મસાલેદાર ખાવાના શોખીન છો તો આ રીતે બનાવો રસાવાળા ભીંડા

0
1499

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. મિત્રો, અમે તમારા માટે થોડા થોડા સમયે અલગ અલગ પ્રકારની વાનગીઓ બનાવવાની રેસિપી લઈને આવતા રહીયે છીએ. અને આ કડીમાં આજે અમે તમારા માટે રસાવાળા ભીંડા બનાવવાની રેસિપી લઈને આવ્યા છીએ. ભીંડાનું શાક એવા શાકોમાંથી એક છે જે ઘણા બધા લોકોને ખૂબ પસંદ હોય છે. અને જો તમે મસાલેદાર ખાવાના શોખીન હોવ, તો તમે સાદા ભીંડા કે ભરેલા ભીંડાનું શાક ટ્રાય કર્યું હશે. તો હવે રસાવાળા ભીંડા પણ ટ્રાય કરો. આજે અમે એની રેસીપી લઇને આવ્યા છીએ. આ શાક બનાવવામાં સહેલું અને ઝડપથી બની જાય છે. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય ભીંડી સાલન અથવા રસાવાળા ભીંડા.

જરૂરી સામગ્રી :

ભીંડા : 250 ગ્રામ,

ડુંગળી : 3 નંગ,

હળદળ : 1/2 ચમચી,

સૂકા લાલ મરચા : 4 નંગ,

રાઈ : 1/2 ચમચી,

તલ : 3 ચમચી,

નારિયેળની છીણ : 2 ચમચી,

આદુ અને લસણની પેસ્ટ : 2 ચમચી,

સીંગદાણા : 3 ચમચી,

ધાણા : 2 ચમચી,

આંબલીની પેસ્ટ : 2 ચમચી,

લીમડાના પાન : 5-6,

તેલ : 4 ચમચી.

બનાવવાની રીત :

આ શાક બનાવવા માટે સૌથી પહેલા તો બજારમાંથી તાજા ભીંડા લઇ આવો. પછી એને સારી રીતે ધોઇને લૂંછી લો અને એમાં ઉભા ચીરા કરી લો. હવે એક પેનને ધીમી આંચ પર ગરમ કરી લો અને તેમાં સૂકા મસાલા ઉમેરીને એને બરાબર શેકી લો. તે મસાલા ઠંડા થાય એટલે તેને મિક્સરમાં પીસી લો. ત્યારબાદ એક કડાઇમાં તેલ ગરમ કરો અને તેમા ડુંગળીને ઉભી સમારીને સાંતળી લો. પછી તેને એક બાઉલમાં નીકાળી લો અને વધેલા તેલમાં ભીંડા તળી લો, અને તેને પણ બીજા વાસણમાં નીકાળી લો.

હવે કડાઇમાં ત્રણ ચમચી તેલ નાખો. તેલ ગરમ થાય એટલે એમાં રાઇ અને લીમડાના પાન ઉમેરો. રાઇ તતડે એટલે તેમા આદુ અને લસણની પેસ્ટ ઉમેરીને એને બરાબર સાંતળી લો. ત્યારબાદ એમાં પહેલા તૈયાર કરેલી ડુંગળી, સ્વાદ અનુસાર મીઠું અને પીસેલા મસાલા ઉમેરી લો. એ દરેકને સારી રીતે મિક્સ કરી લો. હવે તેમાં પાણી ઉમેરીને ઉકાળી લો અને તેમા આંબલીની પેસ્ટ ઉમેરી બે મિનિટ ઉકળવા દો. ત્યારબાદ તેમાં તળેલા ભીંડા ઉમેરીને એને ઢાંકી દો. 5 મિનિટ પછી ગેસ બંધ કરી લો. તો હવે તૈયાર છે તમારી સ્વાદિષ્ટ વાનગી ભીંડી સાલન. તેને તમે રોટલી કે ભાત સાથે સર્વ કરી શકો છો.

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.