તેને લઈને તમારા વેપાર ધંધાના સ્થળ ઉપર એવી જગ્યા ઉપર રાખો, જ્યાં કોઈની પણ નજર તેની ઉપર ન પડે.

કન્યા રાશી

કન્યા રાશી વાળા લોકો ધન લાભ માટે પુનમના દિવસે ૧૧ કોડિયા લાલ રંગના કપડાની અંદર બાંધી લો. પછી આ કપડાને માં લક્ષ્મી સામે રાખી દો અને લક્ષ્મી પાઠ કરો. બીજા દિવસે સવારે આ કોડિયાને મંદિર માંથી લઈને કપડા સહીત તિજોરીમાં મૂકી દો. આ ઉપાય કરવાથી ધનના લાભ થવાના શરુ થઇ જશે અને કોઈ પણ પ્રકારનું આર્થિક નુકશાન નહિ થાય. આ ઉપાય દર પૂનમે જરૂર કરો.

તુલા રાશી

આ રાશીના વ્યક્તિ ધન લાભ માટે લક્ષ્મીમાંને પુનમના દિવસે સફેદ કે ગુલાબી રંગનું કમળનું ફૂલ અર્પણ કરો. આ ફૂલ અર્પણ કર્યા પછી તેને તમારી તિજોરીમાં મૂકી દો. અને આવતી પૂનમે આ પ્રક્રિયા ફરી કરો અને તિજોરીમાં રાખેલા ફૂલને નવા ફૂલ સાથે બદલી દો. આ ઉપાય સતત પાંચ પુનમ સુધી કરવાથી લક્ષ્મીમાં પ્રસન્ન થઇ જશે અને તમને ધનમાં લાભ થશે.

વૃશ્ચિક રાશી

વૃશ્ચિક રાશી વાળા લોકો આ દિવસે શિવજીની પૂજા કરો અને પૂજા કરતી વખતે તેમને આખા ચોખા અર્પણ કરો. એ વાતનું ધ્યાન રાખો કે આ ચોખા એકદમ ચોખ્ખા હોય અને તૂટેલા ન હોય. શિવલિંગ ઉપર આ ચોખા ચડાવ્યા પછી તેની સામે એક ઘીનો દીવો જરૂર પ્રગટાવો. પુનમના દિવસે આ ઉપાય કરવાથી શિવજીની કૃપા જળવાઈ રહેશે અને તમને તમારા દરેક કાર્યમાં પ્રગતી મળશે.

ધનુરાશી

આ રાશીના વ્યક્તિ ધન લાભ માટે પુનમના દિવસે ચંદ્રને અર્ધ્ય આપે અને  ખીર અર્પણ કરે. આ ખીર બીજા દિવસે કોઈ ગાયને ખવડાવી દો. આ ઉપાય કરવાથી મન શાંત રહે છે અને દેવા માંથી મુક્તિ મળી જાય છે.

મકર રાશી

પુનમના દિવસે ભગવાન શિવજીનો અભિષેક કરો. અભિષેક કરવા ઉપરાંત સાંજના સમયે લક્ષ્મી સ્ત્રોતના પાઠ કરો અને લક્ષ્મીમાં ને સફેદ કમળના ફૂલની માળા પહેરાવો.

કુંભ રાશી

કુંભ રાશીના લોકો આ દિવસે વિષ્ણુ અને લક્ષ્મીમાંતા ની પૂજા કરો અને પૂજા કર્યા પછી પીપળાના ઝાડ ઉપર જળ ચડાવો. પીપળાના ઝાડ ઉપર ખાસ કરીને વિષ્ણુ અને લક્ષ્મીમાંનો વાસ માનવામાં આવે છે. આથી આ ઝાડ ઉપર જળ ચડાવવું ફાયદાકારક રહે છે અને આમ કરવાથી લક્ષ્મીમાં પ્રસન્ન થઇ જાય છે. અને જયારે પીપળાના ઝાડના પાંદડા ઘરમાં લાવો છો તો તેનો અર્થ લક્ષ્મીમાંને ઘરમાં લાવ્યા એમ થાય છે. તેથી જળ ચડાવ્યા પછી પીપળાના ઝાડના પાંદડા ઘરમાં લાવીને તિજોરીમાં પણ રાખી શકો છો.

મીન રાશી

આ રાશી વાળા લોકો પુનમના દિવસે સવારે સ્નાન કરીને પોતાના ઘરના મુખ્ય દ્વાર ઉપર આંબાના પાંદડાનું તોરણ બાંધી દો. પછી હળદર કે સિંદુરની મદદથી દરવાજા ઉપર લક્ષ્મીમાંના પગલાના નિશાન બનાવી લો આમ કરવાથી ધન લાભ થશે અને માં નો વાસ કાયમ માટે ઘરમાં જળવાઈ રહશે.

ઉપર જણાવવામાં આવેલા ઉપાય પોતાની રાશી મુજબ દર પુનમે કરો. આ ઉપાય કરવાથી તમારી મિલકત વધી જશે અને જીવનમાં ક્યારે પણ પૈસાની તંગી નહિ પડે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ, અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.