તમે રણવીર સિંહની બહેનને જોઈ છે? એ કોઈ હિરોઈનથી ઓછી નથી, સુંદરતા એવી છે કે જોતા જ રહી જશો

0
1661

રણવીર સિંહની ઓળખાણ કરાવવાની કોઈને જરૂર નથી. એમને ભારતના દરેક વ્યક્તિ ઓળખે જ છે. અને તે એક એવા કલાકાર છે, કે જેની અંદર ક્યારે પણ જોશ અને ઉત્સાહની કમી જોવા નથી મળતી. વર્તમાન સમયમાં રણવીર સિંહ બોલીવુડમાં ઘણું મોટું નામ બની ગયા છે.

‘ગોલીઓ કી રાસલીલા રામલીલા’, ‘બાજીરાવ મસ્તાની’, ‘પદ્માવત’ અને ‘સીમ્બા’ જેવી ફિલ્મો દ્વારા પોતાના અભિનયની છાપ ઉભી કરવા વાળા રણવીરના કરોડો ફેન છે. રણવીર માત્ર ફિલ્મોને કારણે જ નહિ પરંતુ પોતાના અંગત જીવનને કારણે પણ હંમેશા ચર્ચામાં બની રહે છે.

રણવીર સિંહ કોઈ વાર પોતાના વિચિત્ર કપડાને કારણે મીડિયાના અટેન્શન લઇ જાય છે, તો ક્યારેક તેમની પત્ની દીપિકા સાથે તેમના સમાચાર વાયરલ થઇ જાય છે. રણવીર અને દીપિકાએ ૨૦૧૮ માં ઈટલીમાં લગ્ન કર્યા છે. પરંતુ આજે અમે ન તો રણવીરની વાત કરવા જઈ રહ્યા છીએ અને ન તો એમની પત્ની દીપિકાની. પરંતુ અમે તો રણવીર સિંહની બહેન વિષે થોડી જાણવા જેવી વાતો જણાવવા જઈ રહ્યા છીએ.

દરેક લોકોએ પોતાના મનપસંદ કલાકારોની ફેમીલી વિષે અને એમના જીવન વિષે જાણવાનો ઘણો રસ હોય છે. તમે બધા રણવીર સિંહને તો સારી રીતે ઓળખો જ છો. પરંતુ એવા ઘણા ઓછા લોકો હશે જે તેમની બહેન રીતિકા ભગવાનીને ઓળખે છે. રણવીરની બહેન રીતિકા મીડિયાની લાઈમ લાઈટથી દુર જ રહેવાનું પસંદ કરે છે. રીતિકા દેખાવમાં ઘણી સુંદર છે. તેની સુંદરતા આગળ બોલીવુડની ઘણી અભિનેત્રીઓ પણ પાછી પડી શકે છે.

જો એમની ડ્રેસિંગ સ્ટાઈલની રીતિકા મોટાભાગે સિમ્પલ કપડામાં જ રહે છે. તેમ છતાં પણ તેની સુંદરતા જરા પણ ઓછી થતી નથી. તેને પણ જે જુવે છે તે પોતાની નજર નથી હટાવી શકતા. મિત્રો આપણા રણવીર પોતાની બહેન રીતિકાથી નાના છે. એટલા માટે તે હંમેશા રીતિકાને દીદી જ કહે છે, નામથી બોલાવતા નથી.

તેમજ બીજા ભાઈ બહેનની જેમ રીતિકા અને રણવીર એક બીજાથી ઘણા નજીક છે. રણવીર જણાવે છે કે રીતિકા બાળપણથી જ એની ખુબ કાળજી રાખતી આવી છે. એ કારણ છે કે એક વખત ઈન્ટરવ્યુંમાં મજાક કરતા તેમણે કહ્યું હતું કે મારે બે માં છે. પહેલી મારી બહેન રીતિકા નાની માં અને બીજી મારી મમ્મી અંજુ ભવનાની મોટી માં.

રણવીર સિંહ કહે છે કે મારી બહેન જયારે પણ મને મળવા આવે છે, તો મારા માટે ઢગલા બંધ ગીફ્ટસ અને ચોકલેટ્સ લાઈને આવે છે. રણવીર રમુજ કરતા કહે છે કે, લોકો મારા દાંતના ખુબ વખાણ કરે છે તેવામાં હું તેને એ કહું છું કે મારી દીદી મને ઢગલાબંધ ચોકલેટ્સ ખવરાવે છે. જેના કારણે મારા દાંત આટલા સારા છે. રણવીર કહે છે કે મારી બહેન રીતિકા એ મને બાળપણથી ખુબ લાડ કોડથી રાખ્યો છે. એ કારણ છે કે હું આટલો બગડી ગયો છું.

રક્ષાબંધનના તહેવાર ઉપર જયારે રણવીરે પોતાની મોટી બહેન સાથેનો ફોટો સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કર્યો હતો. ત્યારે એમને ઘણો પ્રેમ મળ્યો હતો. આ તહેવારને યાદ કરીને રણવીર કહે છે કે જયારે હું અમેરિકામાં રહીને અભ્યાસ કરતો હતો તો દીદી મને રક્ષાબંધન ઉપર રાખડી, ચાંદલો અને ચોખા મીક્લતી હતી. એટલું જ નહિ તે મીઠાઈ સાથે ડોલર પણ મોકલતી હતી. રણવીરની વાતો સાંભળીને તો એવું લાગે છે કે હાલના દિવસોમાં ભાઈ બહેનનો પ્રેમ ઘણો વિશેષ છે. અમે એ બન્નેના સારા ભવિષ્યની શુભકામનાઓ આપીએ છીએ.