એક વીંટીની કિંમત એટલી કે તમે ખરીદી લેશો ઘણા બધા ઘર અને 10-20 ઓડી-મર્સીડીઝ

0
284

દેખાવમાં નાનકડી લાગતી વીંટીની કિંમત એટલી કે તમે ક્યારેય સપનામાં પણ વિચાર્યું નહિ હોય. હીરાની વીંટી પહેરવી ભલું કોને પસંદ નહીં હોય. પણ જરા વિચારો જયારે એક વીંટીની કિંમત એટલી હોય કે તે વર્લ્ડ રેકોર્ડ બની જાય, તો તમે પણ જરૂર તેને જોવા માંગશો. જી હાં, બુધવારે જિનેવામાં એક વીંટીને 20 કરોડ રૂપિયાથી વધારે કિંમતમાં વેચવામાં આવી. હરાજીમાં આંગળીની વીંટી પર મઢાયેલા એક દુર્લભ લાલ રંગના હીરાએ વર્લ્ડ રેકોર્ડ બનાવી દીધો, કારણ કે તેને 2.77 મિલિયન ડોલર અમેરિકી ડોલર એટલે કે લગભગ 20 કરોડ રૂપિયા (20,67,45,875.00) માં વેચવામાં આવી.

સમાચાર એજન્સી એએનઆઈના રિપોર્ટ અનુસાર 1.05 કેરેટના હીરાને પ્લેટિનમ અને સોનાની વીંટી પર મઢવામાં આવ્યો છે. આ હીરો તેના એકદમ ખાસ રંગને કારણે આટલી ઊંચી કિંમત પર વેચાયો.

આ ફેન્સી વીંટીને ટિયારા જેમ્સ અને જવેલરી ડીએમસીસીએ ખરીદ્યો હતો, જે દુબઇના ભારતીય એક્સપર્ટ આશીષ વિજય જૈનના સ્વામિત્વમાં હતી. પોતાના રોકાણ વિષે વાત કરતા આશિષ વિજય જૈને એએનઆઈને જણાવ્યું, ‘આભૂષણ ઉદ્યોગ ઝડપથી વધી રહ્યો છે, વધારે પ્રતિસ્પર્ધી બની રહ્યા છે, એટલા માટે આપણે ઉપભોક્તાની ભાવના પ્રત્યે સંવેદનશીલ હોવું જોઈએ.’

ફોટો પ્રતિકાત્મક

હંમેશા દુર્લભ રત્ન પર વધારે કિંમત મળે છે. આ એક રોકાણ છે. સામાન્ય રીતે હીરાનો રંગ સફેદ હોય છે. એટલા માટે લાલ રંગના હીરાને ઘણો દુર્લભ માનવામાં આવે છે. આ કારણે તે સૌથી મોંઘો હોય છે.

જેમોલોજિસ્ટ લાલ હીરાના બનવાના કારણની જાણકારી મેળવવા માટે લાંબા સમયથી તેના પર રિસર્ચ અને તર્કવિતર્ક કરી રહ્યા છે. ત્યારબાદ અમુક લોકો એ નિષ્કર્ષ પર પહોંચ્યા કે, લાલ રંગ હીરાની સંરચનામાં ગ્લાઈડિંગ પરમાણુઓની ઉપસ્થિતિને કારણે થાય છે. તેના નિર્માણ દરમિયાન એક હીરો પોતાની પરમાણુ સંરચનાને બદલી દે છે, જેથી તેને એક વિશેષ રંગ મળે છે.

પ્રોફાઈલ ફોટો પ્રતિકાત્મક છે (સોર્સ – ગુગલ).

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.