ભારતનો ઐતિહાસિક વારસો રણથંભોરનો કિલ્લો, કેટલાય આક્રમણો થવા છતાં પણ આજે અડીખમ છે આ કિલ્લો

0
636

અમારા વ્હાલા વાચક મિત્રો, આજે અમે તમને ભારતના ઐતિહાસિક વારસા એવા રણથંભોરના કિલ્લા વિષે થોડી માહિતી આપવા માંગીએ છીએ. જેથી આપણે બધા આપણા ઇતિહાસને આપણા મગજમાં સંગ્રહી શકીએ, અને જાણી શકીએ કે જયારે આપણે જન્મ્યા ન હતા ત્યારે ભારતની આ ભૂમિ પર કેવા કેવા પરાક્રમો થયા હતા. મિત્રો, રણથંભોરનો કિલ્લો અથવા કહીએ તો રણથંભોર દુર્ગ દેશની રાજધાની દિલ્હીથી મુંબઈ જતા રેલ્વે માર્ગ પર આવતા સવાઇ માધોપુર રેલ્વે સ્ટેશનથી ૧૩ કિ.મી. દૂર, રણ અને થંભ નામની બે પહાડીઓની વચ્ચે આવેલો છે.

આ કિલ્લો સમુદ્રની સપાટીથી ૪૮૧ મીટર જેટલી ઊંચાઈ પર અને ૧૨ કિ.મી.ના પરિઘમાં બનાવવામાં આવેલો છે. આ ભારતના ઐતિહાસિક કિલ્લાઓ માંથી એક છે. જણાવી દઈએ કે આ કિલ્લાની ત્રણે બાજુએ પહાડોમાં કુદરતી ખીણ બનેલી છે, જે આ કિલ્લાની સુરક્ષાને મજબૂત કરી અજેય બનાવે છે. આ કિલ્લા સુધી પહોંચવા માટે ઘણા ઉતાર – ચઢાવવાળા, સાંકડા તેમજ ઢોળાવવાળો રસ્તે પસાર થવું પડે છે. એટલું જ નહિ અહીં પહોંચવા માટે નૌલખા, હાથીપોલ, ગણેશપોલ અને ત્રિપોલિયા દ્વાર પાર કરવાં પડે છે.

આ ઐતિહાસિક કિલ્લામાં બાદલ મહેલ, સોપારી મહેલ, હમ્મીર મહેલ, હમ્મીર કચેરી, જબરા – ભંવરા, મહાદેવજીની છતરી, ૩૨ સ્તંભોવાળી છતરી, ગણેશ મંદિર, શિવ મંદિર, ચામુંડા મંદિર, બ્રહ્મા મંદિર, જૈન મંદિર, પીરની દરગાહ અને સામંતોની હવેલીઓ આમ ઘણા બધા તત્કાલીન સ્થાપત્ય કલાના અનોખા પ્રતીક રહેલા છે. અહીં રાણા સાંગાની રાણી કર્મવતી દ્વારા શરૂ કરાવવામાં આવેલી અધૂરી છતરી પણ દર્શનીય છે. અને આ દુર્ગનું મુખ્ય આકર્ષણ હમ્મીર મહલ છે. જણાવી દઈએ કે હમ્મીર મહલ દેશના સૌથી પ્રાચીન રાજમહેલોમાંથી એક છે. એટલે સ્થાપત્યના નામ પર આ દુર્ગ પણ ભગ્ન-સમૃદ્ધિની ભગ્ન-સ્થળી છે.

કિલ્લાનો નિર્માણ કાળ :

મિત્રો આ ઐતિહાસિક કિલ્લાનું નિર્માણ ક્યારે કરવામાં આવ્યું હતું એ તો સ્પષ્ટ પણે કહી શકાય એમ નથી. પરંતુ મોટા ભાગના ઇતિહાસકારો આ કિલ્લાના નિર્માણનું કાર્ય ચૌહાણ રાજા રણથંબન દેવ દ્વારા ઇ. સ. ૯૪૪ના વર્ષમાં નિર્મિત થયાનું માને છે. માટે આપણે પણ એવું જ માની આગળ વધીએ. આ કિલ્લાનું મોટાભાગનું નિર્માણ કાર્ય ચૌહાણ રાજાઓના શાસન કાળમાં જ થયેલું છે. જણાવી દઈએ કે દિલ્હીના સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણના સમયમાં પણ આ કિલ્લો મોજૂદ હતો, અને ચૌહાણોના જ નિયંત્રણમાં હતો.

આટલા શાસકોએ કર્યું શાસન :

જાણકારી માટે જણાવી દઈએ કે ઇ. સ. ૧૧૯૨ના વર્ષમાં તહેરાઇનના યુદ્ધમાં મોહમ્મદ ઘોરી સામે હારી ગયા બાદ દિલ્હીની સત્તા પર પૃથ્વીરાજ ચૌહાણના શાસનનો અંત થયો હતો, અને એના પુત્ર ગોવિન્દ રાજે રણથંભોરને પોતાની રાજધાની બનાવી હતી. ગોવિન્દ રાજ સિવાયના વાલ્હણ દેવ, પ્રહલાદન, વીરનારાયણ, વાગ્ભટ્ટ, નાહર દેવ, જૈમેત્ર સિંહ, હમ્મીરદેવ, મહારાણા કુમ્ભા, રાણા સાંગા, શેરશાહ સુરી, અલ્લાઊદીન ખિલજી, રાવ સુરજન હાડા મુગલો ઉપરાંત આમેરના રાજાઓ આદિનું સમય – સમય પર આ કિલ્લા પર નિયંત્રણ રહ્યું.

પણ આ કિલ્લાની સૌથી વધારે ખ્યાતિ હમ્મીર દેવ (૧૨૮૨ થી ૧૩૦૧)ના શાસન કાળમાં રહી હતી. અને હમ્મીરદેવના ૧૯ વર્ષોના શાસનનો સમય આ કિલ્લા માટેનો એક સ્વર્ણિમ યુગ હતો. હમ્મીરદેવે ૧૭ યુદ્ધ કર્યા જેમાં ૧૩ યુદ્ધોમાં તેને વિજય મળ્યો. લગભગ એક શતાબ્દી સુધી આ કિલ્લા ચિત્તોડના મહરાણાઓના અધિકારમાં પણ રહ્યો. ખાનવા યુદ્ધમાં ઘાયલ રાણા સાંગાને ઇલાજ માટે આ જ કિલ્લામાં લવાયા હતા.

કિલ્લા પર થયેલા આક્રમણ :

જો શાસકોની યાદી લાંબી હોય તો સ્વાભાવિક છે કે રણથંભોર કિલ્લા પર આક્રમણોની યાદી પણ લાંબી રહી હશે. આ કિલ્લા પર આક્રમણની શરુઆત દિલ્હીના કુતુબુદ્દીન ઐબક દ્વારા થઈ અને મોગલ બાદશાહ અકબર સુધી ચાલતી રહી. મોહમ્મદ ઘોરી અને ચૌહાણો વચ્ચે આ કિલ્લાની પ્રભુસત્તા માટે ૧૩૦૯ માં યુદ્ધ થયું હતું.

જણાવી દઈએ કે, ૧૨૨૬ માં ઇલ્તુતમીશ એ, ૧૨૩૬ માં રજિયા સુલ્તાન એ, ૧૨૪૮-૫૮ માં બલબન એ, ૧૨૯૦-૧૨૯૨ માં જલાલુદ્દીન ખિલ્જી એ, ૧૩૦૧ માં અલાઊદ્દીન ખિલજી એ, ૧૩૨૫ માં ફ઼િરોજશાહ તુગલક એ, ૧૪૯૮ માં માલવાના મુહમ્મ્દ ખિલજી એ, ૧૪૨૯ માં મહારાણા કુમ્ભાએ, ૧૫૩૦ માં ગુજરાતના બહાદુર શાહ એ, ૧૫૪૩ માં શેરશાહ સુરીએ આની પર આક્રમણ કર્યાં હતા. ૧૫૬૯ માં આ કિલ્લા પર દિલ્લીના બાદશાહ અકબરે આક્રમણ કરી આમેરના રાજાઓના માધ્યમથી તત્કાલીન શાસક રાવ સુરજન હાડા સાથે સંધિ કરી લીધી.

તો આ હતી રણથંભોરના કિલ્લા વિષે થોડી ઐતિહાસિક જાણકારી. જો તમને આ માહિતી ગમી હોય તો લાઈક કરો અને બીજાને પણ શેયર કરો જેથી તેઓ પણ આના વિષે જાણી શકે.