રાણાકુંભા અને કુંભલગઢનો ઈતિહાસ ૯૦ % લોકો નહિ જાણતા હોય, જાણો પરાક્રમી રાજાની ગાથા

0
10278

ઘણા ઓછા લોકોને ખબર છે રાણાકુંભા અને કુંભલગઢના ઈતિહાસ વિષે, જાણો ભારતના એક પરાક્રમી રાજાની ગાથા

આપણા માંથી ઘણા બધા લોકો રાણા કુંભ અને કુંભલગઢ વિષે વધારે જાણતા નહિ હોય. તો આજે અમે તમારા માટે એની જાણકારી લઈને આવ્યા છીએ. મિત્રો કુંભલગઢ કિલ્લાની દિવાલ ચીનની દિવાલ પછી દુનિયાની સૌથી મોટી દિવાલ છે. આ દીવાલની લંબાઇ આશરે ૩૬ કિમિ. જેટલી છે. પરાક્રમી રાણા કુંભાએ ઇ.સ.૧૪૪૩ માં આ દિવાલ અને કિલ્લો બનાવ્યા હતા.

આ દિવાલને ભેદવામાં અકબર જેવો મુઘલ આક્રમણખોર પણ નિષ્ફળ નિવડ્યો હતો. આ દિવાલના બાંધકામ પાછળ એક વાર્તા એવી છે કે જેમ જેમ દિવાલ બનતી હતી એમ રસ્તો આગળ વધતો જતો. જેનાં કારણે દિવાલની લંબાઇ વધતી જતી હતી.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે આ દિવાલ બનાવનારા કારીગરોનું કહેવું હતું કે અહીં કોઇ દેવીનો વાસ છે. જેથી રાણાકુંભાએ એક સંતને બોલાવ્યા, સંતનાં કહેવાં મૂજબ આ દેવીને કોઇ માનવબલી ચડશે તો જ આ સમસ્યાનો અંત આવશે. આ સાંભળીને રાણાકુંભાને વિચારવા લાગ્યા કે કોની બલિ આપવી. રાણાની મુંઝવણ જોઇને સંતે ખુદ બલિ માટે તૈયાર થયા.

સંતે કહ્યુ કે મને આ પહાડ ઉપર ચાલવાની મંજુરી આપો અને સંત ચાલવાં લાગ્યા. સંતે એવું કહ્યું હતું કે ચાલતાં ચાલતાં સંત જ્યાં રોકાયા ત્યાં સંતનાં એમની બલિ આપવામાં આવે અને ત્યાં દેવીનું મંદિર બનાવવામાં આવે. માટે સંત જાય રોકાયા એ જગ્યાએ રાણાએ સંતની બલિ ચડાવી.

જ્યાં સંતનું ધડ પડ્યું ત્યાં આ કિલ્લાનું મુખ્ય દ્રાર બનાવવામાં આવ્યુ. અરવલ્લીનાં પહાડ પર સમુદ્રની સપાટીથી ૧૯૧૪ મિટર ઉંચાઇ પર બાંધવામાં આવેલો આ કિલ્લો અને દિવાલ પ્રવાસીઓનું મુખ્ય આકર્ષણ છે. અજેય યોધ્ધા કહેવાતા રાણાકુંભાનું શાસન ઇ.સ.૧૪૩૩ થી ઇ.સ.૧૪૬૮ સુધી ચાલ્યુ હતુ.

રાણાકુંભાનાં શાસન દરમિયાન સારંગપુર, નાગોર, નરાણા, અજમેર, મંડોર, મોડાલગઢ, બુંદી, ખાટુ જેવા કિલ્લાઓ એમણે જીત્યા હતા. એ ઉપરાંત એમણે દિલ્હીનાં સુલતાન સૈયદ મહમદશાહ અને ગુજરાતના સુલતાન અહમદશાહને પણ ધુળ ચાટતાં કર્યા હતાં. એમનાં શાસન દરમિયાન એક પણ મુસ્લિમ આક્રમણખોર રાણાનો વાળ વાંકો કરી શક્યો નહોતો.

તમે રાજસ્થાન જાઓ ત્યારે ચિતોડગઢ, કુંભલગઢ અને અચલગઢ જેવાં ઉંચા પહાડ પર કિલ્લાઓ જુઓ ત્યારે એમ થાય કે આને બનાવવામાં કેટલા માણસો અને કેવી મહેનત કરવી પડી હશે. રાણાએ પાંત્રીસ વર્ષની ઉમરમાં આવાં ૩૨ કિલ્લાઓ બનાવ્યા છે, જે આજે પણ ભારતીય ઇતિહાસની ધરોહર ગણાય છે. મેવાડમાં જે ૮૪ દુર્ગ છે એમાથી ૩૨ દુર્ગ રાણાકુંભાએ બનાવેલા છે.

પડછંડ રાણા માત્ર લડાયક યોધ્ધો જ ન હતા, એ એક સંગીત વિશારદ અને સાહિત્યકાર પણ હતા. સંગીતમાં જેને કિર્તીસ્તંભ માનવામાં આવે છે એવી “સંગીતરાજ” નામની સાહિત્ય રચનાં રાણાકુંભાની છે. આ ઉપંરાત એને એકલિંગજી મહાદેવ મંદિરનો જીર્ણોધાર કરાવ્યો. વસંતપુરને ફરીથી વસાવ્યુ.અનેક સંગીતનાં ગ્રંથોની રચનાં કરી હતી. ચંડીશતક અને ગીતગોવિંદની એને વ્યાખ્યા કરી હતી.

જે રાણાકુંભાને કોઇ ન હરાવી શક્યુ એની હતા એના જ લોહીએ કરી હતી. ઘણા લોકોને ખબર નથી કે રાણાકુંભાને મારી નાખનાર અન્ય કોઇ નહી પણ એનો ખુદનો પુત્ર ઉદયસિંહ હતો. આવા મહાન અને અજેય યોધ્ધા જે મુસ્લિમ આક્રમણખોરોનાં યુગમાં અજેય રહ્યા હોય, એવા રાજાઓનાં ઇતિહાસને બદલે તેને હરાવી ન શકનાર અકબર જેવાં મુસ્લિમ આક્રમણખોરોનાં ઇતિહાસ ભણાવવામાં આવે છે.

કુંભલગઢથી ચાલીસ કિમિં દુર રાણકપૂર ગામમાં પ્રખ્યાત જૈન મંદિર આવેલ છે, જે એનાં સ્થાપત્યને કારણે પ્રખ્યાત છે. આ મંદિર ઇ.સ.૧૪૪૬ રાણાકુંભા, આચાર્ય શ્યામસુંદરજી, ધરન શાહ અને દેપાએ બંધાવ્યુ હતુ. અને આ બેનમુન બાંધકામને પૂર્ણ થતાં લગભગ પચાસ વર્ષ જેટલો સમય લાગ્યો હતો. જેનાં એક એક સ્તંભ પર કોતરણી ખજુરાહોનાં શીલ્પની યાદને તાજી કરે છે.

કહેવાય છે કે ધરન શાહને “નલિની ગુલ્મા” વિમાનનાં દર્શન થયા હતાં અને આ સપનાને કારણે ધરન શાહને આ મંદિર બનાવવાનો વિચાર આવ્યો અને રાણાકુંભાએ એને જમીન આપી હતી. આ મંદિરની ખાસ વાસ્તું વિશેષતાં એ છે કે આ મંદિરમાં ૧૪૪૪ સ્તંભ છે છતાં પણ એક પણ સ્તંભ મુખ્ય ગર્ભદ્રારનાં દર્શનનાં આડસ બનતાં નથી. વાસ્તુશાસ્ત્ર અને શિલ્પની ભવ્યતાં આ મંદિરની બેનમુન કહી શકાય એવી છે.

આ મંદિરની સાથે એવી માન્યતાં જોડાયેલી છે કે એનાં દર્શન કરવાથી ૮૪ યોની માંથી મુકિત પ્રાપ્ત કરીને મોક્ષ પ્રાપ્ત કરી શકાય છે. એ કારણે અહીંયાં લાખોની સંખ્યામાં જૈન શ્રધ્ધાળું આવે છે, અને શિલ્પકલાની બેનમુન કારીગીરીને જોવા હજારો લોકો અહીંયા આવે છે. આ મંદિર માટે જ્યારે રાણાકુંભાએ જમીન આપી ત્યારે ત્યાં ગામ વસાવવાનો અનુરોધ કરવામાં આવ્યો હતો. ત્યારે મદગી નામનો એક નાનો કસબો હતો જે પછીથી ગામ તરીકે વસતાં એને રાણાનાં નામ ઉપર રણપૂર નામ આપવામાં આવ્યુ હતું, જે પાછળથી રાણકપુર તરીકે પ્રખ્યાત થઇ ગયું

આવી અસંખ્ય ઐતહાસિક ધરોહર આખા ભારતવર્ષમાં ફેલાયેલી છે, જે આપણાં પૂર્વજોની જાહોજલાલી અને કલા પારખુની સાબિતિ આપે છે. કુંભલગઢમાં રાણાકુંભાનાં નામે પહાડોથી ઘેરાયેલ એક જંગલ છે. જેમાં દોઢ મહિના પહેલા જ એક નવો રૂટ બનાવ્યો છે. જે અસંખ્ય ચડાવ અને ઉતારથી ભરેલો છે અને પહાડોને કોતરીને બનાવ્યો છે.

જે રસ્તાં પર જિપ્સી અથવાં ફોર વ્હિલ ડ્રાઇવ વાહન સિવાઇ અન્ય વાહન ચાલી શકે નહી. આ ૧૩ કીમી. નો અત્યંત વિકટ અને ચડાવ ઉતાર વાળો માર્ગ પૂરો કરવાં માટે બે કલાક જેટલો સમય લાગે છે. ઉડીં ખીણની ધાર પર જિપ્સી પર બેસીને પસાર થતા હોય ત્યારે કાચાપોચા માણસની છાતીનાં પાટીયા બેસી જાય એવો વિકટ માર્ગ છે. સાહસનાં શોખિન લોકોએ આ જિપ્સીમાં જંગલ ફરવાનો ચોક્ક્સ લાભ લેવો જોઇએ.

– નરેશ કે.ડૉડીયા