પોતાની રાશિથી જાણી લો જીવનમાં તમારે કયા કયા દુઃખ ભોગવવા પડશે.

0
2418

દુઃખ દરેક વ્યક્તિના જીવનનો એક ભાગ હોય છે. બસ ફરક એટલો હોય છે કે, દરેકના જીવનમાં જુદા જુદા પ્રકારના દુ:ખ આવતા રહે છે. હવે તમે આ દુઃખોનો સામનો કેવી રીતે કરો છો, તે તમારી ઉપર આધાર રાખે છે. જરા વિચારો કેટલું સારું હોત જો આપણને પહેલાથી જ એ વાતની માહિતી હોત કે, આપણા જીવનમાં આગળ જતા કેવા પ્રકારના દુઃખો આવવાના છે.

તે સ્થિતિમાં આપણે પોતાને પહેલાથી જ આ દુઃખોનો સામનો કરવા માટે તૈયારી કરી શક્યા હોત. જ્યોતિષ શાસ્ત્ર પાસે એ શક્તિ છે કે, તે તમારા જીવનના દુઃખોને પહેલાથી જ જણાવી શકે છે. તેના આધારે અમે તમને તમારી રાશિ મુજબ જીવનમાં આવતા દુઃખોની જાણકારી આપી રહ્યા છીએ.

મેષ : આ રાશિના વ્યક્તિઓએ પોતે ધારેલા કામ પુરા કરતા પહેલા ઘણી તકલીફોનો સમનો કરવો પડે છે. તેમને જીવનમાં જે કાંઈ જોઈતું હોય છે, તે મેળવવા માટે એમણે ઘણી બધી અડચણોનો સામનો કરવો પડે છે. નસીબ તેમને વધુ સાથ આપતું નથી.

વૃષભ : તેમને જીવનમાં ક્યારે પણ સાચો પ્રેમ મળતો નથી. પ્રેમમાં નિરાશા મળવી એ તેમના નસીબમાં લખાયેલું હોય છે.

મિથુન : આ રાશિના લોકો જીવનમાં ઓછા માં ઓછું એક વખત પૈસાની તંગી જરૂર સહન કરે છે. તેમની આવક વધુ નથી હોતી પરંતુ ખર્ચા ઘણા હોય છે. તેમના જીવનમાં હંમેશા પૈસા સંબંધિત કોઈ ને કોઈ તકલીફ કે નુકશાની થતી રહે છે.

કર્ક : તેમના જીવનમાં આરામ લખાયેલો નથી હોતો. તેમનું નસીબ જ કાંઈક એવું હોય છે કે, તેમાં માત્ર મહેનતની કમાણી જ લખાયેલી હોય છે. તે ક્યાંય પણ જાય તેમને કામ કરવું પડે છે.

સિંહ : આ રાશિ વાળા લોકો જીવનમાં સગા સંબંધીઓથી દુઃખી રહે છે. તેમના સગા સંબંધીઓના જીવનની અસર તેમની ઉપર પડે છે. જો કે મોટા ભાગે નકારાત્મક જ હોય છે.

કન્યા : તેમના જીવન માંથી એક તકલીફ જાય છે, તો બીજી આવી જાય છે. આનંદ તેમના જીવનમાં વધુ દિવસો સુધી રહેતો નથી.

મકર : આ રાશિના લોકો પોતાના ખરાબ નસીબથી દુઃખી રહે છે. તેમના અથાગ મહેનત કરવા છતાં પણ ખરાબ નસીબ તેમના તમામ કાર્ય બગાડી નાખે છે.

તુલા : તેમના જીવનમાં દુઃખનું પ્રમાણ વધુ હોય છે, જો કે સુખની કમી જ રહે છે. તે હંમેશા પોતાનાથી જ દુઃખી રહે છે. નાની નાની વાતોમાં પણ તે ટેન્શનમાં આવી જાય છે.

વૃશ્ચિક : તેમને જીવનમાં એ માન સન્માન અને મોભો નથી મળતો જેના તે હક્કદાર હોય છે. લોકો હંમેશા તેની ઈર્ષા કરે છે, અને તેમની ખરાબ વાતો કરી તેમનું નામ બગાડતા રહે છે.

ધનુ : જીવનમાં આ રાશિ વાળા લોકોના દુશ્મનોની સંખ્યા વધુ હોય છે. જીવનમાં દરેક વખતે તેમનો એક દુશ્મન ઉભો થઇ જાય છે, જે તેને નીચા પાડવાના પ્રયત્ન કરતા જ રહે છે.

કુંભ : સંબંધોની બાબતમાં તેમનું નસીબ થોડું ખરાબ જ હોય છે. તેમના જીવનમાં પ્રેમની કમી હોય છે. તેમના લોકો સાથે લડાઈ ઝગડા પણ હંમેશા થતા રહે છે.

મીન : આ રાશિના લોકોએ જીવનમાં આરોય સંબંધિત તકલીફોનો સામનો કરવો પડે છે. સાથે જ તેમનું નસીબ પણ ઓછું જ સાથ આપે છે.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.